________________
૪૨૦ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ગેરહાજરીને નામે તે બેને અપ્રમાણિક માની તે કરાર જ નથી માનતા, તેથી તમારો મૌખિક શાસ્ત્રાર્થ કરવાનો દેખાવ જ હતો. સાચો નિર્ણય મૌખિક શાસ્ત્રાર્થથી જ થાય છતાં નક્કી થયેલ કમીટિના નીમેલ પંચદ્વારા-નહિ કે તમો લખો તે શરતો નક્કી થઈ. લિખિતની માગણી થાય તો સંઘની શાન્તિ માટે મારી તરફથી હું તૈયાર છું.
આનન્દ સાગર
તા. ૧૬-૬-૩૭ અમદાવાદ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ - જામનગર.
મળ્યો. પ્રતાપસીંહ દ્વારા તા. ૧-૬-૩૭ શાસ્ત્રાર્થની ચેલેન્જ શનિવાર પક્ષને તમોએ આપી, તે લખાણમાં કમીટિનો શબ્દ સરખોએ નથી. રવિવારવાળાએ કમીટિ અને તે દ્વારા પંચો અને સરપંચ ચુંટવાની વાત તમોએ પાછળથી શરૂ કરેલી ચાલબાજી છે. તમો વારંવાર જણાવો છો તેવી કમીટિ શનિવાર પક્ષે કબુલ પણ રાખી નથી. તમારા માણસ પાનાચંદ પણ તા. ૨ જી અને પાંચમી જુનના ખુલાસામાં પણ એજ વાત કહે છે. જીવાભાઈ અને નગીનભાઈ જામનગર પોપટલાલ ધારશીભાઈના ઉજમણા પ્રસંગે આવ્યા હતા, તેઓ શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે વર્યા જ નથી. સમાજમાં શાંતિ થાય અને સૌ કોઈ એકજ દિવસે સંવત્સરી કરે તેવા શુભ આશયથી જ તેમણે સંવત્સરીના ઝઘડાની પટાવટના પ્રયત્નમાં લાભ લીધો હતો. જીવાભાઈએ નવની કમીટિની વાતવાળા, તમારા પાછળથી તૈયાર કરેલ, એ મનસ્વી ખરડા ઉપર શનિવાર પક્ષની સહીઓ લાવવાની સાફ ના પાડી હતી, એ વાત સત્ય તમારા તા. ૨૧પ-૩૭ ના પુનાના તારમાં પણ જણાવી છે. આ બધા દીવા જેવા આધારો તમારી મનસ્વી કમીટિ અમારા માથે ઠોકી બેસાડવાના અપ્રમાણિક પ્રયત્નો ખુલ્લા પાડે છે. હવે એ ખુલ્લું થયું છે કે તમારી માન્યતા સાબીત કરવાના શાસ્ત્રીય પુરાવા તમારી પાસે નથી એથી જ આવી ગંદી રમત રમી શાસ્ત્રાર્થની વાતને તમોએ તોડી પાડી છે. લિખિત શાસ્ત્રાર્થની યોજનાને પણ અત્યાર સુધી જેમ રૂબરૂ ભેગા થઈ શાસ્ત્રાર્થ કરવાની બીજી યોજનાઓને તોડી પાડી તેમ તોડી ન પાડો. શુદ્ધ હૃદયથી જો લિખિત શાસ્ત્રાર્થ પણ કરવા તૈયાર હો તો તેની તૈયારી પણ દેખાડો એટલે શરતો જણાવું. વતંડાવાદ કે ચાલબાજીથી જગતની આંખમાં ધૂળ નહીં નાખી શકો એ નોંધી લ્યો.
કલ્યાણ વિજય. મુનિરાજશ્રી કલ્યાણ વિજયજી
જામનગર તા. ૧૭-૬-૩૭ દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ.
તમે લખેલી ખોટી અને અનિચ્છવા જોગ બાબતો બાજુએ રાખતાં હું તમને ખબર આપું છું કે પ્રેમસૂરિજીએ જીવાભાઈના એગ્રીમેન્ટને કબુલ રાખ્યું હતું અને તેમણે અને તમે સ્વતંત્ર રીતે એ ડ્રાફટ