SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬) શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૫-૧૯૩૭ तव १५२४, पुण्णे १५२५, इत्तरिया १५२६, खित्ते १५२७, पव्वा १५२८, खित्ते १५२९, तुल्ला १५३०, ताणवि १५३१, सटाणे १५३२, ठिअ १५३३, गणओ १५३४, सत्तावीस १५३५, पडि १५३६, एअं १५३७. પરિહારિકો આયંબિલથી પરિકર્મ કરે એ તપભાવનાનું જુદાપણું છે. જે પરિહારવિશુદ્ધિકો પછીથી વિરકલ્પમાં આવવાના હોય તેઓ ઈત્વરિત્ર કહેવાય છે, અને જેઓ પરિહારકલ્પની સમાપ્તિ પછી જિનકલ્પ લેવાના હોય તેઓ યાવત્કથિક પરિહારવિશુદ્ધિક કહેવાય છે. પરિહારકલ્પ પૂરો થયા પછી જિનકલ્પ લે, અથવા ફરી તે જ કલ્પ લે, કે પાછા ગચ્છમાં આવે, એ ત્રણે પણ વસ્તુ તેમને કહ્યું છે. ઇતરિક પરિહારિકોને વેદના અને આતંકો હોતા નથી, પણ યાવત્કથિકોને તે વેદના આદિની ભજન જાણવી. જિનકલ્પી સાત ભાગકલ્પ છે પણ આ છ ભાગ કલ્યું છે. ગામના છ ભાગ તો જિનકલ્પીની પેઠે જાણવા. શુદ્ધપરિહારિકોની સ્થિતિ માટે ક્ષેત્ર આદિ અને પ્રવ્રાજન આદિ દ્વારા પૂર્વે ૧૪૮૩ અને ૧૪૮૪ ગાથાઓમાં જણાવ્યા મુજબ જાણવાં. પરિહારિકો ભરત અને ઐરવતક્ષેત્રમાં હોય છે. તેઓનું સંહરણ થતું નથી, તેથી જિનકલ્પિની અપેક્ષાએ વિદ્યમાનતાના કાલનો પણ ફરક જાણવો. સામાયિક અને છેદોપસ્થાપનીયચારિત્રના જઘન્ય સંયમસ્થાનકો થોડાં છે, તેનાથી અસંખ્યાત લોક જેટલાં પરિહારિકનાં સ્થાનકો છે. તે પરિહારિકો પહેલાના બે ચારિત્રમાં પણ હોઈ શકે, અને તેનાથી આગળ પણ સામાયિક છેદો પસ્થાપનીયના અસંખ્યાતા સંયમસ્થાનો છે. પરિહારિક કલ્પ લેતાં તો તે પોતાના સંયમસ્થાનમાં જ હોય, અને અતીતનયની અપેક્ષાએ તે પહેલા બીજા ચારિત્રના બીજા સંયમસ્થાનોમાં પણ વ્યવહારથી વર્તતો કહેવાય છે. નક્કી એ પરિહારિક સ્થિતકલ્પમાં જ હોય છે, તેને દ્રવ્ય અને ભાવલિંગ જરૂર હોય છે, અને વેશ્યા તથા ધ્યાનનાં ધારો તો જિનકલ્પી જેવાં જાણવાં. એ પરિહારિકવાળા સાધુઓ જઘન્યથી ત્રણ અને ઉત્કૃષ્ટથી સો સમુદાય એટલે નવસે જન આ કલ્પ ગ્રહણ કરે છે, અને પહેલાં કરનારા તો ઉચિત ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અને જઘન્યથી પણ સેંકડો હોય છે. કલ્પ લેનારા મનુષ્ય વ્યક્તિની અપેક્ષાએ જઘન્યથી સત્તાવીસ અને ઉત્કૃષ્ટથી હજાર સુધી હોય. પણ પહેલાંના પરિહારને પામેલા જઘન્યથી સેંકડો અને ઉત્કૃષ્ટથી હજારો હોય છે. ગણમાં નવ જણ હોવા જોઈએ અને પહેલાના નવમાંથી કોઈકનો અભાવ થાય અને ઓછા હોય અને પૂરા કરવા પડે તો એક વિગેરે પણ લેનારા હોય, તેમજ પૂર્વે લીધેલા પણ પ્રક્ષેપામાં એક અથવા પૃથક તો હોય. એવી રીતે જિનકલ્પથી પરિહરિકોનું જુદાપણું જણાવ્યું, હવે તેમનાથી યથાસંદિકનું જુદાપણું જણાવું છું. लंडं १५३८, उक्कोस १५३९, जम्हा १५४०, जो १५४१, पडि १५४२, लग्गादि १५४३, तेसिं १५४४, ण १५४५, तीए १५४६, जिण १५४७, थेराणं १५४८, एक्किक्क १५४९, गण १५५०, पडि १५५१, एव्वे १५५२, कय १५५३, पाएण १५५४, केई १५५५, अण्णे १५५६, अव्भु १५५७, एव १५५८, णय १५५९, अञ्चति १५६०, गुरु १५६१, अञ्चंत १५६२, गइ १५६३, तक्काल १५६४, अहवा १५६५, एतो १५६६, एवम् १५६७, सो १५६८, अजाओ १५६९, पडिसिद्ध १५७०, कय १५७१.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy