________________
૩૩૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ એટલે શરીરના કોઈપણ સંસ્કાર નહિં કરવાવાળા એવા તે મહાત્મા સહન કરે, એ ઔપક્રમિક વેદના કહેવાય. અને લોચાદિકથી થયેલી આભુપગમિકી વેદના કહેવાય, એમ બંને પ્રકારની વેદના તેઓને હોય છે. ગણ ઉપધિ કે શરીર એ ત્રણેમાંએ તેઓને મમત્વ ન હોવાથી ભાવે કરીને સર્વથા નિરપેક્ષ એવા તે જિનકલ્પી ભગવાન વસતિઆદિમાં એકલા જ હોય, ને વસતિમાં એક જિનકલ્પી ભગવાન રહ્યા હોય ત્યાં સાત સુધી જિનકલ્પીઓ રહે, માટે દ્રવ્યથી તે એક અથવા અનેક પણ હોય. અનાલોક અને અસંપાતવાળા સ્થાને જ ઠલ્લો અને માતરૂં પરઠવે, અને તે જ જગા પર જુનાં વસ્ત્રોને નકામાં હોય તો પરઠવે. મમતારહિત, સાધુ માટે જેનું લીપવું વિગેરે નહિં કરેલાં હોય એવા સ્થાનમાં રહેનારા તેઓ હોય છે. ઢાકવું, પૂરવું, સંસ્કાર કરવો વિગેરેથી હીન એવી જિનકલ્પીની વસતિ એટલે જગ્યા હોય છે. સ્થવિરોને પણ પુષ્ટ આલંબન સિવાય એકલું પ્રમાર્જન કરવાનું પરિકર્મ જ હોય છે. તમે કેટલો કાળ અહીં રહેશો' એવું વસતિ માગતી વખતે જો ગૃહસ્થ પૂછે તો જિનકલ્પી ત્યાં રહે જ નહિ. ‘તમારે અહીં ઠંડિલ કરવું નહિ' એવું જ્યાં ગૃહસ્થો કહે તે વસતિ પણ તેઓ લે નહિ. “માતરૂં પણ આ સ્થાને જ કરવું, બીજે ન કરવું એવું જ્યાં નિયમનવાળું વાક્ય કહે તે વસતિ પણ તેઓને યોગ્ય નથી. “તમારે આ સ્થાને જ રહેવું, પણ આ સ્થાને ન રહેવું એવું પણ જ્યાં કહે તે વસતિ પણ એમને કહ્યું નહિ. એવી રીતે તૃણ અને ફલકમાં પણ જો એવો વિકલ્પ હોય તો તે તૃણ અને ફલકાદિવાળી વસતિ પણ એમને કહ્યું નહિ. તે જ વસતિમાં જો બળદ આદિ વસ્તુને આણીને ગૃહસ્થ તે સાધુને રક્ષણ કરવાનું કહે તો તે પણ વસતિ અયોગ્ય. એવી રીતે સંસ્કાર કરવો કે પડતી વસ્તુની ઉપેક્ષા ન કરવી એવું જ્યાં દાતા કહે તે વસતિ પણ અયોગ્ય ગણાય. ચશબ્દથી બીજો પણ હુકમ, દાતા પોતાના હુકમ પ્રમાણે વર્તવા જ્યાં કહે તે પણ વસતિ યોગ્ય નહિં. વળી જ્યાં ઘરદેવતા આદિને બળિઆદિ કરાતો હોય અને તે નાંખેલા બળિનું સાધુએ કરેલ કાઉસગ્નને લીધે સ્થાન આઘુંપાછું કરવામાં આવે, અને શકુન આદિ ગ્રહણ ન થવાથી બલિ દેવામાં અંતરાય થાય તે સ્થાન પણ વર્જ. અગ્નિવાળું મકાન પણ ન લે. કેમકે પ્રમાર્જન કસ્તાં ધૂળ આદિથી અગ્નિકાયનો વ્યાઘાત થાય અને વસતિનું પ્રામાર્જન ન કરે તો અક્રિયા લાગે,અને અંગારાદિ અગ્નિના સ્પર્શમાં પણ વિકલ્પ લેવો. દીવાવાળી વસતિમાં સ્પર્શ તો જરૂર હોય છે અને તેથી જ આ દીવાવાળી વસતિના દ્વારથી દ્વાર જુદું કહ્યું છે. અને બાકીના પ્રમાર્જન આદી તો પહેલાં કરેલા દોષો જાણવા અમારા પણ ઘરનો ઉપયોગ દેનારો તું થઈશ' એવું રહેતી વખતે જ્યાં ગૃહસ્થ કહે તે વસતિ પણ કહ્યું નહિં, “તમે કેટલા જણ અહીં રહેશો ?' એવું મકાન આપતાં ગૃહસ્થ નિયમન કરે તો તે મકાનને પણ તેઓ છોડી દે. કારણ કે જિનકલ્પી સૂક્ષ્મ પણ બીજાની અપ્રીતિ જે માટે છોડે છે તેથી બીજી વસતિ કોઈને પણ અપ્રીતિને કરનારી હોય તે લે નહિ. તેમને ત્રીજી પોરસીમાં જ ગોચરી હોય છે, અને પૂર્વે કહ્યા પ્રમાણે પિષણાઓ અભિગ્રહવાળી હોય છે, અને ભોજન માટે એક જ પિÖષણા હોય છે. તેઓ ભોજન સિવાયના કાળમાં પાણી પણ લેતા નથી, કેમકે શ્રુતના બળે તે સર્વપાણીને શુદ્ધ અશુદ્ધરૂપે જાણે છે. લેપે કરીને રહિત તેમજ લેપવાળા વ્યંજન વિગેરેથી પણ રહિત, તેમજ બીજીવસ્તુએ પણ મિશ્ર નહિ એવું તેઓને ભાત પાણી હોય છે. સ્વભાવે એકલું પણ લેપવાળું