________________
૪૧૨ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ મુનિરાજશ્રી કલ્યાણવિજયજી તરફનો તાર-૧
અમદાવાદ, તા. ૫મી જૂન ૧ આચાર્ય શ્રી સાગરાનન્દ સૂરીશ્વરજી ' c/o પોપટલાલ ધારશીભાઈ જામનગર (નકલ) ૨ આચાર્ય શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ જામનગર
વન્દન સાથે જણાવવાનું કે મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલા પ્રતાપસીંહ મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરીના ખુલાસાઓ એવી ગેરસમજ ઉત્પન્ન કરનારાઓ છે કે હું સંવત્સરી સંબંધી ચર્ચા કરવાને અગર તેમાં ભાગ લેવાને તૈયાર હતો નહી, પરંતુ તે વાત સત્યથી વેગળી છે. હું તો હજુ પણ આખા શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે પણ ચર્ચા કરવાને તૈયાર છું.
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિ સૂરીશ્વરજી મહારાજની પાસે સંઘવી નગીનદાસ કરમચંદ, જીવતલાલ પરતાપસી અને ગિરધરલાલ છોટાલાલ વિગેરે ગૃહસ્થોએ આવીને જામનગરમાં તમારી તથા શ્રી વિજયનેમી સૂરીશ્વરજીની સાથે થયેલી વાતચીત જણાવી તથા અમો દ્રાફટ ઉપર સહી કરી આપીએ તો તમો અને શ્રી વિજયનેમી સૂરીજી ચર્ચા કરી નિષ્ઠપક્ષ શાસ્ત્રીય નિર્ણય ઉપર આવવા તૈયાર છો તેમ જણાવ્યું. અમે તો આ બાબતથી અત્યંત ખુશી થયા કારણ કે તેથી સમાજને ઘણો જ લાભ થાય. પૂજ્ય ગુરૂદેવે કહેલું કે કલ્યાણ વિજય જોગમાં છે એથી જ ખંભાત મોકલી શકાય તેમ નથી. જો ચર્ચાસ્થળ અમદાવાદ રાખો તો અમારા પ્રતિનિધિ તરીકે તે જરૂર ચર્ચા કરશે અને જો તમે અમદાવાદ નક્કી ન કરી શકો ને ચર્ચા ખંભાત કરવાની રાખો તો પણ અમને જે નિર્ણય આવે તે કબુલ છે. આમ સ્પષ્ટ કહીને જ સહી અમો બન્નેએ કરી હતી, આમ છતાં સાચી વાતને તે બંને ખુલાસાઓમાં છુપાવી દેવાઈ છે, તે અનિચ્છનીય છે. હજુ પણ હું મારા પૂજ્ય ગુરૂદેવની આજ્ઞાથી તમને જણાવું છું કે આપ રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને જલ્દી અમદાવાદ પધારો. હું આખાય શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છું. એ યાદ રાખશો કે તમારી અને મારી વચ્ચેની આ ચર્ચાનું જે પરિણામ આવશે તે શનિવાર અને રવિવાર બન્નેય સંવત્સરી પક્ષના સરવેને બંધનકારક જ ગણાશે. અમદાવાદ આવવાનું આમંત્રણ કરવાનું કારણ માત્ર એજ છે કે હજુ હું જોગમાં છું અને માત્ર તે જ કારણે અમદાવાદ છોડી શકું તેમ નથી.
અન્યથા બીજા સ્થળે આવવાને પણ હું તૈયાર થાત, આથી મારી વિજ્ઞપ્તિ છે કે અમદાવાદને ચર્ચાસ્થળ તરીકે કબુલ કરવાની આપ આનાકાની કરશો નહિ.
કલ્યાણવિજય આચાર્ય શ્રી સાગરાનન્દ સૂરીજીનો પ્રત્યુત્તર નં. - ૧
જામનગર તા. ૫ જૂન મુનિરાજ કલ્યાણવિજયજી દોશીવાડા પોલ વિદ્યાશાળા અમદાવાદ તાર મળ્યો. અનુવંદન શાસ્ત્રાર્થ માટે તમારી તૈયારી છે એ જાણી ઘણો ખુશી થયો છું. શેઠ જીવતલાલે ૧૭મી મેએ લખ્યું હતું કે તમે