________________
૩૧૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
ઉપયોગપૂર્વક સાંભળે. એ પછી વંદન કરીને રૂછાવારેT૦ ગષ્ટ દિશા આદિની આજ્ઞા કરો. એમ કહે. પછી શિષ્ય વાંદીને સંવિદ લિં મામો ? એટલે હુકમ કરો શું કહું? એમ કહે, ત્યારે ગુરુ વંતિ પર્વય એટલે “વજન કરીને નિવેદન કરએમ બોલે. પછી શિષ્ય વંદન કરીને નિવેદન કરે. એમ ગુરૂને નિવેદન કરીને પછી શિષ્યવંદન કરીને તુષ્મ પવેદ્ય, સંવિદ સહૂિ પમિ ‘આપને નિવેદન કર્યું, હવે આપ આજ્ઞા કરો કે જેથી સાધુઓને નિવેદન કરૂં” એમ કહે. ત્યારે ગુરુ પવેલું એટલે નિવેદન કરએમ કહે. પછી શિષ્ય વંદન કરીને નમસ્કાર બોલતો ગુરુની પ્રદક્ષિણા કરે અને તે આચાર્ય મહારાજ ભગવાનના ચરણકમલમાં વાસક્ષેપ નાંખીને પછી શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખતા ગુરુમુહિં વૈજ્ઞાદિ એટલે “ઘણા ગુણોથી વૃદ્ધિ પામો” એમ કહે. એવી રીતે ત્રણવાર પ્રદક્ષિણા વિગેરે કર્યા પછી ગુરુ પોતાની નિષદ્યા ઉપર બેસે. બાકીનું વિધાન સામાયિક આરોપણમાં જેમ કહ્યું છે તેમ જાણવું, પણ અહીં કાયોત્સર્ગ દિશાદિઅનુજ્ઞા માટેનો જાણવો. પછી નવીન આચાર્ય પ્રાચીન આચાર્યની પાસે. પોતાના આસને બેસે પછી શિષ્યાદિ તે બને આચાર્યને વંદન કરે, અને જે મૂળ આચાર્ય હોય તે નવીન આચાર્ય અને સમગ્ર ગચ્છને એવી રીતે શિખામણ દે કે જે શિખામણ સાંભળવાથી બીજો જીવ પ્રતિબોધ પામે, ગણધરની શિખામણ કહે.
લોકોત્તર એવા તીર્થકર મહારાજાઓએ કહેલું, ઉત્તમ ફળને આપનારૂં, અને જગતમાં ઉત્તમપુરૂષ ધારેલું એવું આ ઉત્તમપદ-ગણાચાર્યપદ તને પ્રાપ્ત થયું છે. ભાગ્યશાળીઓને જ આ પદ અપાય છે, અને ભાગ્યશાળીઓ જ એને બરોબર રીતે પાળે છે એ પદને પાળીને તે ભાગ્યશાળીઓ દુઃખનો પાર પામે છે. દુઃખીજીવોના રક્ષણમાં સમર્થ એવા ઉત્કૃષ્ટજ્ઞાનાદિકને પામીને સંસારના ભ્રમણથી ડરેલા જીવોનું જેઓ રક્ષણ કરે તેઓ જ ભાગ્યશાળી કહેવાય. જો કે અજ્ઞાનરૂપી વ્યાધિથી ઘેરાયેલા રોગીઓ પોતાના સેગનું સ્વરૂપ અને ભય નહિ સમજી શકવાથી ઔષધ કરાવવા તૈયાર ન થાય તો પણ તાત્વિક પરમાર્થ કરનાર વૈદ્યો તેવાના પણ રોમને નાશ કરે છે, તો તું લોકોત્તરમાર્ગનો વૈદ્ય છે, અને તારા શરણે આવેલા આ ભવદુઃખથી પીડાયેલા એવા જીવો છે, માટે તેઓને તારે પ્રયત્નથી છોડાવવા જોઈએ. પ્રમાદરહિત, પરોપકાર્મ હંમેશાં ઉદ્યમવાળો. ઐહિકની પિપાસા વગરનો અને સેક્ષના સુખમાં જ સાધ્ય ર-નાર. જે મહાનુભાવ હોય છે તે જ તે અજ્ઞાનને ભવરોગથી મુકાવે છે. જો કે તું તેવો જ છે, તો પણ શાસ્ત્રની મર્યાદાને લીધે તેને માત્ર શિખામણરૂપે આટલું કહ્યું છે. તારી અવસ્થા પ્રમાણે તારે હંમેશા પ્રવર્તવું જોઈએ. હવે ગચ્છની શિખામણ કેવી હોય તે કહે છે.
સંસાર અટવીરૂપી મહાળહનમાં સિદ્ધિનગરીના સાર્થવાહ જેવા આ આચાર્યને તીવ્ર પ્રયત્નથી આરાધનામાં રહેવું. ક્ષણવાર પણ છોડવો નહિ, તેમજ જ્ઞાનના સમુદ્ર એવા આ પુરૂષનું વચન લોપવું નહિ, કેમકે એમ કરવાથી જ તમારો કરેલો સંસારત્યાગ સફળ થશે. અન્યથા તીર્થકરની આજ્ઞાનો ભંગ થાય, અને તેમ થાય તો તમારા આ લોક અને પરલોક બંને નિષ્ફળ થાય, તેટલા માટે કોઈક વખત