________________
૪૧૧ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ સમુદાયનું પ્રતિનિધિપણું હોય તો જ શાસ્ત્રાર્થ કરાય એ શાસ્ત્રીય નથી તેમજ વ્યાવહારિક પણ નથી. માટે ખોટું બહાનું શું કામ કાઢો છો? શું તમારા વડા ગુરૂઓએ બધા મદિરમાર્ગીઓનું પ્રતિનિધિપણું મેળવ્યા પછી જ સ્થાનકવાસી આદિની સાથે શાસ્ત્રાર્થ કર્યા હતા ? સ્થાનકવાસી વિગેરેથી પણ ઉતરતો દરજ્જો ન લો.
હું બીજાને આવવાની કે શાસ્ત્રાર્થ કરવાની મના કરતો નથી, તમો જીવાભાઈના જુઠા અને કલ્પિત લખાણને વળગ્યા છો, ને બન્ને પક્ષ વચ્ચે નક્કી થયેલ કરારને નાકબુલ કરો છો તે અન્યાય જ છે, અને મુનિકલ્યાણવિજયજી નક્કી થયેલ કમીટીના નામો ફેરવવાનું અને બધાનું પ્રતિનિધિપણું લઈને આવવાનું વિગેરે વાંધા કાઢે છે તે અન્યાય જ છે. તમો અને તમારા પ્રતિનિધિ બનેમાંથી કોઈએ શાસ્ત્રાર્થ માટે વિહાર કર્યો નથી, યોગ્ય પ્રતિનિધિત્વ, નામો ફેરવવાં આદિ પ્રપંચો રમી વખત ગુમાવ્યો, અને માત્ર ડોળજ કર્યો, જુઠા પકડવાળા તમોને એમજ કરવું પડે, પણ શાસનપ્રેમીઓ હવે તમારો પ્રપંચ સમજ્યા છે અને નિઃશંકપણે ગુરૂવારની જ સંવચ્છરી સાચી માનશે અને કરશે એ ચોક્કસ થાય છે.
શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા છતાં તમારામાંથી કોઈ આવતું નથી, ને અસંભવિતસંમતિ લેવાની વાતો કરો છે. એ તમારી નબળાઈ જ છે પ્રતિનિધિપણું લીધા વિના પહેલેથી જ હું શાસ્ત્રાર્થ માટે તૈયાર હતો અને રહીશ.
એક અંશે પણ તમારામાં સચ્ચાઈ હોત તો આવાં બહાનાં નહિ કાઢતાં મધ્યસ્થાને આવ્યા હોત જામનગરથી વિહાર કર્યાને સોળ દિવસ થયા હતા તે ખરૂં જ છે.
જામનગર તા. ૧૨-૬-૩૭
આનન્દ સાગર
આચાર્ય સાગરાનન્દસૂરિજી
આચાર્ય શ્રી વિજય રામચંદ્ર સૂરિજીની આજ્ઞાથી જવાબ કાગળથી મોકલ્યો છે. પુના તા. ૧૫-૬-૩૭
કેશવલાલ માણેકલાલ રામચંદ્રસૂરિ શ્વેતાંબર જૈન મંદિર
પુના સિટિ તાર મળ્યો. તમારી ટપાલ અનામત રહેશે, જે મૌખિક શાસ્ત્રાર્થથી અપ્રામાણિકપણે ખસનાર અને વળી પોતાનું કામ બીજાને ભળાવનારની સાથે પત્રવ્યવહાર તમારા અસત્ય અને અવળાસવળા અર્થને કાબુમાં રાખવાનું નક્કી કરાયેલી કમીટિથી નીમાયેલ પંચ મારફત થશે, નહિ તો કોઈ પણ નિષ્પક્ષ નિર્ણય કરનાર મનુષ્યને સિદ્ધચક્રનું વાંચન મોટે ભાગે બસ છે. મેં પણ તેવી જ રીતે વીરશાસન અને જૈનપ્રવચન વાંચ્યાં છે.
જામનગર તા. ૧૬-૬-૩૬
આનન્દ સાગર