________________
૩૪૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ ન લે, બીજા આચાર્યો તો આત્માના પરિણામે અલેપ હોવાથી અલપકારી માને છે. વાયુ આદિ ધાતુના દોષથી અત્યંત શોષ અને થંડિલ ભેદ થાય માટે અલપકારી પણ આયંબિલનું લે નહિં. પરંતુ મુખ્યપણે શરીરને અનુકૂળ ચોખા જેવું જ લે. માસાદિ પ્રતિમા અને આદિ શબ્દથી બાકીના અભિગ્રહો તેઓ કરતા નથી. કેમકે વિશેષે કરીને તેઓ અભિગ્રહમાં રહેલા જ છે. - જિનકલ્પ એ પદ એ સમસ્ત દ્વારને લાગુ પડે છે, પણ એમાં આ મર્યાદા કે તે અપવાદરહિત હોય. ક્ષેત્રમાં માસકલ્પ રહે અને ત્યાં જ ભાગ કહ્યું અને આધાકર્મી આદિ વર્જવા માટે દરેકમાં એક એક દિવસ ફરે. જિનકલ્પીઓ માટે કારોની વ્યવસ્થા કહ્યા પછી પ્રસંગને માટે કાંઈક કહે છે.
આવી રીતે ફરતા જિનકલ્પીને આધાકર્મી કેમ હોય એવી શંકાનું સમાધાન સમજાવવા માટે કાંઈક તે અને બીજું પણ પ્રસંગે કહું છું. અભિગ્રહવાળા જિનકલ્પીને દેખીને, કોઈક શ્રાવિકા ભોજન તૈયાર કરે, તે ભોજન ત્રણ દિવસ પૂતિ કહેવાય. તેની વ્યાખ્યા આગળ કહેશે. એક વસતિમાં ઉત્કૃષ્ટ સાત જિનકલ્પીઓ હોય છે. જિનકલ્પના અભિગ્રહવાળા તપસ્યાથી સુકાયેલા અને મહાસત્ત્વવાળા એવા તેમને દેખીને સંવેગવાળી કોઈક શ્રાવિકા એમ બોલે કે હું નિર્ભાગી છું. શું કરું? આ સાધુ તો આ જે ચાલુ ખોરાક છે તે તો લેતા નથી, અને સહજપણે દઈ શકું એવું અમારી પાસે બીજું કંઈ આજ નથી. હું કાલે બરોબર ભોજન તૈયાર કરીને આદરથી દઈશ. આવું સાંભળીને તે નિવારવા માટે ભગવાન કહે કે ભમરાનાં ટોળાં, ગાયોનાં ટોળાં, સાધુઓ, પંખીઓ, અને શરદઋતુના મેઘોનાં સ્થાનો અનિયમિત જ હોય છે. તેમ કહ્યા છતાં તે બાઈએ અજ્ઞાનથી ધારેલું ભોજન તૈયાર કર્યું, જિનકલ્પીએ બીજે દિવસે ઘરની તે લાઈન છોડી દીધા અને અદીન અને અપરિશ્રાંત એવા તે મહાત્મા બીજી વીથિમાં ફર્યા, તે વખતે પેલી બાઈએ કરેલું ભોજન પહેલા દિવસે આધાકર્મી ગણાય. અને પછી ત્રણ દિવસ સુધી તે ઘર જિનકલ્પિયોને પૂતિ ગણાય, તે પૂતિના દિવસોમાં તે ઘરનું બીજું પણ કંઈ લેવું કહ્યું નહિ. ત્રીજો દિવસ ગયા પછી જ તે ઘરનું કાંઈ પણ લેવું કલ્પે. એવી રીતે પકવાન્નને અંગે પણ કોઈ શ્રાવિકા એમ ધારે કે આજ મહર્ષિ નથી આવ્યા, પણ કાલે આવશે એટલે તેમને આપીશ, એવું વિચારે તો તે પકવાનવાળું ઘર બે દિવસ આધાકર્મી ગણવું, અને ત્રીજા વિગેરે દિવસોમાં પૂતિ ગણવું. ત્રણ દિવસો તે ઘરનું કાંઈપણ ન ખપે, છ સાતમે દિવસે જ ખપે. નહિં ક્યનો પહેલો દિવસ અને બાકીના એક બે દિવસો આધાકર્મીના જાણવા, હવે સાતમે દિવસે પહેલી લાઈનમાં ફરી પણ ફરતા દેખીને શ્રાવિકા કહે કે, તે દહાડે આધાકીના કેમ નહિ આવ્યા ? મેં તમારા માટે ખોટો ખર્ચ કર્યો, એમ તે શ્રાવિકા કહે ત્યારે ભગવાન જિનકલ્પી શ્રાવિકાને અનિયમિત વસતિઓ વિગેરે વાક્ય જે પૂર્વે જણાવ્યું છે તે વાક્ય આજ્ઞાને અનુસાર આધાકર્મી છોડનારો શુદ્ધમનવાળો એવો જિનકલ્પી કહે. શંકાકાર કહે છે કે વીથીમાં આવેલા જાણીને બોલ્યા વગર પહેલે જ દિવસે આધાકર્મી આદિક કરે, ત્યાં શું સમજવું, એના ઉત્તરમાં કહે છે કે, જો કોઈ એવી