________________
: : : : : :
૩૮૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ જ જાણવો. એકલી લેશ્યામાત્રથી આરાધક જાણવો નહિ, કેમકે તે વેશ્યા તો અભવ્યદેવતાઓને પણ હોય છે.
आराहगो १६९८, आराहि १६९९, सव्वण्णु १७००, एयाणि १७०१, एयाणि १७०२, एयाणि १७०३, एयाणि १७०४, एयाणि १७०५, जा उण १७०६, एत्थवि १७०७, जम्हा १७०८, सुअ १७०९, सुत्तेण १७१०, तीअ १७११, आगम १७१२, एवं १७१३, इअ १७१४, गाहगगं १७१५. ।
આરાધક જીવ આરાધકપણાથી જ પાપોને ખપાવીને વિશુદ્ધ જન્મવાળો અને ફરી પણ ચારિત્રને લાયક થાય છે. એવી રીતે આરાધના કરીને સાત આઠ ભવની અંદર જ રૈલોક્યના મસ્તક ઉપર રહેલા એવા નક્કી સિદ્ધિપદને પામે છે. વળી તે સિદ્ધ ભગવાન ત્યાં હંમેશાં સર્વજ્ઞ, સર્વદશ, અનુપમ સુખવાળા અને જન્માદિદોષે કરીને રહિતપણે રહે છે. આગમપ્રમાણે આ પાંચ વસ્તુને સમ્યક્ આરાધીને અતીતકાલમાં અનંતા જીવો કલેશનો નાશ કરીને સિદ્ધિપદને પામ્યા. એ પાંચ વસ્તુ આગમ પ્રમાણે સમ્યક્ આરાધીને વર્તમાનમાં પણ સમયક્ષેત્રમાં સંખ્યાતા જીવો સિદ્ધિપદને પામે છે. એ પાંચવસ્તુ આગમ પ્રમાણે સમ્યમ્ આરાધીને ભવિષ્યકાળમાં અનંતા જીવો જરૂર મોક્ષે જશે. એવી જ રીતે સંસારમાં પાંચ વસ્તુને વિરાધીને અનેક જીવો સંસારને વધારવાવાળા થયા છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આવી રીતે પાંચ વસ્તુની આરાધના વિરાધનાનું ફળ જાણીને તેની આરાધના માટે જ હંમેશા પ્રયત્ન કરવો, કેમકે આ સંસાર સમુદ્રથી તરવાનો આ પાંચવસ્તુ વિના બીજો ઉપાય જ નથી, આ પાંચવસ્તુમાં પણ ભવ્યજીવોએ શ્રદ્ધાસંપન્નપણે આગમની પરતંત્રતા તેજ સર્વથા મૂળ સમજવું. જે માટે આ ધર્મમાર્ગમાં છઘસ્થાને આગમ સિવાય બીજી વસ્તુ પ્રમાણભૂત હોતી જ નથી, માટે આગમની અંદર જ પ્રયત્ન કરવો. સિદ્ધાંતમાં નહિં કહેલાં એવાં અનુષ્ઠાનોમાં લીન એવા મનુષ્યો તેવા પ્રકારના ભૃતબાહ્ય એવા અગીતાર્યાદિકને નિર્ણયમાં પ્રામાણિક કરતા હોવાને લીધે રાંકડાઓ જિનેશ્વરોની પ્રામાણિકતાને સમજતા નથી. જે મનુષ્ય પોતાની સરખા પ્રમાદીઓને ઉદાહરણ તરીકે લઈને સૂત્રોક્ત એવા વચનોથી ઘેરાયેલા છતાં પણ સૂત્રોક્ત અનુષ્ઠાનાદિક અંગીકાર ન કરે તે મનુષ્ય પરમાર્થમાર્ગથી બહાર છે અને તેવો મનુષ્ય ધર્મમાં અધિકારી થતો નથી.
વર્તમાનકાલના સાધુઓની ક્રિયાની ન્યૂનતા દેખવાથી ભૂતકાળના બહુશ્રુતોએ પણ વંદન, કાર્યોત્સર્ગ આદિ નહિં કર્યું હોય, અથવા કેવી રીતે કર્યું હશે? એવું કઠિન વ્રત પ્રામાણિક નથી. કારણ કે વર્તમાનમાં પણ કાલદોષથી શુદ્ધક્રિયા કંઈક કંઈક અંશે દેખાય છે, તેટલા માટે અપ્રમત્તોએ સિદ્ધિપદની ઈચ્છાપૂર્વક સર્વ અનુષ્ઠાન આગમની આધીનતાએ જ કરવું જોઈએ. એવી રીતે શક્તિ મુજબ થોડા પણ વંદનાદિ અનુષ્ઠાનને ક્રિયા દ્વારા કરનારાઓએ શ્રદ્ધા અને અનુમોદનાથી બાકીનું અશક્ય એવું પણ ધ્યાનાદિ અનુષ્ઠાન ભાવપ્રવૃત્તિથી કર્યું છે એમ સમજવું. આવી રીતે આ પંચવસ્તુ નામનો પ્રકરણગ્રંથ અગાધ એવા શ્રુતસમુદ્રથી મોક્ષપ્રાપ્તિની ઈચ્છાએ મારા સ્મરણને માટે ઉદ્ધર્યો છે. આ પ્રકરણમાં ગણતરી કરીને શિષ્યના હિતને માટે ૧૭૧૫ ગાથાનું પરિમાણ થાપેલું છે.
इतिश्रीहरिभद्राचार्यकृतपञ्चवस्तुप्रकरणभाषांतरं समाप्तम्