________________
૪૦૮ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ આવ્યા, પણ તમો અને વિજયનેમિસૂરિજીએ તે કરાર પર સહી કરવાની ના પાડી, તેથી જીવાભાઈને તે પોતાના પ્રયત્નો છોડી દેવાની ફરજ (જરૂર) પડી હતી, હું આટલું (અહિં સુધી) જાણું છું.
કેશવલાલ માણેકલાલ
પુના આચાર્યશ્રી રામચંદ્રસૂરિ
તાર મળ્યો, રાજકોટ, ખંભાત, વડોદરા કે સુરતમાંથી સંવચ્છરીના નિર્ણય માટે સ્થાન પસંદ કરી વિહાર કરી તાર કરો. હું આવું, તમારું અને મારુ વાદી પ્રતિવાદીપણું નક્કી છે. મારા પહેલા તાર મુજબ નવ સદ્ગૃહસ્થોના નીમેલ પંડિત અને સરપંચ રહેશે ફરીથી જણાવું છું કે જીવાભાઈની સાથે આવેલ સહીવાળો કાગળ જીવાભાઈ, નગીનભાઈ, પોપટભાઈ અને ગિરધરભાઈની સાથે નક્કી થયેલ કરારથી ઉલટો જ હતો.
તા. ૧-૬-૩૭ અલીયાબાડા આનન્દ સાગર આનન્દસાગરસૂરીશ્વરજી
અલીયાબાડા તા. ર૬-૩૭ રામચંદ્રસૂરિજી તમને જણાવવા માટે મને ફરમાવે છે - તાર મળ્યો, મારા તારનો જવાબ નહીં જણાવવાથી (દેખાવાથી) દિલગીર છું. જીવાભાઈએ આણેલો મુસદો શરતોથી જુદો હતો કે નહિ તે તમારે જીવાભાઈની સમક્ષ સાબીત કરવાનું છે. મુંબઈ સમાચાર જૈનચર્ચાના લેખ ઉપર તમે મને તાર કર્યો જે હું ખુશીથી સ્વીકારું છું. તમે તેનો જવાબવાળી શક્યા નથી. હજી પણ જો તમે અને વિજયનેમિસૂરિજી તે પ્રમાણે જાહેર કરો તો હું સુરત આવવાને મારું બનતું સઘળું કરીશ, મહેરબાની કરીને મને બેઉની સહીઓ સાથે જણાવો.
પુના કેમ્પ ૨-૬-૩૭ કેશવલાલ માણેકલાલ રામચંદ્રસૂરિ, વેતાલપેઠ જૈનમૂર્તિપૂજકમન્દિર પુનાસીટી,
જીવાભાઈ, નગીનભાઈ, ગીરધરભાઈ, પોપટભાઈ, સમક્ષ નક્કી થયેલ કરારથી અમોને વિહાર કરાવ્યા પછી અહિંના કરારની માગણીથી મુંબઈથી આવેલ કાગળ ઉલટો અને ખાનગી શરતવાળો હોઈ, અન્યાયી હતો એમ વણથલીમાં ઘણા માણસો વચ્ચે પુરવાર કરવામાં આવ્યું હતું, અને મૂલ કરાર ઉપર સહી લાવવાને કોઈપણ તૈયાર ન હતું. એ સત્ય જીવાભાઈને મોકલો તો હજીપણ ઘણાની હાજરીમાં સાબીત કરી શકાય એમ છે. બે તારથી તમને વિહાર કરવા સૂચવ્યા છતાં ઉત્તર નથી. શનિવારના લેખના ઓઠા તળે ખોટાં બહાનાં લઈ તમારી જોખમદારીમાંથી છટકી જઈ તમે પુનાથી વિહાર કર્યો