SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રી સિદ્ધચક્ર તા. ૧૦-૫-૧૯૩૭ આનંદ પામેલા તે સાધુઓ પાછા આવે. તે જિનકલ્પવાળા મહાત્મા નિર્ચાઘાત હોય તો માસકલ્પને લાયક ક્ષેત્ર જાણીને ત્યાં જઈને વિચરે. એ સંક્ષેપથી વિહાર કહેવાય. આ કલ્પમાં આ મહાત્માને દશ પ્રકારની સામાચારીમાં જે સામાચારી ભજનાએ છે તે ગુરુઉપદેશથી હું કહું છું. પ્રથમ તો દશ પ્રકારની સામાચારી આ પ્રમાણે છે. ઇચ્છાકાર', મિથ્થાકાર, તથાકાર, આવસ્યકી, નૈષેબિકી", આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના‘, નિમંત્રણા, અને ઉપસંપ”. એ દશ પ્રકારની સામાચારીમાં આવશ્યકી, નૈષેધિકી, મિથ્થાકાર, પૃચ્છા અને ગૃહસ્થને અંગે ઉપસંપ એ પાંચ છોડીને બાકીની પાંચ ઇચ્છાકારઆદિ સામાચારીઓ જિનકલ્પીને ગચ્છવાસ ન હોવાથી હોય નહિં. કેટલાક કહે છે કે આવશ્યકી, નૈષેધિકી, અને ગૃહસ્થની ઉપસંપદાને છોડીને બાકીની સાતે સામાચારીઓ જિનકલ્પમાં હોય નહિં, અથવા તો પ્રતિલેખના આદિ નિત્યકર્મરૂપી ચક્રવાલ સામાચારીમાં જે જિનકલ્પક આદિને જે યોગ્ય હોય તે બધી કહેવી. જિનકલ્પ લેનારાને શ્રુત વિગેરેની મર્યાદા તો આવી રીતે છે - सुअ १४२६, ओवासे १४२७, भिक्खा १४२८, आयार १४२९, पढमि १४३०, दिव्वाई १४३१, आयंको १४३१, अब्भु १४३३, एगो १४३४, उञ्चारे १४३५, अममत्ता १४३६, केच्चिर १४३७, नो १४३८, पास १४३९, ओवासो १४४०, एवं १४४१, सार १४४२, संठवणा १४४३, अण्णं १४४४, पाहुडिआ १४४५, अज्जित्ति १४४६, दीवत्ति १४४७, ओहाणं १४४८, तह १४४९, सुहम १४५०, भिक्खा १४५१, पाणग १४५२, लेवा १४५३, अल्लेवं १४५४, णायंबिल १४५५, पडिमत्ति १४५६, जिण १४५७, मासं १४५८, कह १४५९, अभिग्ग १४६०, जिण १४६१, किं १४६२, सव्व १४६३, अणि १४६४, तीए १४६५, पढम १४६६, उग्गा १४६७, तिहिं १४६८, अह १४६९, किं १४७०, अणि १४७१, चोएड १४७२, चोअग १४७३, एसो १४७४, इअ १४७५, इअ १४७६, इअरे १४७७, एवं १४७८, एगाए १४७९, वीहीए १४८०, एएसिं १४८१, अइ १४८२, एसा १४८३. શ્રુત, સંઘયણ, ઉપસર્ગ, આતંક, વેદના, કેટલા, ઠંડિલ, વસતિ, કેટલો કાળ, ઠંડિલ", માતરૂં, અવકાશપ, ઘાસ અને પાટીઉ, રક્ષણ, સંસ્થાપન, પ્રાભૃતિક, અગ્નિ, દીપ, નજર રાખવી, કેટલા રહેશે”, ગોચરી", પાણી, લેપાલેપ, અલેપ, આંબેલ", પ્રતિમાજ,માસકલ્પ૭ એવી રીતે જિનકલ્પ સંબંધી ર૭ દ્વારા કહેવામાં આવશે. તેમાં શ્રુતનામના દ્વારમાં નવમાપૂર્વની ત્રીજી જે આચારવસ્તુ તેનું જ્ઞાન જધન્યથી હોય. કેમકે ત્યાં આચારવસ્તુમાં કાલનું નિરૂપણ છે માટે તેનું જ્ઞાન તો અવશ્ય હોવું જોઈએ અને ઉત્કૃષ્ટથી ન્યૂનદશપૂર્વ હોય, પહેલા સંઘયણવાળા અને પૈર્યથી વજની ભીંત જેવા પુરૂષો આ કલ્પને અંગીકાર કરે, પણ એ વજઋષભનારાચ સિવાયના બીજા સંઘયણવાળા કોઈ દિવસ પણ તે કલ્પને અંગીકાર ન કરે. દેવતાઈ આદિ ઉપસર્ગો જિનકલ્પીને હોય અગર ન પણ હોય, અને જો હોય તો નિશ્ચયચિત્તવાળા અને દઢભાવનાવાળા એવા તેઓ તે ઉપસર્ગોને સહન કરે. જવરઆદિ રોગને અંગે પણ હોય અથવા ન પણ હોય, એવી ભજન જાણવી. કદાચ હોય તો નિષ્પતિકર્મ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy