________________
૩૬૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ - • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • દીક્ષાના વખતથી ગુરૂમહારાજ પાસે આલોયણ દઈને, સમાધિ અને કાલને અનુસારે કેટલાક કાલની સંલેખના કરીને નક્કી ગુરૂ પાસે ચારે પ્રકારના આહારના પચ્ચખાણ કરે, અને આ ઇગિનીમરણવાળો સાધુ નિયમિત સ્થાનમાં નિયમિત પ્રવૃત્તિ પણ કરે પોતાના શરીરનું ઉદ્વર્તન અને પરિવર્તન કરે, માતરૂ આદિક કરે કે ન પણ કરે, ધૃતિવાળો સાધુ પોતાની ઉપધિનું પડિલેહવું વિગેરે પોતાનું કાર્ય પોતે જ કરે. હવે ભક્તપરિજ્ઞાનો વિધિ કહે છે.
આ અનશનની પહેલાં શિથિલવિહારી હોય તો પણ અંત અવસ્થામાં સંવેગમાં આવેલો સાધુ ભક્તપરિણા નામના અનશનને કરતાં પણ દીક્ષાથી માંડીને અંત સુધીની આલોયણ લે. જીવવીર્યના ઉલ્લાસવાળો મહાત્મા વિશેષ કરીને ત્યારથી સંકિલષ્ટભાવનાઓ સર્વથા વર્ષે અને તેથી આરાધના જરૂર પામે. વર્જવા લાયક અશુભ ભાવનાઓ જે પાંચ છે તે જણાવે છે કે કાંદપિકી, દેવકિલ્બિષીકી આભિયોગિકી, આસુરી અને સંમોહા, એ પાંચ પ્રકારની ભાવનાઓ તે સંકિલષ્ટભાવના કહેલી છે. જે સાધુપણાવાળો છતાં પણ જો કથંચિત્ એ ખરાબ ભાવનામાં વર્તે તો તે સાધુ તેવા પ્રકારના અધમદેવતાઓમાં જાય, પણ ચારિત્રહીન હોય તેને તો દેવગતિનો પણ નિયમ નહિં. તે પાંચ અશુભ ભાવનાઓ હવે અનુક્રમે જણાવે છે. ખડખડ હસવું, હાંસી કરવી, ને ગુરુ આદિની સાથે પણ કઠોર તથા વક્રોક્તિએ બોલવું. કામની કથા કહેવી, કામનો દ્વેષ કરવો, અને કામની પ્રશંસા કરવી તે સર્વ કંદર્પભાવના જાણવી. તે તે ભ્રમર, નેત્ર અને મોઢાએ કરીને તેવી તેવી ચેષ્ટા કરે કે જેથી પેટ દાબીને બીજો હસે, પણ પોતે હસે નહિં, તે કકુચ્યભાવના. શરદઋતુમાં મદોન્મત્ત થયેલા સાંઢની પેઠે જલદી જલદી બોલે અને ગતિ કરે, બધાં કાર્યો જલદી જલદી કરે, અને બેઠો થકો પણ અભિમાનથી ફૂટી જતો હોય તેવો લાગે, તે દ્રવશીલ ગણાય. ભાંડની માફક છલને દેખતો, પોતાને અને પરને વેષ અને વચને કરીને હાંસી ઉપજાવતો જે હોય તે હાસન કહેવાય. ઇંદ્રજાળ વિગેરે, તેમજ કુહેટકમાં પોતે વિસ્મય નહિં પામતો, તેવા કુતુહલીઓને વિસ્મય પમાડે તે વિસ્માપક કહેવાય. એ પાંચ પ્રકારની કંદર્પભાવના જાણવી.
શ્રતાદિજ્ઞાન કેવલીમહારાજ ધર્માચાર્ય, અને સર્વસાધુની નિંદા બોલનારો અને કપટી એવો મનુષ્ય કિલ્બિષિકી ભાવના કરે, તે જ પૃથ્વી આદિ છકાયો, તે જ મહાવ્રતો નિદ્રા આદિ તે જ પ્રમાદી અને તે જ અપ્રમાદો શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવે છે માટે તે શાસ્ત્ર શા કામનું ? અને મોક્ષને માટે પ્રવર્તેલા મહાત્માઓને શુભાશુભફલને જણાવનાર જ્યોતિષ અને સુવર્ણાદિ સિદ્ધિ કરનાર પ્રાભૃતશાસ્ત્રોથી શું કામ છે ? એવું બોલવું તે જ્ઞાનની નિંદા ગણાય. કેવલી ભવ્યઅભવ્ય સર્વને પ્રતિબોધ કેમ કરતા નથી ? પુરૂષ વિશેષ ઉપદેશ આપે છે, પણ અવિશેષપણે ઉપદેશ દેતા નથી, ઘાતિકર્મનો ક્ષય અને કેવલજ્ઞાનની ઉત્પત્તિથી અત્યંત કૃતકૃત્ય જણાયેલા તેઓ ગુરુની પણ ચાકરી કરતા નથી, એવા વિચાર આવવા તે કેવળીનો અવર્ણવાદ કહેવાય.
(અપૂર્ણ)