________________
શ્રી સિદ્ધચક્ર
૩૪૫
અંગના ધારણ કરનારા જણાવ્યા તો શું તેથી ભગવાન ઋષભદેવજીની અધિક સ્તુતિ ન થઈ ? અને બાકીના ત્રેવીશ તીર્થંકરોની ન્યુનતા જણાવવાથી શું તેમની અવજ્ઞા થઈ ?
ભગવાન તીર્થંકરોના આશ્રયી અવધિજ્ઞાન અને તેની મર્યાદા
તા. ૨૫-૫-૧૯૩૭
અગર સૌધર્માદિક દેવલોકથી આવેલા તીર્થંકર ભગવાનનું છદ્મસ્થપણામાં અવધિજ્ઞાન વધારે હોય એમ કહેવાથી શું ત્રીજી નરકથી અગર સામાન્ય પહેલી બીજી ત્રીજીથી આવેલા જીનેશ્વર ભગવાનની અવજ્ઞા કરી એમ કોઈ પણ બુદ્ધિમાન્ પુરૂષ કહી શકે ખરો ? જેમ અવધિજ્ઞાન તીર્થંકર ભગવાનોને છદ્મસ્થપણામાં પહેલા ભવના પ્રમાણ જેટલું હોય છે તેમ શ્રુતજ્ઞાન પણ છદ્મસ્થપણામાં પહેલા ભવના શ્રુતજ્ઞાન જેટલું જ હોય એમ હોવાથી ભગવાન ઋષભદેવજી મહારાજ એકલા જ છદ્મસ્થપણામાં
ચૌદપૂર્વી હતા, પણ બાકીના ત્રેવીશ તીર્થંકરો તો
છદ્મસ્થપણામાં અગ્યાર અંગના જ માત્ર ધારણ કરનારા હતા એમ કહી જે ભગવાન ઋષભદેવજીનું ચૌદપૂર્વીપણું જણાવવું તે શું બીજા તીર્થંકરોની આશાતના રૂપ છે ?
એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન તીર્થંકરો તીર્થકરપણાના ભવમાં ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા હોય છે, પણ અવધિજ્ઞાનને અંગે
પ્રમાણ જણાવતાં પહેલા ભવમાં અવધિજ્ઞાનનું જેટલું પ્રમાણ હોય તેટલું જ અવધિજ્ઞાનનું પ્રમાણ તીર્થંકરના ભવમાં પણ કેવલજ્ઞાન પામવા પહેલાંની અવસ્થામાં હોય. એ અપેક્ષાએ ભગવાન ઋષભદેવજી વિગેરે જેઓ અનુત્તર વિમાનથી ચવ્યા છે. તેઓને અનુત્તર વિમાનના દેવતા જેવું સંભિન્ન લોકનાડી અવધિજ્ઞાન હોય, પણ જેઓ મહાવીર ભગવાન આદિની માફક દસમા દેવલોક આદિથી ચ્યવેલા હોય તેઓને ચાર પાંચ નરક સુધીનું જ જ્ઞાન હોય અને તે ન્યૂનજ્ઞાનની વાત કરનારો શું તીર્થંકર ભગવાનની અવજ્ઞા કરનારો ગણાય ? અથવા ભગવાન ઋષભદેવજી આદિ જિનેશ્વરોના અવધિજ્ઞાનને અધિક કહેવાથી શું શેષ તીર્થંકરોની અવજ્ઞા ગણી કહેવાય ? એ વાત આગળ વધારીએ તો ત્રીજી નરકથી આવેલો કોઈક જીવ તીર્થંકર હોય
૧ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રે પ્રકારાંતરે કરેલી પ્રથમ ભગવાનની સ્તુતિ શું તે શેષની હેલના રૂપે ગણાય ? વર્તમાન ચોવીશીના તીર્થંકર ભગવાનોમાં ભગવાન ઋષભદેવજીને જ પહેલા રાજા પહેલા સાધુ વિગેરે વિશેષણો લગાડયાં અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચંદ્રસૂરિજી જેમ ‘‘આમિં પૃથ્વીનાથમામિ નિપ્રિતૢ'' કહીને ભગવાન ઋષભદેવજીની પહેલા રાજા અને પહેલા સાધુ તરીકે સ્તુતિ કરે છે અને તે સ્તુતિ બીજા ત્રેવીશ તીર્થંકરોને લાગે તેવી નથી તે ચોક્કસ છે, તો પછી
તો તેનું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી ત્રણ જ ગાઉનું હોય શું એમ કહેવામાં તેમ કહેનારે અગર કલિકાલ
સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે બીજા તીર્થંકરોની અવજ્ઞા કરી એમ બોલવાને અક્કલવાળો મનુષ્ય જીભ ચલાવી શકે ખરો ?
એમ માની લઈએ તો બીજા તીર્થંકરો જેઓ દેવલોકથી આવેલા છે તેમના અવધિજ્ઞાનના પ્રમાણ કરતાં તે ત્રીજી નરકથી આવીને થયેલા તીર્થંકરના જીવનું અવધિજ્ઞાન ઘણું જ જુજ હોય એમ કહેવામાં આવે તેથી શું તીર્થંકરોની અવજ્ઞા કરી કહેવાય ? અથવા તે ત્રીજી નરકથી આવેલા તીર્થંકરને તે ભવની અપેક્ષાએ પહેલી બીજી નરકથી આવેલા
વર્તમાન ચોવીશીમાં ભગવાન નેમનાથજી મહારાજને જ બાલબ્રહ્મચારી તરીકે વખાણવામાં આવે તો તેથી બાકીના ત્રેવીશ તીર્થંકરોની અવજ્ઞા થઈ એમ કોઈ માની શકે ખરો ? અને જો એમ