________________
૩૩૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ અભ્યાસ તે પરિકર્મ કહેવાય. તેથી વિધિપૂર્વક ઇંદ્રિયોની આધીનતાને લીધે આત્માને આ લોક અને પરલોકમાં થતા અપાય વિગેરેનું સમ્યક્ આલોચન કરે. શંકા કરે છે કે સાધુએ પહેલેથી જ ઇંદ્રિય કષાય અને યોગો વશ કરેલા જ હોય છે. અર્થાત્ આ પરિકર્મમાં ઈદ્રિયો આદિને વશ કરવાની વાત નવી નથી. એવી શંકાના ઉત્તરમાં કહે છે કે ઇદ્રયાદિના જયથી જ તે અભ્યદ્યવિહારરૂપ કલ્પની સિદ્ધિ ગણતો સાધુ તે ઇંદ્રિયો આદિને જીતવામાં વિશેષ યત્ન કરે. જો કે ઇંદ્રિયોઆદિને સરખી રીતે જીતવાના છે છતાં ઇન્દ્રિયો અને યોગો પહેલાં પણ સ્થવિરકલ્પમાં સામાન્યથી જીતાયાં છે. પણ કષાયના જયે કરીને જેટલો અહીં અધિકાર છે તેટલો ઈદ્રિય અને યોગના જયે કરીને નથી, કેમકે ઇંદ્રિય અને યોગો કષાયો વિના દુઃખ વધારવાવાળા થતા નથી. ઇદ્રિયો અને યોગનો પણ જય નકામો તો નથી, માટે જણાવે છે કે ઇંદ્રિય અને યોગ સિવાય જે માટે કષાયો પણ થતા નથી તેથી કષાયના જયને માટે ઇંદ્રિય અને યોગનો જય પણ કરવો જ જોઈએ. હવે તપભાવના વિગેરે કહેશે-એવી રીતે અભ્યદ્યતવિહાર કરવા માટે તૈયાર થયેલ મહાત્મા શુદ્ધભાવવાળો છતો પોરસી આદિ નવું તપ, સુધાને જીતવા માટે ત્રણગણું કરે. વેગવાળી નદીને વારંવાર ઉતરીને સીધા ઉતરવાવાળા સિંહનું અહીં દષ્ટાત સમજવું. એકેક તપ ત્યાં સુધી કરવું કે જેથી કદાચિત્ છ મહીનાના ઉપસર્ગ થાય અને આહાર ન મળે અથવા અશુદ્ધ મળે તો પણ ત્યાં સુધીનું તપ કરવાથી યોગને હાનિ ન થાય. અલ્પઆહારવાળા સાધુઓની ઇન્દ્રિયો આહારની અલ્પતાને લીધે વિષયમાં પ્રવર્તતી નથી, તેમજ આહારના ત્યાગની તપસ્યાના અભ્યાસે ગ્લાનિ નહિં પામતાં અશનઆદિમાં આશક્ત પણ થતી નથી. જેને પાંચે ઈદ્રિયો તપભાવનાથી દમાઈને આધીન થાય છે તે જ મહાત્મા ઇંદ્રિયોના યોગોનો આચાર્ય બની સમાધિના કારણોને ઇંદ્રિયો પાસે ઇચ્છા પ્રમાણે કરાવે
આવી રીતે તપમાં તૈયાર થયેલો તે સાધુ પછી સત્ત્વ નામની ભાવના કરે, અને તે સત્વભાવનામાં નિદ્રા અને ભયને જીતવા માટે આ પાંચ રીતે કાયોત્સર્ગરૂપી પ્રતિમાઓ કરે. પ્રથમ પ્રતિમા ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી ચોકમાં, ચોથી શૂન્યઘરમાં અને પાંચમી શમશાનમાં કરે. એમ અનુક્રમે પાંચ પ્રતિમા હોય છે. એ પ્રતિમાઓમાં પહેલાં લેવાતી થોડી થોડી નિદ્રાને જીતે. તેમ જ ઉંદરના સ્પર્શથી થતા તથા અકસ્માત્ ઉત્પન્ન થતા નહિં જીતેલા એવા ભયોને જીતે, એ જ અનુક્રમે બાળક, તસ્કર, અને દેવતા આદિકે કરેલા ભયને પણ જીતીને સત્ત્વશાલી નિર્ભય આત્મા સકલભારને વહન કરે. પછી એકાગ્રમનવાળા એ અનાકુલ એવા તે ભગવાન કાલનું માન જાણવા માટે સૂત્રભાવનાને સર્વથા સારી રીતે અભ્યસ્ત કરે તે મહાપુરુષસૂત્રભાવનાથી વાસિત થયેલ હોવાથી સૂત્રના હિસાબથી શ્વાસ, પ્રાણ, સ્તોક, મુહૂર્ત, પોરસી, અને રાત્રિ વિગેરે જાણે. આ સૂત્રના ઉપયોગથી જ હંમેશાં તે મહાત્મા અમૂઢલક્ષવાળો હોઈ દૂષણ નહિં લગાડતાં શુદ્ધકૃત્યોને કરે.મેઘાદિના આડંબરની વખતે બંને સંધ્યાના કાલ તેમજ ઉપસર્ગ વખતે પડિલેહણ, ભિક્ષા અને વિહારનો કાલ તેઓ છાયા વગર પણ જાણે, હવે એકત્વભાવના કહે છેઃ - તે મહાપુરુષ તત્વને હૃદયમાં કરતો, પરમ ઉપકાર એવા ગુરઆદિને વિષે દૃષ્ટિ પણ રાગને જીતવા માટે નહિ દેતો, મમત્વભાવ છોડીને એકત્વ ભાવના કરે. આત્મા એકલો જ છે બાકી બધું પણ સચેતન અને અચેતન માત્ર સંયોગથી જ થયેલું છે, અને એક મધ્યસ્થપણાને છોડીને સર્વ પ્રાયે દુઃખનું જ કારણ