SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ શ્રી સિદ્ધચક્ર તા. ૧૦-૫-૧૯૩૭ (ગતાંકથી ચાલુ) અભ્યદ્યતમરણનાં દ્વારા આ પ્રમાણે છે. અવ્યવચ્છિત્તિનું મન કરે પાંચ તુલના જિનકલ્પાદિવાળાને રાખવાનાં ઉપકરણો અને ઈદ્રિયાદિને જીતવા રૂપી પરિકર્મ તપ, સત્ત્વ, શ્રુત અને એકત્વમાં ઉપસર્ગો સહન કરવા અપવાદથી વડલા નીચે કલ્પનો અંગીકાર એ છ દારોમાં અવ્યવચ્છિત્તિનું મન નામનું દ્વાર કહે છે. ઉત્તમ અને પ્રશસ્ત ધ્યાનવાળા વૃદ્ધ આચાર્ય મધ્યરાત્રિએ સૂતેલા કે બેઠા છતા હૃદયથી આમ વિચારે કે લાંબોકાળ સાધુપણું પાળ્યું વાચના દીધી, શિષ્યોને તૈયાર કરીને આચાર્યની પરંપરા સંબંધી દેવું ઉતાર્યું, હવે મારે શું કરવું? ઉત્તમગુણવાળા જિનકલ્યાદિ વિહારે વિચરું? કે વિધિપૂર્વક અભ્યતમરણ અંગીકાર કરું ? આ અવસ્થામાં એ બેમાંથી જે લાયક વસ્તુ હોય તે કરવાથી પ્રવ્રજ્યા અખંડ થાય, નહિંતર છેડો ખરાબ આવવાથી પ્રવ્રજ્યા અખંડ થાય નહિં, એ પહેલું દ્વાર કહ્યું. અભ્યદ્યવિહાર અને અભ્યદ્યતમરણનું સ્વરૂપ કહે છે. અભ્યદ્યતવિહાર ત્રણ પ્રકારે છે. ૧ જિનકલ્પ, ૨ શુદ્ધપરિહારિક અને ૩ યથાલંદિક, એવી રીતે અભ્યદ્યતમરણ પણ ૧ પાદપોપગમન ૨ ઈગિની અને ૩ ભક્તપરિજ્ઞા એવી રીતે ત્રણ પ્રકારે છે. શ્રુતના બળે કે તેવાને પૂછીને ઘણું આઉખું બાકી રહેલું જાણીને ઘણા ગુણને મેળવવાની ઇચ્છાવાળા સાધુ અભ્યદ્યવિહારને અંગીકાર કરે. પ્રાયે કરીને અહીં અભ્યતવિહાર જે જિનકલ્પિકાદિના આચરણમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, અને ગણાવચ્છેદક એ પાંચ પુરૂષો અધિકારી હોય છે. તેઓની તુલના આવી રીતે છે. આચાર્ય થોડા કાલ માટે ગચ્છ બીજા જે તે ગચ્છના આચાર્ય હોય તેને ભળાવે અથવા જે સાધુ ઉપાધ્યાય આદિ જે સ્થાનમાં હોય તે તે સ્થાન થોડા કાળ માટે બીજાને આપે, આ આચાર્યાદિ સ્થાનને માટે અભિનવ આચાર્યાદિ ઉચિત છે કે નહિ તે પણ જુએ? કેમકે યોગ્ય જીવોને પણ પ્રાયે નિર્વાહ કરવો મુશ્કેલ પડે છે, અને ઘણા ગુણોને છોડીને થોડા ગુણોને સાધનારૂં કાર્ય કરવાનું પંડિતોને ઈષ્ટ હોતું નથી, અર્થાત્ જિનકલ્પાદિકને આચરવાથી થતી નિર્જરા અનર્ગલ છે, પણ તેના કરતાં ગચ્છનું પાલન ન થાય તો ઘણું જ નુકસાન થાય છે, માટે નવા આચાર્ય ગચ્છનું બરાબર પાલન કરે છે કે કેમ? તે જોવું અને તે જો બરોબર પાલનાર જણાય તો જ જિનકલ્પાદિ લે. કેમકે ડાહ્યા પુરુષો ઉત્તમપદાર્થની સિદ્ધિના પ્રયત્નવાળા જ હોય છે. હવે બીજું ઉપકરણનામનું દ્વાર કહે છે. તે અભ્યઘતવિહારવાળા આચાર્યાદિ પોતાના કલ્પને ઉચિત, શુદ્ધ એષણાવાળું અને માનવાળું એવું જ ઉપકરણ ગ્રહણ કરે, કદાચ તેવું ન મળે તો ઉચિત તો યાવત્ યથાકૃત એટલે જેને લીધા પછી કંઈ પણ સંસ્કાર ન કરવો પડે તેવું ઉપકરણ લે, પણ જ્યારે ઉચિત આદિ ગુણોવાળું ઉપકરણ મળી જાય, ત્યારે વિધિથી યથાકૃતને વોસરાવે. એવી રીતે આજ્ઞા પાલનારાને તે યથાકૃત પણ ઉચિત જેવું જ ગણાય, કેમકે સંવર અને નિર્જરાની પ્રધાનપણાવાળી પરલોકની વિધિમાં સર્વથા આશા જ પ્રમાણ છે, અને તે આશાની આરાધનાથી જ ધર્મ થાય છે. બાહ્યવસ્તુ તો તે ધર્મ થવામાં નિમિત્ત માત્ર છે. આજ્ઞાને આરાધન કરવાના ઉપકારમાં વર્તતું હોય તે જ યથાર્થ ઉપકરણ કહેવાય. નહિંતર ગણાતું ઉપકરણ એ ઉપકરણ ન કહેવાય, પણ તેને અધિકરણ કહેવાય. ત્રીજું પરિકર્મનું દ્વાર કહે છે, ઇંદ્રિયાદિ જિતવાનો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy