SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ શ્રી સિદ્ધચક્ર મહોપાધ્યાયજીએ એ દેવિગિરમાં સમગ્ર શ્રીવિજ્યદાનસૂરિજીએ આપ્યું હોય. મહોપાધ્યાયજીએ કરેલા પ્રસિદ્ધ ગ્રન્થો નીચે છે. ન્યાયશાસ્ત્રનો અભ્યાસ ર્યો હતો, એ હકીકત પણ તે જ હીરસૌભાગ્યના કથનથી નક્કી થાય છે, તેમાં લખે છે કે स पपाठ सधर्मसागरोऽखिलनैयायिकवाड्मयं ततः શ્રીહીરસૌભાગ્યમાં જગદ્ગુરૂનું વર્ણન ન. હોવા છતાં તેમના વર્ણન સાથે શ્રીધર્મસાગરજી મહોપાધ્યાયને સમગ્ર ન્યાયશાસ્ત્રના પારગામી તરીકે જણાવે તે તેમના ન્યાયશાસ્ત્રના અભ્યાસને ઓછું શોભાવનાર નથી. વળી શ્રીહીરસૂરિજીની શોભાને વધારનાર તેઓશ્રી હતા તેથી જ શ્રીહીરસૌભાગ્યકાર कविना ઘુઘેન સંનિધિમંસ્થિતમાના એમ જણાવે છે, અને ટીકાકાર બુધેન તત્વાર્થં પનાત્ પંડિતેન ચ ગર્થાત્ ધર્મજ્ઞરેન એમ સ્પષ્ટ જણાવે છે, અને દૌલતાબાદના ચોમાસાને અંગે પણ શ્રીધર્મસાગરાળિપ્રમુÊજી મહર્ષિભિઃ એમ જણાવી ગ્રંથકાર મહાત્માની મહત્તા જણાવવા સાથે ૧૬૦૬ પહેલાં ગ્રંથકાર મહારાજને ગણિપદ મળી ગયાની વાત પણ જણાવે છે. આ ઉપરથી એમ ચોક્કસ મનાય કે શ્રીમાની દીક્ષા ૧૫૯૬ કરતાં વ્હેલી હોવી જોઈએ. કારણ કે ભગવતીજીના યોગવહન કરવાથી ગણિપદ અપાય છે અને ભગવતીજીના યોગને માટે શાસ્ત્રમાં ફરમાવેલો દશવર્ષનો પર્યાય તો જરૂરી છે. આ ગણિપદ આચાર્ય મહારાજશ્રીવિજ્યદાનસૂરિજીએ આપેલું હોવું જોઈએ. કારણ કે આ જ મહોપાધ્યાયજી શ્રીતત્ત્વતરંગિણીમાં સ્પષ્ટ જણાવે છે કે વં तवगणगयणे दिणयरसिरिविजयदाणसूरिपया । નહિઝ બાળનેમં અર્થાત્ મહારાજશ્રીઆનંદવિમલસૂરિજી પાસેથી દીક્ષા થઈ, પણ જ્ઞાનાભ્યાસ તો વિજ્યદાનસૂરિ પાસેથી ર્યો છે, અને જ્ઞાનાભ્યાસના અનુક્રમે ગણિપદ પણ તા. ૧૦-૫-૧૯૩૭ ૧ કલ્પકિરણાવલી (૪૮૧૪) ૨ પર્યુષણાદશશતક (સં. ૧૬૨૮) ૩ ઉત્સૂત્રપદોદ્ઘાટનકુલક (સં. ૧૬૧૭) (૭૧૬) ૪ ઇર્યાપથિકીષત્રિંશિકા (૮૦૦) ૫ તત્ત્વતરંગિણી ૬ પ્રવચનપરીક્ષા (૧૭૭૮૨) ૭ જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ (૧૮૩૫૨) ૮ ગુરૂતત્ત્વપ્રદીપિકા (૧૦૦૦) ૯ પટ્ટાવલી (૬૦૬ સં. ૧૬૪૭) આ ગ્રન્થોમાં મળતા સંવત્સરના અંકોને હિસાબે હેલો ગ્રન્થ તત્ત્વતરંગિણી ૧૬૧૫ ના ચૈત્ર માસમાં બનાવેલો ગણાય. બીજે નંબરે ઉતસૂત્રપદોદ્ઘાટનકુલક કે સંવત્ ૧૬૧૭માં રચેલું છે. ત્યારબાદ ત્રીજે નંબરે કલ્પકિરણાવલી ગણાય. એ ટીકા ૧૬૨૮માં આસો માસે બનાવી છે. ચોથે નંબરે પર્યુષણાદશશતક હોવું જોઈએ. કારણ કે ૧૬૨૮ની રચેલી કિરણાવલીમાં પર્યુષણાદશશતકનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ધારણા કરવામાં જો ભૂલ ન થતી હોય તો એમ કહી શકાય કે પર્યુષણાદશશતક અને પ્રવચનપરીક્ષાની રચના સાથે હોવી જોઈએ. કારણ કે પર્યુષણાદશશતકમાં પ્રવચનપરીક્ષાનો અતિદેશ (૬૦૬ ગાથા પત્ર ૨૬માં). સ્પષ્ટપણે છે, અને પ્રવચનપરીક્ષામાં પણ આંચલિકવિશ્રામમાં પર્યુષણાદશશતકનો અતિદેશ છે. આવી રીતે અન્યોડન્યગ્રન્થોના અન્યોડન્યમાં જે અતિદેશો છે તે સાથે સાથેની રચનાને આભારી હોય. છતાં એટલું તો ચોક્કસ છે કે ૧૬૨૮ પહેલાં પર્યુષણાદશશતકની રચના હોવી જોઈએ. કેમકે કલ્પકિરણાવલી કે જેની રચના ૧૬૨૮ના આશ્વિન વદિ અમાવાસ્યાએ દ્દીપોત્સવે રાધપુરે એવા લેખથી સ્પષ્ટ છે એ કલ્પકિરણાવલીની ભલામણ પર્યુષણાદશશતકમાં પત્ર ૩૪ ગાથા ૧૦૭માં વિસ્તરતુ મત પવિતળાવતીતોવોદ્ધઃ એમ કહી સ્પષ્ટ રીતે કરી છે. આ પ્રવચનપરીક્ષામાં એક વાત જરૂ૨ વિચારવા જેવી છે કે અગ્યારે વિશ્રામના
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy