________________
८
શ્રી સિદ્ધચક્ર
માનવો જ પડે.
પ્રશ્ન ૮૪૨- બીજ આદિનો ક્ષય હોય ત્યારે તેને પહેલે દિવસે પડવો આદિ પણ માનીએ અને ક્ષય થયેલી પર્વતિથિ જે બીજ આદિ છે તે પણ માનીએ અર્થાત્ પડવા આદિને દિવસે પડવા આદિ પણ માનીએ પણ બીજ આદિ ક્ષય પામેલી પર્વતિથિ પણ માનીએ તો હરકત શી ? એટલે બીજ આદિ પર્વતિથિઓના ક્ષયે તેના પહેલાની પડવા આદિનો ક્ષય મનાય છે. તેના કરતાં તે પડવા આદિ તિથિઓ જે ઉદયવાળી છે તે પણ માનવી અને બીજ આદિ પર્વતિથિઓ અનુદયવાળી હોવાથી ક્ષીણ થયેલી છે તે પણ માનવી એમાં હરકત શી ? સમાધાન- મહાનુભાવ ! બીજ આદિ પર્વતિથિનો ક્ષય થયો હોય, ત્યારે પડવા આદિ તિથિ ઉદયવાળી છે, માટે તેનો ક્ષય ન માનવો અને બીજ આદિ પર્વતિથિ ઉદય વિનાની છે તેની આરાધના માનવી, તો પછી આખી બીજ આદિ પર્વતિથિને અંગે જેને સચિત્ત ત્યાગ અને શીલ પાળવા આદિનો પ્રતિબંધ છે અને પડવા આદિ અપર્વતિથિઓનો પ્રતિબંધ નથી, તે મનુષ્ય બીજ આદિના ક્ષયે પડવા આદિના દિવસે
સમાધાન- પડવા આદિ અપર્વતિથિ ઉદયવાળી છતાં તે આખી અપર્વ એવી પડવા આદિ તિથિને જ્યારે અખંડ બીજ આદિ પર્વતિથિ માની લીધી તો પછી પડવા આદિ અપર્વતિથિપણું રહ્યુંજ ક્યાં ? અર્થાત્ સ્પષ્ટ થયું કે બીજ આદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ અપર્વતિથિનો ક્ષય જ ગણ્યો
પ્રશ્ન ૮૪૫- બીજ આદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષય ગણવો અર્થાત તે દિવસે પડવા આદિ ન ગણવા એવો કોઈ શાસ્ત્રપાઠ છે ? સમાધાન-તત્ત્વતરંગપણીમાં ચતુર્દશીના ક્ષયનો પ્રસંગ લઈને લખે છે કે
कथं त्रयोदश्याः चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत् सत्यं, तत्र त्रयोदशीतिव्यपदेशस्याप्यसंभवात्, किंतु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्
તે સચિત્ત ત્યાગ આદિનો નિયમ અને અનિયમ કેવી અર્થાત્ શંકાકાર કહે છે કે તેરસને ચૌદશપણે માની
રીતે રાખે ?
લેવી તે શું ઠીક કહેવાય ? એવી શંકાના ઉત્તરમાં જણાવે છે કે તારૂં કથન ઠીક છે, પણ તે દિવસે (ક્ષીણ ચૌદશની પહેલાંની તેરસે) તેરસ એવો વ્યવહાર પણ અસંભવિત છે, કેમકે પ્રાયશ્ચિત્ત પૌષધ આદિ કાર્યોમાં (તે તેરસે) આજ ચૌદશ છે એમજ કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ક્ષય પામેલી બીજ આદિ પર્વતિથિની પહેલાંના પડવા આદિ અપર્વનો ક્ષય કરી તે દિવસે બીજ આદિ તિથિ કહેવાય. આ રીતે સ્પષ્ટ છે કે પૂનમના ક્ષયે તેરસને ચૌદશ અને ચૌદશને પૂનમ કહેવી પડે. વળી પૂનમનો ક્ષય હોય ત્યારે ચૌદશનો ભોગ તેરસે અને પૂનમનો ભોગ ચૌદશે હોય તેથી આરોપ નહિ ગણાય.
(ચાલુ પાને ૨૩)
પ્રશ્ન ૮૪૩- આરાધના કરનાર મનુષ્ય બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય તોપણ તેની પહેલાંની પડવા આદિક અપર્વતિથિમાં આખી બીજ આદિ પર્વતિથિની જ આરાધના કરે.
તા. ૩૦-૧૦-૧૯૩૬
પ્રશ્ન ૮૪૪- બીજ આદિ પર્વતિથિના ક્ષયને પ્રસંગે પડવા આદિ અપર્વતિથિને અપર્વતિથિ તરીકે ન માની અને તે આખી પડવા આદિ અપર્વતિથિને ક્ષય થયેલી બીજ આદિ પર્વતિથિપણે માની, પણ બીજ આદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિનો ક્ષય થયો કેમ કહેવાય?
સમાધાન- ત્યારે કહો કે તમારા કહેવા પ્રમાણે જ બીજ આદિ પર્વતિથિના ક્ષય વખતે પડવા આદિ અપર્વતિથિને પર્વતિથિપણે જ આરાધે, પણ તે પડવા આદિને અપર્વ તરીકે તેમાં અપર્વ પ્રમાણે વર્તી શકેજ નહિ, તો પછી સ્પષ્ટ થયું કે બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેની પહેલાંની પડવા આદિ અપર્વતિથિનો ક્ષયજ થયો.