________________
શ્રી સિદ્ધચક્ર
૩૪૬
હોય તો મારે અકિનામેળ જેવાં શાસ્ત્રના વાક્યો ભગવાનની નિંદા કરનારાં છે એમ કહેવું પડે ? અને જો એમ કહેવામાં આવે તો શ્રુતકેવલી ભગવંતોએ તીર્થંકરોની અવજ્ઞા કરી છે એમ બોલવાની વાચાલતા કરવી જ પડે કે ?
વર્તમાન ચોવીશીમાં ભગવાન પાર્શ્વનાથજી મહારાજને જ ‘રિસાવાળીય પાસે નામેળ' એવું સૂત્ર રચીને યુગપ્રધાન ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ ભગવાન પાર્શ્વનાથજીનું જ પુરૂષાદાનીય નામનું કર્મ જણાવ્યું અને તેથી ત્રેવીશ જીનેશ્વરો કરતાં ભગવાન પાર્શ્વનાથજીની પુરુષાદાનીયપણે વિશિષ્ટતા જણાવી, તો ભગવાન્ ભદ્રબાહુસ્વામીજી તીર્થંકર ભગવાનની અવજ્ઞા કરનારા હતા એમ બોલવાને કોઈપણ શ્રદ્ધાળુ જીવ તૈયાર થઈ શકે ખરો ?
ઉપરની સર્વ હકીકત સમજનારો મનુષ્ય સહેજે પણ સમજી શકશે કે કોઈપણ તીર્થંકરની વિશેષ ગુણે કરીને સ્તુતિ કરતાં બીજા તીર્થંકરોની અવજ્ઞા થાય છે એમ કહેનારો શાસ્ત્રની અપેક્ષાએ સમજણના ગર્ભમાં જ આવ્યો નથી. વળી આ વાત તો વિશેષે જૈનજનતામાં પ્રસિદ્ધ જ છે કે ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજાને જ આસન્ન ઉપકારી ગણ્યા છે, અને તેથી શ્રીપર્યુષણાકલ્પસૂત્રમાં પશ્ચાનુપૂર્વીએ કરીને પણ ભગવાન મહાવીર મહારાજનું ચિરત્ર પહેલાં જણાવ્યું. વળી શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ સરખા મહાપુરૂષોએ પોતાના ગ્રંથોની આદિમાં
વિશેષે કરીને ભગવાન મહાવીર મહારાજને જ નમસ્કાર કરવારૂપી મંગલ કર્યું, તો શું તેઓ બીજા તીર્થંકર ભગવાનની અવજ્ઞા કરનારા હતા એમ
ગણવા કોઈ સજ્જન તૈયાર થાય ખરો ? આ બધી હકીકત વિચારતાં જો એક તીર્થંકરની સ્તુતિ કરતાં અન્યની અવજ્ઞા થઈ એમ કહેવાય જ નહીં તો પછી ભગવાન ઋષભદેવજીની ઇદ્રમહારાજે વંશસ્થાપના,
તા. ૨૫-૫-૧૯૩૭
અભિષેક, વિવાહ વિગેરે કરી વિશેષ ભક્તિ કરી અને એવી ભક્તિ બીજા તીર્થંકરોની નથી કરી, એમ જણાવી ભગવાન ઋષભદેવજીની અધિકતા કરવામાં આવે તેમાં બીજા તીર્થંકરોની અવજ્ઞાનું સ્થાન છે જ નહીં.
જણાવવામાં આવી છે કે અન્ય તીર્થંકર ભગવાનોની આ હકીકત આ સ્થાને એટલા જ પૂરતી પાસે ઈંદ્ર મહારાજની હાજરી મુખ્યતાએ કલ્યાણકોની વખતે જ થાય છે, જ્યારે ભગવાન ઋષભદેવજી મહારાજની પાસે ઈંદ્ર મહારાજની હાજરીનો નિયમ ગૃહસ્થપણાની અવસ્થામાં પણ નિયમિત ન હતો અને ગૃહસ્થપણાની અવસ્થામાં પણ વારંવાર ઈદ્રોનું તથા દેવતાઓનું આવવું થયેલું હોય અને તેઓને મદદ સતત રહેલી હોય એવા પ્રસંગમાં બાર મહીનાના અન્તરાય કર્મના ઉદયને પોતાનું જોર દેખાડવાનો વખત ન મળે તે સ્વાભાવિક જ છે.
જૈનજનતામાં કર્મના વિષયને જાણનારો વર્ગ સારી પેઠે જાણી શકે છે કે કર્મના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ વસ્તુઓ મુખ્ય ભાગ ભજવે છે, અને તેથી ભગવાન ઋષભદેવજીને ગૃહસ્થપણાની અવસ્થામાં સર્વ ઈષ્ટવસ્તુનો સંયોગ હોવાથી અન્તરાયનો ઉદય ન આવે એ સ્વાભાવિક જ છે. ઈન્દ્ર મહારાજની મદદ સિવાયના વખતમાં પણ ભગવાન ઋષભદેવજીનું બુદ્ધિબળ અને પક્રમ એટલું બધું ગૃહસ્થપણામાં ફોરવાતું હતું કે જેથી તે અન્તરાયને ઉદયમાં આવવાને વખત જ મળે નહીં.
અર્થાત્ ગૃહસ્થપણામાં સ્વોપાર્જિત વસ્તુનો ઉપભોગ
હોવાથી તેમાં તે અન્તરાય કર્મ વચમાં ઉદયે ન આવી શકે, પણ સાધુપણું લીધા પછી બીજાનું દીધેલું જ જ્યાં મેળવવાનું હોય ત્યાં અન્તરાયને ઉદયમાં આવવું તે ઘણું જ સહેલું થઈ પડે.