________________
૧
- બુધવારની સંવચ્છરીવાળાઓ ખુલાશો કરશે કે ?
આપણા સમાજમાં કઇ વર્ષોથી જોધપુરી પંચાંગ મનાય છે એમ ખરું કે ? ૨ જોધપુરી પંચાંગમાં આ વર્ષે ભાદરવા સુદ પાંચમ બે છે એમ ખરું કે ?
જોધપુરી પંચાંગમાં ઘણી વખત પૂનમ અને અમાવાસ્યાની વૃદ્ધિ આવી છે કે? અને તે વખતે જૈનસમાજે અને તમે તેરસની વૃદ્ધિ કરી છે કે ? પૂનમ અને અમાવાસ્યાની વૃદ્ધિએ જો તેરસની વૃદ્ધિ કરાય તો તે હિસાબે ભાદરવા સુદ : પાંચમની વૃદ્ધિએ બે ત્રીજ કરવી તે જ યોગ્ય છે કે? પૂનમની વૃદ્ધિએ ચૌદશ બે નથી થતી તો બે ચોથ ન થાય એમ ખરું કે ? પૂનમ અને અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય કરાય છે કે ? અને એ હિસાબે ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવો પડે કે ? ભાદરવા સુદ પાંચમના ૪ ક્ષયે પાંચમ કે ચોથનો પણ પર્વ હોવાથી ક્ષય ન થાય કે ? ચૌદશનો ક્ષય હોય ત્યારે આરાધનામાં તેરસને દિવસે તેરસ છે એમ કહેવું પણ નહિં, પણ ચૌદશ જ છે એમ કહેવું, એવું તત્વતરંગિણીની ટીકામાં ચોખું કહ્યું છે કે? આ ઉપરથી પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કરાય
એ વ્યાજબી છે કે ? ( ૭ ધે પૂર્વ માં પણ પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વતિથિને જ પર્વતિથિ કરવાનું
કહે છે કે? અને જ્યારે તે અપર્વતિથિને પર્વતિથિ કરાય તો પછી અપર્વતિથિનો ક્ષય થયો કે ? એ શ્લોકાર્ધમાં પૂર્વ કે ઉત્તરસ્યો નથીને શ્રી હીરપ્રશ્નમાં પર્વતિથિની વૃદ્ધિ હોય તો બીજીને જ ઉદયવાળી ગણીને ઔદયિકી એમ લખ્યું છે કે? પહેલાની તિથિનો અંત બીજી તિથિના સૂર્યોદયથી ગણાય છે
કે? એ પ્રમાણે પહેલી બીજ વગેરેને ખોખાબીજ આદિ કહેવાનું જ ન રહે કે ? ૯ પૂનમના ક્ષયે તેનો તપ કરવાનું તેરસે નહિં કહેતાં તેરસ ચૌદશે કરવો એમ કહી
તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવાનું શ્રી હીરસૂરિજી જણાવે છે કે ? અને એકલી તેરસની ભૂલે એકવચનથી પડવો તપસ્યામાં લેવો એમ કહે છે કે ?ચૌદશ પૂનમને ભેળાં કરવાનું હોય તો ચૌદશે કરવો એમ કહી ચૌદશે ભૂલે તો પડવે કરવો એમ
કહેવું પડત કે ? - તા.ક.બુધવારની સંવચ્છરી કરનારા પાસે આટલા ખુલાસા જરૂર મેળવવા. કદાચ
કોઈક વડીલોને આજ્ઞાને આગળ કરે તો તેઓને વડીલ પાસેથી ખુલાસો ] મંગાવી આપવા વિનંતી કરવી. આના ખુલાસા આપ્યા સિવાય જ
(જુઓ ટાઈટલ પાનું ૩ જું)