________________
૪૧૯
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
•
• • •
•
• • • • •
• • •
• • •
•
તાર. ૫ તા. ૧૪-૬-૩૭ અમદાવાદ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી. C/o પોપટલાલ ધારશીભાઈ જામનગર
મળ્યો. અમારા લખાણના જાણી બુજીને આડા અવળા જવાબો આપો છો એ શાસ્ત્રાર્થના કરેલા આડંબરમાંથી છટકી જવાની તમારી ચાલબાજી છે. જામવંથલીમાં અમો કે શનિવાર પક્ષના કોઈ આચાર્ય હતા જ નહિં તેમ તેમની સંમતિ લેવાઈ પણ નથી, છતાં બંને પક્ષો તરફથી નામો નક્કી થયાનું વારંવાર તમો જણાવો છો તે ખોટું અને ગળે પડનારું છે. સમાન પ્રતિનિધિત્વ ધરાવતા આઠ ગૃહસ્થોની કમિટિ પ્રમુખ-પંચો અને સરપંચ નીમી નહિ શકે, એમ તમારું કહેવું, એ ગૃહસ્થોની પ્રામાણિકતા અને ન્યાયપ્રીયતા ઉપર ત્રાપ મારનારું છે. શાસ્ત્રાર્થની ચેલેન્જ જાહેર કરતાં રવિવારના પક્ષના પ્રતિનિધિ હોવા જેવો ડોળ કર્યો. શનિવાર પક્ષને સુરત અને ચોટીલા બોલાવતાં એ ડોળ કાયમ રાખ્યો. હવે જ્યારે અમોએ રવિવાર પક્ષના મતભેદોની યાદી આપી અને જ્યારે ઉઘાડા પડ્યા, ત્યારે ઉશ્કેરાઈ ગયા છો અને ઉઘાડા પાડનાર અમોને ગાળો આપો છો. તે ગાળો તમને જ મુબારક હો. આચાર્ય નેમિસૂરિજી તમારી સાથે છે. રવિવાર પક્ષના નામે ફલાઓ છો છતાં તમારું મંતવ્ય તેઓને કબુલ કરાવ્યા પહેલાં શાસ્ત્રાર્થની ચેલેન્જ શનિવાર પક્ષને આપી તમારો મત કબુલ કરાવવાનો પ્રયત્ન કરો છો, એ તમારી દયાજનક સ્થિતિ દેખાડે છે. ચેલેન્જ આપનાર તરીકે અમદાવાદમાં આવવા તમે બંધાયેલા છો, છતાં મારે જો જોગ ક્રિયા ન ચાલતી હોત, તો તમારા હઠાગ્રહને આધીન થઈને હું ચોટીલા જરૂર આવ્યો હોત. ચેલેન્ઝના નિયમ મુજબ તમે કે નેમિસૂરિજી રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને અમદાવાદ આવ્યા નથી. અત્રે બિરાજમાન આચાર્યોને શાસ્ત્રાર્થની આજ્ઞા કરી નથી. તમે અને નેમિસૂરિજી બંને અંગત શાસ્ત્રાર્થ કરવા અત્રે આવવા તૈયાર નથી, આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે રવિવાર પક્ષ શાસ્ત્રાર્થ કરવા સદંતર નિષ્ફળ નીવડ્યો છે. તમો એકલા જ તમારી જાત પુરતા શાસ્ત્રાર્થ કરવા તૈયાર હોવાનું જણાવો છો તો અમદાવાદ આવો. અત્રે આવવા ન માગતા હો તો તમારી માન્યતાઓ જુઠી કરાવવા હું લિખિત શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું. શાસ્ત્રાર્થ સમાન દરજ્જુ થશે. એમાં કયી રીતે પસંદ કરો છો ? લિખિત શાસ્ત્રાર્થ માટે તૈયાર હોવાની જો તમારી કબુલાત મળે તો તેની શરતો જણાવીશ. બીન જરૂરી વાતો કરી લંબાણ ન કરો.
કલ્યાણ વિજય
તા. ૧૫-૬-૩૭, જામનગર, મુનિરાજ શ્રી કલ્યાણ વિજયજી
દોશીવાડાની પોળ, વિદ્યાશાળા, અમદાવાદ. વિહાર કર્યો નહિં, નીમાઈ ગયેલ કમીટિ માની નહિ, પ્રતિનિધિપણાનાં બહાનાં કાર્યો અને હવે તો બુધવારના પક્ષકાર જીવાભાઈ, નગીનભાઈ હાજર છતાં, તમારી અને બુધવારના આચાર્યની