________________
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ આહ્વાન સ્વીકારનારા તરીકે હું ચોટીલા આવવા બંધાયેલો નથી. અમે છેલ્લી વખતે જ કમીટિનાં નામો સૂચવ્યાં છે. સભ્યો અગાઉ પસંદ થઈ ચૂક્યા છે, એમ કહેવું એ જુઠાણું છે. રવિવાર પક્ષનાં ચાર નામો જણાવો. આ આઠે ગૃહસ્થો પ્રમુખ, પંચો અને સરપંચની પસંદગી કરશે. આમાં તમારી ડખલ ચાલશે જ નહીં. તમારા રવિવાર પક્ષમાં મતભેદ છે અને તેથી તમને પ્રતિનિધિત્વ મળતું નથી, રવિવાર પક્ષને મોટી બહુમતીમાં કહેવો એ જૈન સમાજને છેતરવાનું કૃત્ય નથી ? તમે અને આચાર્ય વિજયનેમિસૂરિજી શાસ્ત્રાર્થ માટે તૈયાર નથી અને આચાર્ય વિજય નેમિસૂરિજીના વિદ્વાન શિષ્યોને પ્રતિનિધિત્વ સોંપતા નથી. કારણ કે તમારા બે વચ્ચે વિચારોનો મતભેદ રહેલો છે. શનિવાર પક્ષની એકપણ ન્યાયી અને શાંતિની અભિલાષવાળી માગણી તમે કબુલ રાખતા નથી. આચાર્ય નેમિસૂરિજીનું મૌન અને શાસ્ત્રાર્થમાંથી નીકળી જવાની તમારી રમત પુરવાર કરે છે કે શાસ્ત્રાર્થ માટેનો જામવંથલીનો વિહાર એ કેવળ દંભ જ હતો. શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે હું, શાસ્ત્રાર્થ માટે અમદાવાદ આવવા તમે આહ્વાનકાર તરીકે બંધાયેલા હોઈ આમંત્રણ કરું છું. કોઈ સંજોગોમાં તમો નિષ્ફળ નિવડો તો અમદાવાદમાં શાસ્ત્રાર્થ કરવા માટે કોઈપણ આચાર્યશ્રીને નીમો અને કમિટીના ચાર સભ્યોનાં નામો જણાવો. હું આપને વિનંતિ કરું છું કે હવે ગમે તે સંજોગો હેઠળ શાસ્ત્રાર્થ માટે તૈયાર થવાનું જ આપને શોભે.
કલ્યાણ વિજય
૪૧૮
તાર ૪, જામનગર તા. ૧૨-૬-૩૭
મુનિશ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ.
જો કે શાસ્ત્રાર્થ માટે જામનગર અને અમદાવાદ વચ્ચે ચોટીલા લગભગ એક મધ્ય સ્થળ છે અને તે તટસ્થ સ્થળ છે. કારણ કે હું ત્યાં કદી ગયો નથી. છતાં તેને લાગતું વળગતું સ્થળ માનીને ત્યાં ન આવવું એ તો પાકો વિચાર કર્યા વિના કરેલા યોગનું પરીણામ છે. જામવંથલી મુકામે બંને પક્ષોની હાજરીમાં નામો નક્કી કરવામાં આવ્યાં છે. જો આઠ સભ્યોમાં મતભેદ પડે અને તેથી પ્રમુખ, પંચ અને સરપંચ નીમાય નહીં - શાસ્ત્રાર્થ કર્યા વિના છટકી જવાના આ તમારાં ખોટા બહાના છે, ત્યારે પ્રામાણિકતા તો બંને પક્ષોએ નિર્ણીત કરેલા નામોનો સ્વીકાર કરવામાં છે. જ્યારે તમો મતભેદોનું જાણો છો, ત્યારે બધાના પ્રતિનિધિત્વને વળગી રહેવું એ મુર્ખાઈ છે. એ બહાનું કાઢીને ભાદરવા સુદી પંચમીની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિમાં માનનાર અને તે મુજબ વર્તન કરનાર મારી સાથે શાસ્ત્રાર્થ કરવામાં ઢીલ કરવી એ તદન નીચતા છે. હવે તમે તેને સત્ય માનીને ઢીલ કરો છો. તમે માત્ર દંભ કરો છો અને શાસ્ત્રાર્થ માટે વિહાર કરતા નથી. જો કે મધ્યસ્થ સ્થળે આવવું એ ન્યાય યુક્ત અને વ્યાજબી હતું, તો પણ તમે વિહાર કર્યો નહિં અને પ્રતિનિધિત્વ માટેની ખોટી માગણી કરી, કમીટિમાં ફેરફારો કર્યા તમારો એ દંભ ખુલ્લો પડી ગયો છે.
આનન્દ સાગર.