________________
૩૬૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ પણ સ્થવિરકલ્પોનું જ મુખ્ય પણું છે. કોઈપણ અભ્યતવિહારની ઇચ્છાવાળો અને આચાર્યગુણવાળો લબ્ધિ સહિત સાધુ ઉપસ્થિત થયેલાને દીક્ષા આપે છે. તેની પ્રવ્રજ્યા ન થાય તો તે કલ્પ પાળવામાં અસમર્થને પણ દીક્ષા આપે. સ્નેહથી થતી દીક્ષામાં અલબ્ધિવાળો પણ અભ્યત નહિ લેતાં ગુરનિશ્રાએ દીક્ષા આપે એવી રીતે સર્વથા સ્થવિરકલ્પ જ મુખ્ય છે એમ આગમથી સિદ્ધ થયું, તેમજ યુક્તિથી પણ
વિકલ્પમાં સ્વ અને પરનો ઉપકાર હોવાથી તે મોટો છે. વળી આ જિનકલ્પો આદિ કલ્પોથી બીજો કોઈ ઉપકાર થતો નથી, વળી આ સ્થવિરકલ્પથી કોઈકને શુભભાવ જોગે ચારિત્ર એ નિર્વાણનું સાધન બને છે અને તેથી બીજાઓને પણ આ સ્થવિરકલ્પ મોક્ષસુખનું કારણ છે. સ્થવિરો બીજાને દેવાતું ચારિત્ર પોતાના આત્મામાં પરિણમાવે છે, ગુરુતર એવો સંજમયોગ પણ ત્યાં સ્થવિરકલ્પમાં જ જાણવો. કેમકે
જ્યાં સ્વ અને પરને સંજમ પળે, અને તે સંયમ સ્થવિરકલ્પમાં જ સમ્યક વૃદ્ધિ પામતો હોય છે. તત્વથી અત્યંત અપ્રમાદ પણ એ જ કહેવાય કે જે શુભભાવથી હંમેશાં બીજાઓને અપ્રમાદપણાની પ્રાપ્તિ કરાવાય. આવા એકાંતના ઉત્તરમાં જણાવે છે કે જો એમ છે તો પછી ગીતાર્થમુનિઓ પણ કાલોચિત અનશન સરખા આ અભ્યદ્યતમરણ નામના ઉદ્યતવિહારને સ્થવિરકલ્પને છોડીને કેમ લે છે ? ચમકાલે અભ્યદ્યાવિહારને ઉચિતનો કલ્પ લેવાથી જ આજ્ઞાની આરાધના થાય છે અને આજ્ઞાની આરાધના એ જ મુખ્ય છે. શક્તિવાળી દશા છતાં તે શક્તિવાળો કલ્પ ન લે તો મળેલ એવા આત્મવીર્યના ક્ષયથી આત્માની હાનિ થાય અથવા તો આજ્ઞાનો ભંગ લાગે, કેમકે અધિકગુણ સાધવાને સમર્થ હોય એવા મનુષ્યોને હીન ગુણવાળાને લાયકનું કાર્ય કરવાથી આજ્ઞાભંગ ગણાય, અને શક્તિ પ્રમાણે હંમેશાં ઉદ્યમ કરવો જ જોઈએ. વળી સૂત્રમાં દશ પૂર્વ સંપૂર્ણ થયા હોય તેને જિનકલ્પાદિનો નિષેધ છે, કેમકે તે મહાનુભાવોને તે જિનકલ્પાદિ સિવાય જ ઘણા ગુણો થાય છે. એવી રીતે બન્ને કલ્પોનું તત્ત્વ જાણીને શક્તિ રહિત પુરૂષોએ અપ્રમત્તપણે સ્વ અને પરના ઉપકારમાં વિશેષ પ્રયત્ન કરવો, અને શુદ્ધ એવો સ્વપરનો પરોપકાર સ્થવિરકલ્પને છોડીને બીજા કલ્પોમાં થતો નથી, અને તે જ સ્વપરનો ઉપકાર ન બનવાના કારણથી અજાત અને અસમાપ્ત એવાનો જે વિહાર, અને અજાત અને સમાપ્ત તેના પણ વિહારનો નિષેધ કરેલો છે. અગીતાર્થનો વિહાર તે અજાત કહેવાય, અને ઋતુબધ્ધમાં પાંચથી ઓછા તથા અહીં વિહાર એટલે સાતથી ઓછા સાધુઓનો વિહાર જે થાય તે વીતરાગોએ અસમાપ્ત વિહાર કહેલો છે. પ્રતિષિદ્ધને વર્જવાવાળા સ્થવિરોનો વિહાર શુદ્ધ જ છે, એમ ન થાય તો આજ્ઞાભંગ થાય અને તે આજ્ઞાભંગથી નક્કી સંસારની વૃદ્ધિ થાય. અહીં વધારે વિસ્તાર કરતા નથી, પણ બુદ્ધિમાનોએ તે તે કલ્પનું પ્રધાનપણું જાણવું. એવી રીતે અભ્યદ્યાવિહારનો અધિકાર પૂરો થયો છે હવે અચુતવિહારની સાથે જે અભ્યદ્યતમરણનો અધિકાર જણાવ્યો હતો તેનું સ્વરૂપ કહે છે :
___अब्भु १५७२, संलेहणा १५७३, चत्तारि १५७४, णाइ १५७५, वासं १५७६, देहम्मि १५७७, विहिणा १५७८, सइ १५७९, ओवक्क १५८०, थेव १५८१, जुगवं १५८२,
ધીર અને નહિ મરવાના સ્વભાવવાળા તીર્થકરોએ અભ્યદ્યતમરણો પાદપોપગમન, ઇંગિની અને ભક્તપરિજ્ઞા એવી રીતે ત્રણ પ્રકારે કહેલાં છે. એ મરણો પ્રાયે સંલેખના-પૂર્વક જ હોય છે, તેથી સંલેખનાને