________________
૩૬ ૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭
લંદ એટલે શાસ્ત્રમાં કાળ કહેવાય છે. અને તે લંદનામનો કાલ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે છે. યથાલંબિક કલ્પમાં આવેલા લંદશબ્દની વ્યાખ્યા જણાવે છે. જેટલી વખતે પાણીએ ભીનો હાથ સુકાઈ જાય તે વખત ને જઘન્યનંદ કહેવાય છે. પૂર્વકોટિના કાલને ઉત્કૃષ્ટવંદ કહેવાય છે, તે બેની વચમાં તો અનેકસ્થાનો કાલનાં હોય છે. પણ યથાલંદના આ અધિકારમાં પંચરાત્રિના કાલને ઉત્કૃષ્ટ લંદ કહેવાય છે જે માટે પાંચ રાત્રિ જ તેઓ વીથીમાં ભિક્ષા માટે ફરે તેથી તેઓ યથાલંદ કહેવાય અને તેમનું ઉત્કૃષ્ટ પ્રમાણ પણ પાંચના ગચ્છ તરીકે જ હોય. પૂર્વે જે મર્યાદા જિનકલ્પમાં કહી છે, તે જ મર્યાદા યથાસંદિકોમાં પણ જાણવી, પણ સૂત્ર, ભિક્ષાચર્યા અને માસકલ્પમાં એ બે વચ્ચે ફરક છે. પરિહારિકો ગચ્છ સાથે સંબંધવાળા અને સંબંધ વગરના એમ બે પ્રકારે હોય છે, અને તે પણ ભવિષ્યમાં જિનકલ્પમાં અને સ્થવિરકલ્પમાં જવાવાળા હોવાથી બે પ્રકારના હોય છે. તેઓને ગ્રહણ કરવા માંડેલા અર્થમાં થોડો અર્થ બાકી હોવાથી તેઓને ગચ્છનો પ્રતિબંધ હોય છે. શુભ લગ્નાદિ ઉતરી જતાં હોય અને નજીકમાં બીજાં લગ્નાદિ ન હોય તો પ્રથમ યથાલદિક કલ્પ લઈને તેઓ ગચ્છના ક્ષેત્રની બહાર જઈને રહે, અને બાકી રહેલો અર્થ ગ્રહણ કરે, પણ એ અર્થ ગ્રહણમાં વિશેષ એ છે કે આચાર્ય બહાર જઈને તેઓને અર્થ આપે, કારણ કે ગચ્છના ક્ષેત્રમાં આવવાથી વંદન અને અવંદન કરવાથી લોકોમાં નિંદા થાય. જો આચાર્ય જવાને શક્તિમાન ન હોય તો દોઢગાઉએ રહેલી પલ્લી, બે ગાઉએ રહેલું પ્રતિવૃષભગામ અથવા ક્ષેત્રની બહાર કે ક્ષેત્રમાં અન્યવસતિમાં તે યથાસંદિક આવી તે અર્થ લે તે સ્થાને લોકો ન દેખે તેવી રીતે જ સાધુઓ તેને વંદન કરે. અર્થ લે છતાં વંદન ન કરે બાકી રહેલો અર્થ લઈને તેઓ પોતાના કલ્પ પ્રમાણે વિચરે. જિનકલ્પ લેવાવાળા યથાસંદિકો થોડો અર્થ બાકી હોય
ત્યારે અથવા કેટલાકના કહેવા પ્રમાણે યથાલંદિક કાળમાં રોગઆતંક છતાં પણ દવા કરાવે નહિ, આંખનો | મેલ પણ દૂર ન કરવાથી તેઓ નિષ્પતિકર્મ શરીરવાળા હોય છે. સ્થવિરયથાસંદિકોમાં એટલો વિશેષ
કે તે અસમર્થ થાય તો તે સાધુને ગચ્છને આપી પણ દે, અને ગચ્છના સાધુઓ પણ સર્વ પરિકર્મ ફાસુકઅન્નતાદિએ તેઓનું કરે. તે સ્થવિરો એકેક પાત્રાવાળા અને વસ્ત્રવાળા હોય છે, પણ જિનકલ્પમાં જવાવાળા યથાલદિકને વસ્ત્રપાત્ર આદિની ભજના જાણવી. જઘન્યથી તેઓનું પ્રમાણ ત્રણ ગણ અને ઉત્કૃષ્ટથી સેંકડો ગણોનું હોય છે. પુરૂષનું પ્રમાણ પણ જઘન્યથી પંદર અને ઉત્કૃષ્ટથી હજારો ગણું જાણવું. કલ્પમાં ઊનનો પ્રક્ષેપ કરવો હોય તો એકાદિ પણ જઘન્યથી તે કલ્પ લેવાવાળા હોય, અને ઉત્કૃષ્ટથી લેવાવાળા સેંકડો હોય છે. પહેલાના યથાસંદિકોનું ઉત્કૃષ્ટ અને જઘન્યથી કોટિપૃથકત્વ પ્રમાણ હોય છે. અહીં વિસ્તારરૂપ પ્રસંગે કરીને સર્યું. આ પ્રવચનમાં જિનકલ્પ, પરિહારકલ્પ ને યથાસંદિકકલ્પ લેવો તે જ ઉત્કૃષ્ટો વિહાર છે, અને તે ત્રણે કલ્પો સંલેખના જેવા શુદ્ધ જાણવા. પ્રાયે છેલ્લે કાળે અનવદ્ય એવો આ કલ્પ સત્પુરૂષોને કરવાનો છે. બાકીનો વખત તો આચાર્ય આદિકના કાર્યથી પ્રતિબંધ હોવાથી તે કલ્પ લેવાની ભજના જાણવી. કેટલાક કહે છે કે જિનાદિકલ્પોમાં શુદ્ધ સંજમનો યોગ હોવાથી તેમજ સ્થવિરના વિહાર કરતાં અહિં અત્યંત અપ્રમાદીપણું હોવાથી આ કલ્પો જ સારા છે. વળી કેટલાકો કહે છે કે પરોપકાર નહિ હોવાથી આ જિનકલ્પાદિ કલ્પો સારા નથી. વળી પરાર્થને અભાવે કલ્પાદિ લેવાનો પણ નિષેધ છે, તેથી