________________
૩૮૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ છે અને દેહની સમાધિથી જ પ્રાયે શુભધ્યાન થાય છે, માટે ધર્મને પીડા ન થાય તેવી રીતે દેહની સમાધિમાં પ્રયત્ન કરવો, નહિંતર છેવટનું સંઘયણ હોવાથી ધૈર્ય અને ધૃતિથી રહિત એવા દુર્બળમનવાળાને દેહની અસમાધિ હોય તો શુભધ્યાન તો ક્યાંથી હોય ? શુભધ્યાન ન હોય તો નક્કી તેને લેગ્યા પણ અશુભ થાય, અને તેથી પરભવમાં પણ અશુભલેશ્યામાં જ ઉપજે, માટે ગીતાર્થે શાસ્ત્રની આજ્ઞા મુજબ સર્વપ્રયત્નથી અનશનવાળાને શુભધ્યાન મેળવી દેવું. અપ્રતિપાતિત ભાવવાળો તે અનશનવાળો સાધુ પણ દુઃખે મળવાવાળા વિરતિભાવના રક્ષણ માટે તે તે ક્રિયાઓ તે બીજા સાધુઓ દ્વાર પણ કરે, એ અનશનવાળો સાધુ બીજા પાસે ક્રિયા કરાવે તો પણ શાસ્ત્રના વચનોમાં બહુમાનવાળો અને સંસારથી વિરક્ત એવો હોવાથી જિનેશ્વરોએ તે વખત આરાધક કહેલો છે. જે માટે તે સાધુ હંમેશાં પણ ભાવે કરીને પ્રાય સંવિગ્નપાક્ષિક હોય છે. અસંવિગ્નપાક્ષિક તો મરણ વખતે પણ વિરતિરત્નને પામે નહિ. સંવિગ્નપાક્ષિક પણ શિથિલાચારી અપ્લાય આદિના પરિભોગોમાં કાયાથી પ્રમાદને લીધે પ્રવર્યો હોય તો પણ પુરૂષને વિષે રંગાયેલી કુલવતી સ્ત્રીની માફક પૈર્યમાં જ તલ્લીન હોય છે, અને તેથી તે સંવિગ્નપાક્ષિક પણ ધાર્મિક જ મનાય છે. મરણનું નિમિત્ત મળતાં શુભભાવની વૃદ્ધિથી તે ધર્મની તલ્લીનતાને લીધે જ કોઈક ભાગ્યશાળી સંવિગ્નપાક્ષિક વિરતિને પણ પામે છે, પણ જે કિલષ્ટ્રચિત્તવાળો, શાસ્ત્રથી નિરપેક્ષ, સર્વત્ર અનર્થદંડ કરનારો અને તે તે પ્રકારે લિંગને લજવનારો માત્ર સાધુવેષધારી અસંવિગ્નપાક્ષિક હોય તે તો મરણકાળે પણ વિરતિરત્નને પામતો નથી. શંકા કરે છે કે સાધુ છતાં કિલચિત્ત આદિ દોષોવાળો કેમ હોય? ઉત્તરમાં કહે છે કે અત્યંત ભારે કર્મિપણાને લીધે પ્રાયે તેવો હોય, તેમજ તે ઘણા ભાગે દ્રવ્ય શ્રમણ હોય. ભારે કર્મથી પ્રમાદ થાય અને તે પ્રમાદ અત્યંત અધમ છે, કેમકે તે પ્રમાદથી અનેક ચૌદપૂર્વ આત્માઓ પણ અનંતકાયમાં રહે છે. જ્ઞાન મળવું મુશ્કેલ છે, જ્ઞાન મળ્યા પછી પણ ભાવના થવી અને રહેવી મુશ્કેલ છે, અને ભાવિતબુદ્ધિવાળો પણ જીવ વિષયોથી મહામુશ્કેલીથી વૈરાગ્ય પામે છે. કેટલાક તો ચારિત્રમોહનીયના ક્ષયોપશમ વગરના જ દીક્ષિતો પહેલેથી જ હોય છે, તેઓ પછીથી પણ ચારિત્ર પરિણામને પામતા નથી. મિથ્યાદ્રષ્ટિઓ પણ કેટલાક શાસનમાં દ્રવ્યલિંગ ધારણ કરવાવાળા બને છે અને તેથી કિલષ્ટ્રચિત્તઆદિ દોષો તેવા સાધુઓને કેમ ન હોય ? અણશણના અધિકારમાં જે આહાર છોડવાનો કહ્યો છે તે માત્ર ઉપલક્ષણથી જ છે અને તેથી ઉપયોગવાળો સાધુ સર્વ ભાવશલ્યને પણ વોસિરાવેજ. સંવેગની તીવ્રતાથી મરણકાળે પોતાના આત્માને નિર્મળભાવવાળો જીવ શરીર આદિથી ભિન્નપણે માને અને તે જ આરાધક કહેવાય છે. વળી જે સર્વ મમતાનો ત્યાગ કરનાર, જીવન અને મરણમાં મધ્યસ્થ અને ચારિત્રના પરિણામે સહિત હોય તેને તીર્થંકર-ગણધરોએ આરાધક કહેલો છે.
તે આરાધના કરનારો પ્રથમ શિથિલાચારી છતાં સંવિગ્ન પાક્ષિક હોવાથી તે વખતે પણ થયેલ ચારિત્રના પરિણામથી જ પહેલાં કરેલાં દુષ્કતકર્મોને ખપાવીને, બીજો શુદ્ધજન્મ મેળવે છે અને ફરી પણ તે શુદ્ધજન્મમાં ચારિત્રને લાયક થાય છે. આ આરાધક ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય એમ ત્રણ પ્રકારે છે. તેમનો જે વિશેષ તે વેશ્યાદ્વારાએ સ્પષ્ટ કહું છું. શુક્લલેશ્યામાં ઉત્કૃષ્ટ અંશ પરિણમાવીને જે મરે તે નક્કી ઉત્કૃષ્ટ આરાધક થાય. પછી શુક્લલશ્યાના જધન્ય મધ્યમ અંશો તેમજ પવૅલેશ્યાના અંશોને પરિણમાવીને જે મરે તેને વીતરાગોએ મધ્યમ આરાધક કહેલો છે. તેજલેશ્યાના અંશને પરિણાવીને જે મરે તે આ શાસનમાં જધન્ય આરાધક ગણાય છે. આવી રીતે કહેલો આરાધક સમ્યકત્વ આદિ સહિત