________________
૩૩૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ છે. એવી રીતે પરમાર્થને સમજનાર મહાપુરૂષ સુખ અને દુઃખમાં સરખો, એવો સાધુ આત્મારામાં થાય છે, અને પછી તે અનુક્રમે ઇષ્ટકાર્યને સિદ્ધ કરે છે. એકત્વભાવનાથી વૈરાગ્ય પામેલો મહાત્મા, કામભોગ, ગણ કે શરીર એ ત્રણે અગર એ ત્રણમાંથી એકમાં પણ આસક્તિવાળો થતો નથી અને શ્રેષ્ઠ યોગસાધનને પામે છે. હવે બલભાવના કહે છેઃ
એવી રીતે એકત્વ ભાવનાવાળો તે મહાત્મા કાયોત્સર્ગમાં બૈર્યતાસ્વરૂપ, શરીર અને મનના બળને વિચારે છે. તે મહાપુરૂષને પ્રાયે કાયોત્સર્ગથી ધૃતિ થાય છે અને ભાવનાબળથી કાયોત્સર્ગ થાય છે.
અભ્યાસથી જેમ ભાર આદિ વહન કરવાનું શરીર આદિમાં બળ આવે છે તેવી રીતે સંઘયણ છતાં પણ અભ્યાસથી જ બળ આવે છે. હમેશાં શુભભાવથી ધૃતિ થાય છે, માટે કાયોત્સર્ગથી શુભભાવની સ્થિરતારૂપી વૃતિ જેમ દરિદ્રને નિધાન આદિ ઈષ્ટના લાભથી વૃતિ થાય તેની પેઠે ઉત્તમોત્તમ છે તે ધૃતિ કરે. ધૃતિ અને બળથી કેડ બાંધનારો, બુદ્ધિશાળી, કર્મના જયને માટે તૈયાર થયેલો કોઈ જગા પર વિખવાદ નહિ કરનારો મહાત્મા અત્યંત ઉપસર્ગોને સહન કરનારો થાય છે. આ તપ આદિની સર્વે ભાવનામાં સામાન્યથી આગળ કહીશું તે વિધિ હોય છે. આ જગ્યા ઉપર કેટલાક ગાથાના “ચ” શબ્દથી વિધ્વંતર પણ માને છે. અભ્યઘતવિહાર માટે તૈયાર થયેલ મહાત્મા પ્રથમ ગચ્છમાં જ જિનકલ્પ જેવો રહ્યો થકો, આહાર ઉપધિ વિગેરેમાં પરિકર્મ કરીને પછી તે કલ્પ અંગીકાર કરે. તે મહાત્મા ત્રીજી પોરસીમાં લેપવગરનું અને સાત એષણાઓમાંની પાંચ એષણામાંથી કોઈ પણ એક એષણાએ જ ભોજન લે, અને બે એષણામાંથી કોઈક પણ એક એષણાએ યથાકૃત ઉપથિ ગ્રહણ કરે. કરપાત્રી કે પાત્રવાળો સચેલક કે અચેલક જેવો પોતે થવાનો હોય તેવી રીતે પરિકર્મ કરે. હવે છેલ્લું કલ્પપ્રતિપત્તિદ્વાર કહે છે.
निम्माओ १४१४, खामेइ १४१५, जं १४१६, दबाई १४१७, दाराणु १४१८, पक्खी १४१९, आभोएउं १४२०, एत्थ १४२१, इच्छा १४२२, आवस्सि १४२३, आवस्सि १४२४, अहवा १४२५..
ગચ્છમાં રહીને સૂત્ર અને અર્થ આદિથી તૈયાર થયેલા મહાત્મા પોતાના ગચ્છાદિકની અનુજ્ઞા અભિનવ આચાર્યઆદિકને કરે અને પછી વિધિપૂર્વક તે નવા આચાર્યાદિકની પ્રશંસા કરે, અને અત્યંત સંવિગ્નતાવાળો તે મહાત્મા બાળવૃદ્ધ સહિત સકલશ્રમણો-સંઘને યથોચિતપણે ખમાવે. પૂર્વકાલમાં વિરૂદ્ધ એવા જે કોઈ હોય તો તેને તો વિશેષ કરીને ખમાવે. તે ખમાવવાની રીતિ બતાવે છે કે શલ્ય અને કષાયરહિત એવો થયો છતાં હું, પહેલાં મેં પ્રમાદથી જે તમારા પ્રત્યે જે કાંઈ સારી રીતે વર્તન ન ક્યું હોય તે સર્વે હું તમને ખમાવું . પછી દ્રવ્યાદિકની અનુકૂળતા હોય ત્યારે દાનાદિક વિભૂતિપૂર્વક જિનેશ્વર આદિ જ્ઞાનીઓની પાસે જ જિનકલ્પ અંગીકાર કરે. અને તેવા જ્ઞાતાઓના અભાવે વડવૃક્ષ નીચે જિનકલ્પ અંગીકાર કરે. તે મહાત્મા ત્રિીજીપીરસીએ ભાવનાપૂર્વક તે દિવસે વિશેષ તપવિધાન કરીને ગચ્છાદિકથી સર્વથા નિરપેક્ષપણે વિહાર કરે. થોડી ઉપધિવાળો તે મહાપુરુષ ગચ્છાશ્રમથી પંખીની માફક નીકળ્યા પછી જ્યાં સુધી દૃષ્ટિવિષય બંધ ન થાય ત્યાં સુધી ગચ્છવાળા સાધુઓ તે જ સ્થાને રહે અને પછી