________________
૪૧૦ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ . • • • • • • • •
કરાર તમારી અને વિજયનેમિસૂરિજીની સલાહ પ્રમાણે શુદ્ધ આશયથી ઘડાયો હતો કે જેના ઉપર પણ વયોવૃદ્ધ આચાર્યદેવ વિજય સિદ્ધિસૂરીશ્વરજીએ સહી કરી, પણ તમે બંને જણાએ તેનો અનાદર કર્યો અને એવો કરાર આગળ ધર્યો કે જે ત્રાહિત પાર્ટીથી પણ સ્વીકારી શકાય નહિ અને તેથી શાંત વાતાવરણના નાશના કારણ તમો બન્યા, ત્યારબાદ ૨૯-૫-૩૭ મુંબઈ સમાચારની જૈનચર્ચામાં જણાવેલ શરતો કબુલ કર્યા વગર કે જેની સાથે મારે કંઈપણ સંબંધ નહોતો, તેમાં દર્શાવેલી શરતો સ્વીકાર કર્યા વિના તમે ૩૧-૫-૩૭ મીએ ખોટી રીતે તાર કર્યો, જવાબમાં મેં તમારા બેઉની સહીથી જાહેર કરવાનું ધ્યાન ખેંચ્યું તમે તેને ગળી ગયા, અને કોઈપણ સંબંધ વગરની વાતને જણાવી. જવાબમાં મેં ફરીથી બેઉને સહી માટે તથા અસત્ય બોલવાનું છોડી દેવાનું ધ્યાન ખેંચ્યું, જેથી તમે તમારા ત્રીજા તારમાં જુઠી અને ખેદજનક બિનાઓ જણાવી. પછી મેં બીજા (તે પછીના) તારમાં જુઠાણા સામે ચેતવણી આપી, અને તમે વધારાના ખોટા આક્ષેપોથી જવાબ આપ્યો, જવાબમાં તમારે પોતાને હાથે મશ્કરી નહિ કરવાની મને ફરજ પડી, તો પણ તમારા છેલ્લા તારમાં તે બિનાઓને ના કહેવાની હિંમત કરી, અને તમારું પોતાનું સાચું છે, આ વાત ભાર મૂકીને કહી. ખરેખર એ દયાજનક છે. તમે જૈન ચર્ચામાં જણાવેલ હકીકતથી વિરુદ્ધ બિનાઓનો તાર કર્યો, બેઉની સહીઓ સંબંધી જણાવવાનું લક્ષ્ય નહિં આપ્યું. તા. ૩૧મી તારીખથી તાર શરૂ કરીને અને ૩જી તારીખે ૧૫ દિવસ ગુમાવ્યાનો આક્ષેપ કરો છો. બંને જાહેર કરવામાં નિષ્ફળ જાવ છો, અને પુનાથી નહિ ખસવાનો, શાસ્ત્રાર્થથી ખસવાનો આરોપ મુકો છો. આવા કારમાં જુઠાણાં તમારાથી જ સેવી શકાય?
જો તમારી આખી રવિવારની પાર્ટીના ખરેખર પ્રતિનિધિ તરીકે થવાનો દેખાવ ખરેખર સાચો જ હોય, ને જો તમે તમારા અને તમારી પાર્ટીઓના અભિપ્રાય (મત) સત્ય સાબીત કરવા શાસ્ત્રાર્થ માટે તૈયાર રહો, તો ખોટી તારબાજી કરીને પૈસાનો નિરર્થક વ્યય કરવાનું છોડી દો, અને નીચેની સૂચનાઓ ગ્રહણ કરો. તમને અને વિજયને મસૂરીજીને શનિવારની પાર્ટીના પ્રતિનિધિ મુની શ્રી કલ્યાણવિજયજી જે પ્રમાણે જણાવે છે તે પ્રમાણે સાચુ સમજીને વર્તો (સાચા દીલથી અમલ કરો)
કેશવલાલ માણેકલાલ પુના તા. ૧૦-૬-૩૭
રામચંદ્રસૂરિજી,
પુના
અન્ય કોઈની પણ દરકાર કર્યા વિના હું વર્ષોથી પરંપરા અને શાસ્ત્રને આધારે પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિની માફક ભાદરવા સુદિ. ૫ ની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ માનનાર અને કરનારો છું, અને શાસ્ત્રાર્થથી સાબીત કરવા તમને મધ્યસ્થલ સુરત આવવાનું અને મુનિકલ્યાણવિજયજીને તમે પ્રતિનિધિ નીમો છો તેમને મધ્યસ્થળ ચોટીલે આવવાના અનેક વખત પ્રયત્નો કર્યા છતાં પૂનેથી તમે ન ખસ્યા, અને અમદાવાદથી મુનિકલ્યાણવિજયજી ન ખસ્યા, એ અયોગ્ય છે.