________________
૪૦૯
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
નથી. જુઠા થયેલ વળગી એકપક્ષ (૧૫ દિવસ) વિહાર કરી ગુમાવી દેવામાં આવ્યું છે તેથી તમો મારી સાથે સંવચ્છરીનો શાસ્ત્રાર્થ કરવા બીલ્કુલ તૈયાર નથી એમ સ્પષ્ટ થાય છે.
આનન્દ સાગર જામનગર. તા. ૩-૬-૩૭
સાગરાનન્દસૂરિજી જામનગર
રામચંદ્રસૂરીશ્વરજી નીચે પ્રમાણે તમોને જણાવવા મને ફરમાવે છે. તમારો ૩જી જૂનનો તાર મળ્યો, એ અત્યંત દિલગીરી ભરેલું છે. કે તમે જાણી જોઈને મારા તારના તાત્પર્યને અડતા નથી અને નકામી અને અસત્ય બિના ચર્ચો છો જે સ્પષ્ટ રીતે સાબીત કરે છે કે તમે ફક્ત સંવચ્છરીના સમાધાનના બહાના (ડોળ) નીચે શાસ્રાર્થનો જુઠો દેખાવ કરવાની મનોવૃત્તિ ધરાવો છો.
પુના કેમ્પ ૪-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
આચાર્ય રામચંદ્રસૂરિ પુનાસીટિ
તાર મળ્યો, જુઠા કરારને વળગ્યા, શાસ્ત્રાર્થથી ખસ્યા, પુનાથી ખસ્યા નહિ અને જીવાભાઈને મોકલ્યા નહિ. આ બધું તમને જ શોભે.
જામનગર તા. ૫-૬-૩૭ આનન્દસાગર
આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી જામનગર
રામચંદ્રસૂરિજી તમને જણાવવા મને ફરમાવે છે કે તમારો છેલ્લો તાર જોઈ મને ખેદ થયો છે (?) કે તમારા પોતાના હાથે તમારા જેવાની મશ્કરી કરાવવા સિવાય બીજું કંઈ નથી.
પુના ૫-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
શ્રી રામચંદ્રસૂરિજી પુના સીટી
મશ્કરી હતી જ નહિ, માત્ર સત્ય હકીકત જ જણાવી હતી.
જામનગર આનન્દ સાગર તા. ૮-૬-૩૭
આચાર્ય શ્રી આનન્દ સાગરસૂરિજી જામનગર
વિજય રામચંદ્રસૂરિજી તમને જણાવવા મને નીચે પ્રમાણે ફરમાવે છે.
તાર મળ્યો. સંવચ્છરી ચર્ચા ફક્ત તમારે અને મારા વચ્ચે નથી, પણ બધા સાધુ સમુદાયને લાગુ પડે છે અને તો પણ રવિવાર પક્ષના કોઈના પણ પ્રતિનિધિપણા સિવાય જાણે એના પ્રતિનિધિ હો એ પ્રમાણે તમે તાર કરો છો તેથી તમારી જાતને હાસ્યજનક બનાવો છો આ વસ્તુ તમો ન સમજી શકતા હો તેનું કારણ તમે કોઈના હથિયાર બન્યા હો એ પણ હોય.