________________
શ્રી સિદ્ધચક્ર
૩૯૦
સત્તા કે નથી તમારો ભવ સુધારી દેવાની સત્તા!!! તો પણ એ પથરા તમોને પ્યારા છે, અને તેની બાકી પડે તે માટે તમે ઉંચા નીચા થઇ જાઓ છો!!
જો માટીના રણ અંગે બાકીને માટે તમારી આ સ્થિતિ છે તો અહીં ધર્મરૂપી દૈવ દ્રવ્યના સંબંધમાં જે મોટી બાકી પડે છે તેની તમોને કેટલી કિંમત હોવી જોઈએ ? જો એ બાકીની તમોને કિંમત ન હોય તો તેનો અર્થ એટલો જ છે કે તમે ધર્મની કિંમત સમજ્યા જ નથી. તમારે મન તો ધર્મ એ એક ફુરસદની વસ્તુજ છે ! કાળા મહેલમાં રહેનારા શ્રાવકો આજ દૃષ્ટિને લક્ષમાં રાખીને પોતે મેળવેલા સ્થાનને ગાતા ન હતા. પરંતુ પોતાનું આટલું બાકી રહ્યું છે, એવું વિચારીને તે માટેજ ચિંતાશીલ રહેતા હતા. વ્યવહારમાં તમે જે પૈસા વસુલ આવે છે તે ખાતામાં વસુલ લઇ લો છો, જે આવ્યું તે લાભ માનો છો અને પામ્યાને અંગે જન્મ કૃતાર્થ સમજો છો તેજ પ્રમાણે અહીં દેશ, ક્ષેત્ર, સર્વવિરતિ વગેરે પામ્યા હો તે માટે તમારો મનુષ્યભવ સારો ગણો તો તે વાસ્તવીક છે, પરંતુ તેથી તમે ખાતાવહીમાં લાખના લેણામાંથી વીશહજાર આવતાં જે એંસી હજારની બાકી રહે છે તેને તમે ભૂલી શકતા નથી.
લાખ રૂપીયાના લેણામાં વીસ હજાર રૂપીયાની તમારી રકમ વસુલ થાય તેથી તમે ઠેકઠેકાણે વસુલાત થઇ છે એમ કહેતા ફરતા નથી. પરંતુ તે સાથે તમે એ વીસ હજાર ભૂલી પણ જઈ શકતા નથી. તમારા એ વીસ હજાર તમારે તમારા ચોપડામાં જમા તો લેવા જ પડે છે. એ જ પ્રમાણે તમે પણ એમ તો ખુશીથી કહી શકો છો કે જીનેશ્વરદેવની તમોને શ્રદ્ધા થઈ, તમે શ્રીજીનેશ્વરદેવનો ધર્મ પામ્યા, તમે એ પંથે તમારાથી શક્ય એટલી પ્રગતિ કરી, એથી તમારો માનવભવ સફળ થયો છે, પરંતુ તેથી તમે તમારા ખાતાની
તા. ૮-૬-૧૯૩૭
એંસી હજારની બાકી રૂપ જે અનેક બાકી ક્રિયાઓરૂપ ધર્માચરણ કરવાનું છે તે તો કદાપિ પણ ભૂલી શકવાના નથી. તમે આ વાત સારી રીતે સમજશો એટલે પેલા ચાર શ્રાવકો તેમને પોતાને અધર્મી કેમ માનતા હતા તેનો સારી રીતે ખ્યાલ કરી શકશો. એ ચાર શ્રાવકો એ વાત સારી રીતે... જાણતા હતા કે પોતે સમકીતી છે, બાર વ્રતવાળા છે. ધર્મારાધનમાં ચુસ્તપણે અનુસરવાવાળા છે. પરંતુ તે છતાં મોહમાર્ગની નીસરણીએ હજી તેઓ નીચેને જ પગથીયે ઉભા છે અને તેર પગથીયાં બાકી જ છે.
પહેલે પગથીયે તમે ઉભા રહો છો અને તમારે ચૌદમે પગથીયે ચઢવું છે એનો અર્થ એ કે તમે જે ક્યું છે તે માત્ર નામનું જ છે અને હજી તો તમારે ઘણું કરવાનું બાકી છે. આ ઘણું કરવાનું તમે નથી કરી શક્યા તેટલો અધર્મ જ છે અને તમારૂં દેવું હજી એટલું બધું બાકી છે કે જે તમો સાધારણ રીતે કહીએ તો ન ભરી શકો એટલું છે. સિદ્ધ પણામાં જે તત્ત્વ છે તે આપણું લેણું છે, એ આપણી કુલ રકમ છે, હવે એ હિસાબે વિચાર કરો કે તમોએ જે મેળવ્યું છે તે કેટલામો ભાગ છે ? અને તમારી જે વસુલાત બાકી છે તે કેટલામો ભાગ છે ? તમે કેટલું મેળવ્યું છે અને તમારે કેટલું મેળવવું છે ? એ મેળવવાની જે રકમો બાકી છે તેટલા આપણે ધર્મથી છેટા છીએ. પેલા ચાર શ્રાવકોના હૃદયમાં આજ ધારણા ઘર કરીને બેઠી હતી અને તેથી જ તેમણે પોતાને અધર્મી જણાવ્યા હતા. આ ચાર શ્રાવકો બિચારા પોતે ધર્મારાધન કરતા હોવા છતાં પોતે જ પોતાને અધર્મી ગણાવતા હતા, ત્યારે આજે તો દુનિયા જ અધર્મી થઈ ગઈ છે. એવી સુધરેલી ગાળ દેવાની રીત તમે શોધી કાઢી છે. આ તમારૂં કામ કેટલે દરજ્જે વ્યાજબી છે તે તમારે પોતાને જ વિચારવાનું છે.
(અપૂર્ણ)