________________
૩૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
એ તમારો તિરસ્કાર કરે, તો પણ કુલવધૂની માફક એમના ચરણકમળને છોડશો નહિ. ગુરુકુલવાસમાં રહેવાથી રહેનારો જ્ઞાન મેળવે છે, સમ્યગ્દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે, માટે ભાગ્યશાળીઓ યાવજ્જીવ પણ ગુરુકુલવાસને છોડતા નથી. સાધુઓની માફક જ આચાર્યો સાધ્વીઓને શિખામણ દે અને આર્યચંદના, મૃગાવતી વિગેરેના પરમગુણો કહે. સ્વલબ્ધિવાળાને જણાવે કે પહેલાં તમારે વસ્ત્રાદિની લબ્ધિ ગુરુએ પારખેલી અને તે એકાંતનિર્દોષ જ હતી, પણ હમણાં વસ્ત્રાદિકને અંગે તે લબ્ધિ શાસ્ત્રાદિકને આધીન થઈ છે, માટે એ ઘણા ગુણવાળી થાય તેમ કરજે, એટલે કે સૂત્રને અનુસારે જ પ્રવર્તજે, એવી રીતે શિખામણ થયા પછી નવો આચાર્ય પરિવાર સહિત મૂળ આચાર્યની ત્રણ વખત પ્રદક્ષિણા કરી વંદન કરે. પછી પવેણુ કરે અને સમવસરણને અંગે જેવી જેની આચરણા હોય તે પ્રમાણે કરે, પછી નવો આચાર્ય મધ્યસ્થપણે શાસ્રરીતિએ ગણનું પાલન કરે અને પ્રયત્નથી બીજાઓને પોતાના સરખા ગુણવાન બનાવે ॥ અનુયોગ અને ગણની અનુજ્ઞા એવી રીતે સંક્ષેપથી વર્ણન કરી અને હવે સંલેખનાના મૂળ દ્વારો કહું છું, કારણ કે અનુયોગ અને ગણની અનુજ્ઞા કર્યા પછી વિધિપૂર્વક તે અનુજ્ઞાનું પાલન યાવત્ ચરમકાળ આવે ત્યાં સુધી રૂડી રીતે કરે
इति अनुज्ञावस्तु समाप्तं
એવી રીતે ચોથી અનુજ્ઞા નામની વસ્તુ કહી ! હવે પાંચમી સંલેખના નામની વસ્તુ કહે છે.
संलेहणा १३६६, ओहेण १३६७, परि १३६८, एसो १३६९, भणिऊण १३७०, अव्वो १३७१, सो १३७२, अणु १३७३, किं १३७४, पारद्ध १३७५, जिण १३७६ सय ९३७७, गणि १३७८, गण -१३७९, पिच्छामु १३८०, णय १३८१, उव १३८२, जाए १३८३, आणा १३८४, उत्र १३८५, परि १३८६, इंदिअ १३८७, इंदिअ १३८८, जेण १३८९, इअ १३९०, इक्विक्वं १३९१, अप्पा १३९२, तव १३९३,
i";
ઇસ ૧૩૧૪, પઢમાં ૨૨૧૧, આસુ ૧૨૧૬, ૫૫૦૬ ૨૨૨૧૭, અદ ૨૦૧૮, ૩સ્સામાં ૨૩૧૨, ત્તો ૨૪૦૦, મેહાફ ૪૦૬, ૫ત્ત ૨૪૦૨, ૫ો ૧૯૦૩, રૂથ ૧૪૦૪, ૫૫ત્ત ૨૪૦૬, ′ ૪૦૬, પાયું ૧૪૦૭, સહ ૨૪૦૮, ધિરૂ ૨૪૦૧, પ∞ા ૨૪૨૦, નિદ્ ૨૪૨૨, તદ્ન ૧૪, ૨૪oરૂ. .
જિનેશ્વરોએ આ સંલેખનાના અધિકારમાં વિચિત્ર તપસ્યા કરવાની કહી છે. કારણ કે તપ કરવાથી દેહ અને કષાયવિગેરે જરૂર પાતળા થાય છે. સામાન્યરીતે બધી તપસ્યા એવી છે તો પણ ચરમકાળમાં તપસ્યા વિશિષ્ટપ્રકારે લેવી વિધિપૂર્વક આચાર્યાદિપદ-પાલન કરીને જિનકલ્પ વગે૨ે અદ્યતવિહાર કે ભક્તપરિજ્ઞા અનશનઆદિ અભ્યુદ્યતમરણ કરવું એ જ સાધુઓને ઉચિત છે. જે માટે આ અભ્યુદ્યત વિહાર પણ ગચ્છ આદિ નિશ્રા વોસિરાવવા આદિ કારણોથી સંલેખનાની સરખો છે તે માટે સંલેખનાનાદ્વારમાં તેનું એટલે એઅભ્યુદ્યુતવિહારનું કથન વ્યાજબી છે. માટે સંક્ષેપથી અભ્યુદ્યુતવિહાર કહીને પછી હારને અનુસારે જ સંલેખનાના વિધાનપૂર્વક અભ્યુદ્યત મરણ કહેવાશે.
(અપૂર્ણ)
Des
--
4.
“