________________
. . . . . . . . . . . . . .
૩૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭
••••• . સમ્યમ્ રીતે આરાધના કરીએ. અને એવી રીતે પ્રવર્તતાં જ શુભભાવની વૃદ્ધિ થાય. શાસ્ત્રમાં પણ જિનેશ્વરોએ ઉચિતકાલે સંલેખના કરવાનું કહ્યું છે, અને તેથી તે વિહિતાનુષ્ઠાન હોવાથી પણ દુષ્ટ નથી. જિનેશ્વર મહારાજાએ કહેલા એવા ધ્યાનયોગે પરિણામની પણ સંલેખના કરે. હવે પોતાના પરિણામની સંલેખના કરવાનું બતાવે છે.
भाव १५९३, भावेइ १५९४, जम्म १५९५, धण्णो १५९६, एअस्स १५९७, चिंतामणी १५९८, इच्छं १५९९, तेसि १६००, नो १६०१, एत्थ १६०२, किं १६०३, तह १६०४, परसा १६०५, परि १६०६, जं पुण १६०७, धम्णंमि १६०८, सो चेव १६०९, जइवि १६१०, जमिह १६११, एसेव १६१२
વાસ્તવિક ભાવનાઓથી પ્રથમ તો સમ્યકત્વના મૂળને વધારે, વળી વિશેષ કરીને તે વખતે સ્વભાવથી સંસાર મહાસમુદ્રનું નિર્ગુણપણું વિચારે. જન્મ, જરા અને મરણરૂપી જલે કરીને ભરેલો દુઃખરૂપી જાનવરોથી સંકીર્ણ, જીવોને દુઃખનું કારણ, અને ભયંકર એવો આ ભવસમુદ્ર અનાદિકાલથી કષ્ટમય છે. મારો આત્મા ભાગ્યશાળી છે કે જેણે અપાર એવા આ ભવસમુદ્રમાં અનંતા ભવે પણ મળવું મુશ્કેલ એવું ધર્મરૂપ પ્રવહણ મેળવ્યું છે. હંમેશાં લાગ લાગટ પ્રયત્નથી પાલન કરાતા એવા ધર્મના પ્રભાવે, જન્માંતરમાં પણ જીવો દુઃખ અને દૌર્ગત્યને પામતા નથી. ધર્મ એ જ અપૂર્વ ચિંતામણી છે, ધર્મ એ જ અપૂર્વ કલ્પવૃક્ષ છે, ધર્મ એ જ પરમ મંત્ર છે, અને આ જગતમાં એ જ ધર્મ પરમઅમૃત રૂપ છે, મહાનુભાવ ગુસઆદિકની વૈયાવચ્ચ ઈચ્છું છું, કે જે મહાનુભાવોના પ્રતાપથી આ ચિંતામણી રત્ન સમાન ધર્મ પ્રાપ્ત થયો છે, ને વળી પળાયો પણ છે. તેઓને નમસ્કાર કરું છું. વળી અંતઃકરણથી વારંવાર તેઓને જ નમસ્કાર કરું છું કે જેઓ બીજાના ઉપકાર તળે દબાયા સિવાય, બીજાના હિતમાં જ તત્પર રહેવાવાળા મહાપુરૂષો, તરવા લાયક એવા જીવોને એ ધર્મરત્ન આપે છે આ ધર્મરત્ન કરતાં આખા જગતમાં પણ ભવ્યજીવોને બીજું કોઈ હિત કરનાર નથી, કેમકે આ ધર્મરત્નથી જ ભવસમુદ્રથી જીવને પાર ઉતરવાનું થાય છે. આ સંસારમાં સર્વત્થાનકો પુગલ સંજોગોથી ભરેલા હોવાથી તેના સેંકડો દુઃખોથી ભરેલાં અને પરિણામે ભયંકર હોવાથી ભયંકર પરંપરાવાળાં, અને સર્વથા પાપરૂપ છે. આવા સંસારમાં આથી વધારે કષ્ટકારી શું કહેવાય કે જે દશ દૃષ્ટાંત દુર્લભ અને અત્યંત દુઃખરૂપ એવા મનુષ્યજન્મમાં આવીને અને વળી ધર્મને પામીને પણ સંસારમાં રતિ થાય છે. (કંચિત્ મનુષ્યપણું પામેલાઓને આ દુઃખફળ એવા સંસાર સમુદ્રમાં જે સુખ લાગે છે તે ખરેખર કષ્ટકારી ગણાય. શાસનના સારભૂત એવા સંવેગને કરવાવાળા, પાપને ત્રિવિધત્રિવિધ નહિં કરવું એ રૂપ અકરણનિયમ વિગેરે જેનું શુદ્ધફળ છે એવા આશ્રવ સંવર આદિ સૂક્ષ્મપદાર્થોને સમ્યક રીતે વિચારે. વળી બીજાને સાવદ્ય યોગનો ત્યાગ કરાવવા પૂર્વક પોતે સંવેગમય થઈને જે સાવધનો ત્યાગ કરે તે અકરણનિયમનો મુખ્ય હેતુ છે. એ હકીકત બરોબર વારંવાર ધ્યાનમાં લે, વળી શુદ્ધ એવું, પૂર્વાપર યોગે સહિત એવું, અને ત્રિકોટિથી શુદ્ધ એવું અનુષ્ઠાન સોનાના ઘડા જેવું હંમેશાં ઈષ્ટફળવાળું જ થાય છે, પણ અશુધ્ધ અનુષ્ઠાન માટીના ઘડા જેવું, જેમ તેમ માત્ર ફળ દે છે, પણ સુફળની પરંપરાને તે અશુદ્ધ અનુષ્ઠાન સાધતું નથી. ધર્મની અંદર અનુપયોગથી થયેલા સૂક્ષ્મ સૂક્ષ્મ પણ અતિચારોને એટલે રાતદિવસની ક્રિયા દ્વારેએ ઓથે પણ છોડે અને પ્રતિપક્ષ ભાવનાથી તે બધા અતિચારોની નિંદા કરે. એમ સતત પ્રવર્તતાં કદાચિત્ ભાવનાથી વીર્યપરિણામ ઉલ્લસે તો શ્રેણી અને