SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૫-૧૯૩૭ પહેલાં કહીશ. પછી સંક્ષેપથી ત્રણ પ્રકારનાં અભ્યદ્યતમરણોને અનુક્રમે કહીશ. સંલેખના કરનાર ચાર વર્ષ સુધી અટ્ટમથી વધારે એવી જે વિકૃષ્ટ તપસ્યા તે કરે પછી ચાર વર્ષ સુધી વિગયરહિત પારણાવાળી અને અટ્ટમથી ઓછી એવી જે અવિકૃષ્ટ તપસ્યા તે કરે પછી બે વર્ષ સુધી એકાંતરે આયંબિલ કરે અને છ મહીના સુધી અમઆદિ જે અત્યંત વિકૃષ્ટ તપ તે ન કરે, અર્થાત્ સામાન્ય તપ કરે, પણ તપસ્યાને પારણે આયંબિલ કરે, ૧Oા પછી બીજા છ મહીના સુધી વિકૃષ્ટ તપસ્યા કરે, અને તે પછી એક વર્ષ સુધી કોટિસહિત (લાગલાગટ) આયંબિલ કરે જેવી રીતે આ ઉત્કૃષ્ટ સંલેખના બતાવી તેવી જ રીતે અનુક્રમે સંઘયણ અને શક્તિનો ઘટાડો હોય તો તેને અનુસાર અર્થી અથવા ચોથી જેટલી પણ સંલેખના કરે, સંલેખના કરવાનું કારણ એ છે કે સંલેખના કર્યા વગર મરણ સમયે એકદમ ધાતુઓ ક્ષીણ થવાથી જીવને છેલ્લા કાળે પ્રાયે આર્તધ્યાન થાય, પણ થોડા થોડા ધાતુને વિધિથી ખપાવતાં ભવરૂપીવૃક્ષના બીજરૂપ એવું જે આર્તધ્યાન છે તે થાય નહિ. વળી આ જગા ઉપર આ જુક્તિ જાણવી. હંમેશાં શુભભાવવાળાને થોડા થોડા નિરોધથી બાધા આવે નહિં, કેમકે મોટા બળે થોડાનો આરંભ કર્યો છે, અને એવી રીતે કરવાથી મહાબળવાળું સપ્રતિકાર ઉપક્રમણ થાય. અને ઉચિત રીતે આજ્ઞા કરવાથી વિશેષ શુભભાવ પણ થાય. વળી બાહ્ય (માંસાદિ) અને અત્યંતર (શુભ પરિણામ)નું થોડું થોડું ઉપક્રમણ જેમ જેમ કરવા લાયક છે તેમ તેમ કરવાથી વખત જતાં તે પરિણામ કબજાના વિષયમાં આવે છે, પણ એકદમ ધાતુને ખપાવતાં ઉપક્રમની તીવ્રતા થવાથી પ્રાયે જીવનને બહુ મોટું સૈન્ય જેમ એકલા સુભટને પાડી નાંખે તેવી રીતે પાડી નાંખે છે. સંલેખના માટે શંકાસમાધાન કહે છે. आह १५८३, तिविहा १५८४, मण्णइ १५८५, जा खलु १५८६, जा पुण १५८७, पडि १५८८, भरण १५८९, अब्भत्था १५९०, ता १५९१, उचिए १५९२, આ સંલેખના ઉપક્રમના હેતુથી કરાય છે, માટે આત્મહત્યાનું કારણ ગણાય અને તેથી સમભાવમાં વર્તવાવાળા સાધુઓને આ સંલેખના જ કેમ લાયક હોય? તેમજ શાસ્ત્રનો પણ વિરોધ છે, કેમકે પોતાના, પરના, અને બંનેના અંગે પર્યાયનો નાશ દુઃખોયાદ અને કુલેશરૂપી એ ત્રણ પ્રકારની હિંસા ઘણી જ અનિષ્ટ ફળવાળી થાય એમ અનંતજ્ઞાની તીર્થકરોએ કહેલું છે. એવી રીતે કરેલી શંકાનો ઉત્તર દે છે કે તારું કહેવું સારું છે, પણ હિંસાના લક્ષણના અભાવથી તેમજ શાસ્ત્રોક્ત હોવાથી આ સંલેખના આત્મહત્યાનું કારણ નથી, કેમકે જે હિંસા પ્રમત્ત જોગવાળી હોય, રાગાદિદોષ સહિત હોય, અને આજ્ઞાથી બહાર હોય, તે જ હિંસા વર્જવાની હોય છે, પણ જે પ્રવૃત્તિ એ પ્રમત્તયોગ વિગેરેથી રહિત હોય અને વળી શુભભાવને વધારનારી હોય તો તે તો નક્કી જે શુદ્ધક્રિયાનું લક્ષણ છે તે જ તેમાં ઘટતું હોવાથી શુદ્ધક્રિયા જ કહેવાય. જે જીવ આ જન્મમાં કૃતકૃત્ય થયેલો છતાં માત્ર શુભમરણને માટે જ આ તપને અંગીકાર કરે છે તેને શાસ્ત્રોક્ત શુદ્ધક્રિયા થાય છે. વળી આ સંલેખના સહનશક્તિને પાલનાર હોવાથી મરણના પ્રતિકારભૂત છે, માટે ગુમડાને કાપવાની ક્રિયાની માફક તે મરણ નિમિત્ત નથી, તેમજ આત્માને વિરાધનારૂપ પણ નથી. કેમકે યથાસમય અસાધારણ શુભયોગનો જેમણે અભ્યાસ કર્યો છે, તેઓને જ તીર્થકરોએ આ સંલેખનાનો ઉચિત સમય કહેલો છે. એટલા માટે ચરમગુણને સાધનાર એવા ચરમસમયને
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy