________________
ગુરૂવારની સંવચ્છરીવાળાઓની એક નવીન યુક્તિ
શ્રીતપાગચ્છની પરંપરા અને પૂર્વાચાર્યના ચૌદશના ક્ષયે તેરસનું નામ ન લેતાં ચૌદશ જ ગણવી તથા કહેવી એવો તેમજ પાંચમ કરતાં પૂનમના તપને ૪ માટે જુદો તથા દ્વિવચનવાળો ઉત્તર છે એવા અનેક વચનોથી પૂનમ જેવા બીજા પર્વના ક્ષયે તેનાથી પહેલાના તેરસ જેવા અપર્વનો ક્ષય થાય છે, તેમજ અગ્યારસ અને અમાવાસ્યાની વૃદ્ધિમાં બીજી અગ્યારસ અને અમાવાસ્યાને જ ઔદયિકા , એટલે ઉદયવાળી ગણીને પહેલાની વધેલી તિથિને ઉદયવાળી જ ગણી નથી તેથી પર્વની વૃદ્ધિએ પહેલાની અપર્વતિથિની જ વૃદ્ધિ થાય છે અને તે જ કારણથી પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરાય છે તે પ્રમાણે ભાદરવા સુદ પાંચમના ક્ષયે કે વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજનો જ ક્ષય કે વૃદ્ધિ કરવાં પડે. આ વાત ઘણી વખત નક્કી થઈ ચૂકી છે, પણ હમણાં એક સુજ્ઞ શ્રદ્ધાલુગૃહસ્થ જણાવેલ છે તે વિચારવા જેવું છે, તે જણાવે છે કે અત્યારે પાંચમ ચાલતી હોય, શ્રી જ કાલકાચાર્ય મહારાજ હાજર હોય, અને શાતવાહન જેવાની જરૂરી વિનંતી હોય તો તે શુક્રવારની પાંચમથી હઠાવીને ગુરૂવારે જ આવે એ ચોકખું છે. અર્થાત્ મUIPયા એ વિશેષણ આપીને ચોથ કહી છે એનો અર્થ પણ પાંચમથી એક તિથિ જ પહેલાં જેમ લેવું તેમ એકજ દિવસ પહેલાં લેવું વ્યાજબી છે. પરંપરા
અને શાસ્ત્રને અનુસરનારાઓને તો ત્રીજની વૃદ્ધિ અને ક્ષય થવાથી એક તિથિ વે અને એક દિવસ જ આગળ થશે. પણ ભેગી કહેનારા તથા ખોખું માનનારાઓને .
ચોથ પાંચમ ભેગી માનવાથી એક તિથિ એ આગળ ન રહે અને પહેલી પાંચમને ખોખું માનવાથી એક દિવસ આગળ પણ નહિ રહે. માટે ગુરૂવારે આ વર્ષે સંવર્ચ્યુરી કરવી એજ યોગ્ય છે. - તા.ક. - સૂર્યના ઉદયવાળી તિથિ માનવી એ બેસતી તિથિ માનવાના ખંડન માટે છે, ક્ષયમાં ઉદય ન હોય છતાં તિથિ મનાય છે, અને વૃદ્ધિમાં પહેલે દિવસે 3 ઉદય હોય છતાં તે નથી મનાતો, યાદ રાખવું કે - કલ્યાણક તિથિ પર્વ છે પણ આ
અનેક કલ્યાણકો સાથે પણ હોય છે.