SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૫-૧૯૩૭ • • • • • • , , , , , કેવલજ્ઞાનને પણ પામે, અને તે કેવલ પામવાથી ફરી મરે નહિં, કદાચિત્ કર્મસંયોગે શ્રેણી ન પામે, તો પણ સંવેગભાવનાવાળો જીવ સદ્ગતિ અને સમ્યકત્વ તો નક્કી જ પામે છે, કેમકે તીવ્ર શુભભાવનાએ ભાવિત એવો જીવ, જન્માંતરે પણ તેવી જ શુભભાવનાવાળો જ હોય છે. વાસિત એવા તલનું તેલ પણ સુગંધી હોય છે, તેમ શુભભાવનાના બળે કરીને બીજા ભવમાં પણ તે જીવનો જે શુભભાવ, તે જ બોધિલાભ રૂપ થાય છે . આવી રીતે ભાવનાની સંલેખના જાણવી. હવે અનશન કરવાનો વિધિ કહે છે. संलिहि १६१३, उव १६१४, अथ १६१५, सम १६१६, सव्वत्था १६१७, पढमि १६१८, णिव्वा १६१९, सीहाई १६२०, संघयणा १६२१, इंगिणि १६२२-२३, पञ्चक्खइ १६२४, उव्वत्तइ १६२५, भत्त १६२६, वजइ १६२७, कंदप्प १६२८, जो १६२९, कंदप्पे १६३०, कह १६३१, भमुह १६३२, भासइ १६३३, वेस १६३४, सुर १६३५, नाणस्स १६३६, काया १६३७, सव्वे १६३८, जञ्चाइ १६३९, अविसह १६४०, गृहइ १६४१, कोउअ १६४२, विम्हवण १६४३, भूईअ १६४४, पण्हो १६४५, पसिणा १६४६, तिविहं १६४७, एयाणि १६४८, अणु १६४९, णिञ्च १६५०, आहार १६५१, तिविहं १६५२, चंकमणा १६५३, जो १६५४, उम्मग्ग १६५५, नाणाइ १६५६, णाणाइ १६५७, जो पुण १६५८, तह १६५९, जो पुण १६६०, एयाओ १६६१, एयाओ १६६२, - એવી રીતે આત્માની સંલેખના કરીને ગૃહસ્થો પાસેથી જે પાટપાટલા લીધા હોય તે તેમને પાછા આપીને, સમ્યક એવી ભાવશુદ્ધિએ ગુરૂમહારાજ આદિકને ખમાવીને, બાકીના બધા સંબંધીઓને ગુણથી વખાણીને તે અનશનને સમયે વિશેષથી જીવે ધર્મમાં ઉદ્યમ કરવો, કારણ કે જગતમાં સર્વ સંજોગો વિયોગવાળા જ છે, એમ સંપૂર્ણ રીતે આત્માને સમજાવવો, વળી વિધિપૂર્વક શ્રી અરિહંતદેવને, અને ગુરૂમહારાજ વિગેરેને વાંદીને તેમની પાસે અશનાદિ સર્વ આહારનો ત્યાગ કરીને પછી સમભાવમાં રહેલો મહાત્મા ગુફા વિગેરેમાં જઈને સમ્યક્ પ્રકારે શાસ્ત્રોક્ત રીતિએ પાદપોપગમન નામના અનશનને કરે, સર્વત્ર મમતારહિત, દંડાયતાદિક જેવા સ્થાનથી રહીને વૃક્ષ સમાન નિશ્ચેષ્ટપણે યાવજીવથી મહાત્મા રહે. પહેલા સંઘયણવાળા મહાનુભાવો જ આ પાદપોપગમન નામના અનશનને કરે છે, અને મોક્ષપદનું પરમ કારણ એવો શુભભાવ પણ આ અનશન જ છે. એવી રીતે અહીં ક્રમને અનુસરીને નિર્ચાઘાતિક અનશન કહ્યું, બીજું (સવ્યાઘાતિક) નામનું મરણ સંભવે છે, જે માટે વીતરાગોએ કહ્યું છે કે સિંહાદિના ભયમાં સપડાયેલો સાધુ આઉખું કંઈક પહોંચતું છે એમ જાણીને તે સાધુ ગીતાર્થ હોય તે સ્થિર ચિત્તવાળો પાદપોપગમન નામનું અનશન કરે, પણ સંઘયણની ખામીથી જેઓ એવું અનશન કરવાને સમર્થ ન હોય તેઓ પણ થોડો કાલ સંલેખના કરીને શક્તિ પ્રમાણે વિધિથી સંવેગથી ભાવિત મનવાળો છતાં આત્માને નિઃશલ્ય કરીને શક્તિ પ્રમાણે ઇંગિનીમરણ કે ભક્તપરિજ્ઞા નામનાં બે મરણોમાંથી એકને કરે. તેમાં ઇંગિનીમરણનો વિધિ આ પ્રમાણે :
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy