________________
३८०
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭
કહેવાય. વળી જે સાચી રીતે કે કપટભાવે બીજાને મુંઝવે અને સમયાંતરે તેને જ મુંઝવીને આધીન
કરી લે તે મોહભાવના.
આ ભાવનાઓને ભાવવાવાળો સાધુ જો સંયમવાળો હોય તો દુષ્ટ દેવોમાં જાય છે અને ત્યાંથી ચ્યવ્યો થકો પણ અનંતા સંસારસમુદ્રમાં રખડે છે - ચારિત્રના વિઘ્નભૂત એવી આ ભાવનાઓને સર્વથા છોડે અને એવી ભાવનાઓને છોડવાથી જ સમ્યક્ચરણને પણ પામે.
आह १६३३, ववहार १६६४, अक्खंड १६६५, जो १६६६, कंदप्पा १६६७, किंतु १६६८, एआण १६६९, कय १६७०.
શંકા કહે છે કે એ કાંદર્ષિકી વગેરે ભાવનાઓ ચારિત્રની વિરુદ્ધ નથી, કેમકે અહીં જ કહેવામાં આવ્યું છે કે જે સંજત હોય અને તેવી ભાવનાઓ કરે તો પણ તેવા અસુર આદિ પ્રકારના દેવતામાં જાય, અને ચારિત્રરહિત હોય તે સાધુઓને તો દેવલોકની ભજના જાણવી ઈત્યાદિ કહ્યું છે. આવી શંકાનો ઉત્તર દે છે કે એ કાંદર્ષિકી આદિ ભાવનામાં વ્યવહારનયથી ચારિત્ર છે, કારણ કે તેવા અશુભ પરિણામ વગરનો પણ કોઈ કંદર્પાદિ ભાવના કરે, પણ નિશ્ચયનયે તો એ ભાવનામાં ચારિત્ર નથી, કારણ કે હંમેશાં ઉચિતપ્રવૃત્તિ હોય તો જ નિશ્ચયનયે અખંડ ગુણઠાણું માનેલું છે. સૂત્રમાં પણ જે માટે કહ્યું છે કે જે માણસ જે પ્રમાણે બોલે તે પ્રમાણે ન કરે તેના કરતાં બીજો મિથ્યાદ્રષ્ટિ કોણ ? કેમકે તે જુઠું બોલનાર અને તે બોલવાથી વિપરીત જુઠું કરનાર બીજાને શંકા કરતો મિથ્યાત્વને વધારે છે, અને શાસનમાં ચારિત્રની અંદર કરવા તો યોગ્ય પણે કંદર્પઆદિનો વાદ સંભળાતો નથી. માટે કંદર્પાદિનું સેવવું પણ ચારિત્રવાદને વિરાધનાર છે, પણ જે માટે ચારિત્રમાં પણ જાતિભેદે અસંખ્યાતા સંયમસ્થાનો કહ્યાં છે તેથી અહીયાં કદાચિત્ ભાવનાવાળા થયેલા હોય તો પણ તે ભાવનાઓ વર્જવી એમ કહેવામાં દોષ નથી, તેટલા માટે એ ભાવનાએ પહેલાં ભાવિત થયા હોય તેઓએ પણ ભાવપૂર્વક પશ્ચાતાપ આદિ કરીને અણશણ વખતે એ ભાવનાઓનો વિશેષે કરીને ત્યાગ કરવો જોઈએ. આ અધિકારમાં વિસ્તારથી સર્યું ! હવે સંક્ષેપથી સર્વનયે કરીને શુદ્ધ એવું ભક્ત પરિશાનામના અનશનનું બાકીનું વિધાન કહું છું. હવે તે જ શેષવિવિધ કહે છે;
वियउण १६७१, उव्वत्तइ १६७२, मेत्ती १६७३, सुह १६७४, इहरा १६७५, तय १६७६, तम्हा ૨૬૭૭, મોષ્ક્રિય ૧૬૭૮, તવ ૨૬૭૧, નં સો ૬૮૦, વિઘ્ન ૧૬૮o, તત્તો ૬૮૨, નો પુળ ૬૮૩, चोएइ, १६८४, गुरुकम्म १६८५, दुक्खं १६८६, अन्ने १६८७, मिच्छ १६८८, एत्थ १६८९, अण्णंपि १६९०, सव्वत्था १६९१, सो १६९२, एसो १६९३, सुक्काए १६९४, जे सेसा १६९५, तेऊ १६९६, एसो
१६९७.
આલોયણ લઈને, સંયમશુદ્ધિ કરીને, તે વખતને ઉચિત એવી સંલેખના કરીને, ત્રિવિધ અગર ચતુર્વિધ આહારનાં પચ્ચક્ખાણ કરે, ઉદવર્તન અને પરિવર્તન પોતાની મેળે કરે, ને કદાચ તે કરવામાં અસમર્થ હોય તો અપ્રતિબદ્ધપણે સમાધિ કરનાર એવું ઉર્તન બીજા સાધુઓ પાસે પણ કરાવે. વળી તીવ્ર પરિણામવાળો પરમસંવેગને પામેલો, શાસ્ત્રદ્વારાએ સત્ત્વ (જીવ) ગુણાધિક (અધિકગુણવાળા) કિલશ્યમાન (ખેદાતા, દુઃખી થતા) - અને અવિનેય (જેને સન્માર્ગે લાવી ન શકાય તેવા)માં જિનેન્દ્રવચનને અનુસરીને અનુક્રમે મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થભાવના અત્યંત વિચારે. શુભધ્યાનથી ધર્મ થાય