________________
શ્રી સિદ્ધચક્ર
(ગતાંકથી ચાલુ)
ગુરુમહાત્માઓની જાતીઆદીકે કરીને નિંદા કરે, હાંસી કરે, તેઓની સેવામાં હાજર ન રહે, તેઓને અહિત કરનારો થાય, તેમનાં છિદ્ર જુએ, કથંચિત્ પ્રમાદની સ્ખલના જો ગુરુની થઈ હોય તો લોકોની સમક્ષ બોલે, અને તેમનાથી પ્રતિકૂળ વર્તન કરે, તે ધર્માચાર્યનો અવર્ણવાદ કહેવાય માંહેમાંહે સહન ન કરતાં દેશાંતરે ચાલ્યા જાય છે. મંદમંદ ચાલે છે, ગુરુને અંગે પણ કઠોર પ્રકૃતિવાળા રહે છે, ક્ષણમાત્ર રાગદ્વેષવાળા થાય છે, ગૃહસ્થો તરફ પ્રેમ દર્શાવે છે અને સર્વનો સંગ્રહ કરે છે, એમ બોલવું તે સાધુનો અવર્ણવાદ કહેવાય.
૩૭૯
તા. ૮-૬-૧૯૩૭
પોતાના સ્વભાવને છૂપાવે, બીજાના છતા ગુણો પણ ઢાંકી દે, ચોરની માફક સર્વની શંકા કરતો ગૂઢ આચારવાળો હોય તે માયી કહેવાય. એ પાંચ પ્રકારે કિલ્બિષિકી ભાવના જાણવી. સૌભાગ્યની પ્રાપ્તિ માટે બાલકોને સ્નાન કરાવવું, હોમ કરાવવો, મસ્તક ઉપર હાથ ફેરવવો, રોગ શમાવવા લુણ બાળવું, યોગગર્ભિત ધૂપ કરવો, અનાર્ય આદિ વેષો કરવા, ઝાડ આદિને ચલાવવાં, ઉપદ્રવની શાંતિ માટે થૂત્કાર કરવો કે બંધમંત્રાદિકે બંધન કરવું તે કૌતુકકર્મ ગણાય. રાખ, માટી કે સૂતર વડે કરીને, મકાન, શરીર કે ભાજનઆદિની રક્ષા કરવી, અથવા અભિયોગ આદિ કરવા તે ભૂતિકર્મ કહેવાય. પૂછવું તે પ્રશ્ન અથવા જે પોતે અંગુઠામાં, કરડાયેલામાં, ચાટલામાં, તરવારમાં, પાણીમાં કે ભિંતવિગેરેમાં કલ્પવિશેષથી ક્રોધી કે શાંત થઈને જુએ અને તે દ્વારા ઉત્તર મેળવે તે પ્રશ્ન કહેવાય. સ્વપ્નમાં વિદ્યાએ કહેલું શુભાશુભ નિમિત્ત બીજાને કહે, ઘંટિકાયક્ષે કહેલું સાંભળી ડોમ્બિ બીજાને શુભાશુભ કહે છે તે પ્રશ્નાપ્રશ્ન કહેવાય. અતીત, વર્તમાન અને અનાગત ભેદે ત્રણ પ્રકારે શુભ અને અશુભનું નિમિત્ત હોય છે. આમાં શુભ અને અશુભપણું અધિકરણ થાય કે ન થાય તેની અપેક્ષાએ સમજવું. અર્થાત્ ફલની અપેક્ષાએ નહિં, માનસન્માનને માટે કૌતુકાદિને કરનારો અભિયોગિક કર્મ બાંધે છે, પણ અહંકાર રહિત શાસન-પ્રભાવના માટે અપવાદપદે તે કૌતુકાદિક કરે તો આરાધક થાય છે, ને તે કૌતુક આદિ કરનારો ઉંચ્ચગોત્ર બાંધે છે. હંમેશા ક્લેશ કરનારો, ક્લેશ કરીને પ્રશ્ચાતાપ નહિં કરનારો, અપરાધી અને નિરપરાધી બંનેને અંગે ખમાવ્યા છતાં પણ પ્રસન્ન નહિં થનારો જે જીવ તે ક્લેશી ગણાય છે. જેના પરિણામ આહાર, ઉપધિ અને શય્યામાં હંમેશાં લાગેલા રહે છે અને તે આહારઆદિકને માટે જ સાકાંક્ષપણે તપ અને ઉપધાન કરે છે તે સંતઋતપ કહીએ. નિમિત્તના ત્રણ ભેદોમાં એકેક નિમિત્ત સુખદુઃખાદિએ છ ભેદે છે. તે અભિમાન અને અભિનિવેશથી કહે તો આસુરીભાવના કહે છે. શક્તિમાન છતાં પણ પૃથ્વીઆદિકાયમાં જવા આવવામાં અત્યંત નિર્દય રહે અને તેમ કરીને પણ જે પશ્ચાતાપ ન કરે તે નિર્દય કહેવાય. દુઃખથી કંપતા બીજાને દેખીને કઠિન ભાવવાળો પોતે કંપે નહિ તેને વીતરાગોએ નિરનુકંપ કહેલો છે. પારમાર્થિકજ્ઞાનાદિમય માર્ગને જે દૂષિત કરનાર અને વિરુદ્ધ એવા માર્ગનો ઉપદેશ કરનાર એવો મનુષ્ય ઉન્માર્ગદેશક પોતાના અને પરના આત્માને અહિતકારી હોય છે. જ્ઞાનાદિ ત્રણ પ્રકારના માર્ગને જે દૂષિત કરે, સ્વભાવે મૂર્ખ છતાં પણ માર્ગ આચારનારાઓને દૂષિત કરે તે માર્ગદૂષક કહેવાય. વળી પંડિતમાની પોતાની તર્કશક્તિથી જ્ઞાનાદિમાર્ગને દૂષિત કરી, ઉન્માર્ગને પામે તે માર્ગવિપ્રતિપન્ન કહેવાય. મતિ વગેરેનો જુદા જુદા શાન અને ચારિત્રના ભેદોમાં મુંઝાય અથવા બીજાઓની ઘણા પ્રકારની ઋદ્ધિ દેખીને મુંઝાય તે પણ મોહભાવના