________________
બુધવારીયાની છાવણીનાં નોખા રસ્તા - પરંપરા અને શાસ્ત્રને માનનારાઓ જ્યારે રવિવારે સવચ્છરી કરી છે અને આ ગુરૂવારની સંવચ્છરી કરવાના નિર્ણયવાળા છે તેની સામે શનિવારે સંવચ્છરી જેઓએ
પરંપરા અને શાસ્ત્રોના વચનોથી વિરૂદ્ધપણે કરી છે તેઓ અને બુધવારે તેવી જ જ રીતે જેઓ કરવા માંગે છે તેઓની છાવણીના રસ્તા જુદા પડ્યા છે.
૧ કેટલાકો પૂનમના ક્ષયે તેનું તપ ચૌદશે કરી લેવું એટલે ચૌદશ-પૂનમ ! ભેગાં કરવાં એમ કહે છે.
૨ કેટલાકી પૂનમના ક્ષયે તેની તપસ્યા તેરસે કરવી એમ કહી તેરસે પૂનમ A માનવાનું જણાવી ચૌદસ પહેલાં પૂનમ માની લેવા સૂચવે છે.
૩ કેટલાકો પૂનમના ક્ષયે બારતિથિની જગ્યા પર અગ્યારતિથિ માનવાનું કહી અગ્યાર તિથિ શીલ પાળવાની આજ્ઞાને નામે દુવાઈ ફેરવે છે.
૪ કેટલાકો પૂનમના ક્ષયે પુનમનું પૌષધ આદિ કાર્ય તેરસને કે ચૌદશને ન અટકાવતાં પડવે કરવાનું કહે છે. જે દિવસે પૂનમનો ઉદય સમાપ્તિ કે ભોગ એક્ટ નથી.
૫ કેટલાક રૂપૈયામાં આનો સમાવવાના મતના છે. જો તેઓ સંવચ્છરીમાં બધું સમાવી ન દે.
આ બધા બુધવારીયાની છાવણીના રસ્તા વિર (કથીર) શાસનના વાચકોને આ માલમ જ છે.
તા.ક. :- ઉદયવાળી તિથિ ન કરે તો આજ્ઞાભંગ આદિ દોષો બોલનારાઓ ક્ષયમાં વગર ઉદયે અને વૃદ્ધિમાં ઉદયને ખસેડી કેમ આરાધના કરે છે ? સમજો કે ઉદયનો સિદ્ધાંત ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાયમાં છે. ચૌદશના ક્ષયે તેરસે તેરસનો જ ઉદય ને સમાપ્તિ છે છતાં તેને ચૌદશ કેમ મનાય છે? બેસતી તિથિ માને તેને આ માટે આશાભંગાદિ દોષો છે.