SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૩૧૬ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૪-૧૯૩૭ સો વિરૂર૭, ગાયો ૨૩૨૮, 30 રૂર૧, ૩૩ ૨૩૩૦, હેવ રૂરૂ, સ્વલબ્ધિમાન્ આચાર્ય ગુરુની સાથે કે ગુરુએ દીધેલા યોગ્ય પરિવાર સાથે વિચરે, પરિવાર ન હોય તો પણ સમાપ્તકલ્પની વિધિથી જ વિચરે. સમાપ્ત અને અસમાપ્ત તથા જાત અને અજાત કલ્પો સમજાવે છે. જાત અને અજાત એવો બે પ્રકારનો વિહાર હોય છે, અને તે એકેક સમાસ અને અસમાત એવા ભેદે બે પ્રકારે હોય છે. ગીતાર્થનો વિહાર તે જાતકલ્પ કહેવાય અને ગીતાર્થની નિશ્રા સિવાય સ્વતંત્રપણે અગીતાર્થનો વિહાર તે અજાતકલ્પ કહેવાય. ઋતુબદ્ધમાં પાંચ અને વર્ષાઋતુમાં સાતસાધુનો સાથે વિહાર હોય તે સમાપ્તકલ્પનામનો વિહાર કહેવાય, અને તે તે ઋતુમાં તે તે સંખ્યાથી ઓછા સાધુઓનો વિહાર તે અસમાપ્તકલ્પ કહેવાય. અસમાપ્ત અને અજાત કલ્પવાળાને સામાન્યપણે ક્ષેત્રનું કે તેમાંથી મળતા સચિત્ત અચિત્ત કે મિશ્રદ્રવ્યનું સ્વામિત્વ હોતું નથી, પણ જાતકલ્પ અને સમાપ્તકલ્પ હોય તો જ તે ક્ષેત્રાદિનું સ્વામિત્વ હોય છે. જુદા જુદા કુલના અગીતાર્થ અને ગીતાર્થ બંને ભેગા મળી જે વિહાર કરે તો તેમનું તેઓએ કરેલ વ્યવસ્થા પ્રમાણે સ્વામિત્વ હોય છે. હવે સાધ્વીને માટે કહે છે. વટ્ટ રૂરૂર, રેફ રૂરૂરૂ, તું ૩૨૪, ના રૂરૂષ સાધ્વી પણ બાકીની સાધ્વીઓ કરતાં ગુણગણે કરીને અધિક હોય, ચિરદીક્ષિત હોય અને શ્રુતિઆદિથી પરિણમેલી હોય તે જ સ્વલબ્ધિને એટલે ક્ષેત્રાદિને મેળવવા કે તેના સ્વામિત્વને યોગ્ય કહેવાય. આ સ્થાને કેટલાકો કહે છે કે જે માટે સાધ્વીઓને વૃષભાદિસાધુથી જ તપાસેલું પ્રાયે વસ્ત્રાદિ હોય છે, તેમજ સાધ્વીઓ સ્વભાવે તુચ્છ હોય છે માટે તેને સ્વલબ્ધિ- હોવી જોઈએ નહિં, પણ સાધ્વીયોને વસ્ત્રાદિક માટે સાધુ નિશ્રા છતાં પોતાની ચેલીઓને અંગે ભિક્ષાદિકમાં તો તેને સ્વલબ્ધિ હોય છે. વળી વૃદ્ધઅવસ્થાને અંગે આચરેલું પણ છે. તથા યોગ્યપાત્રમાં તુચ્છતા નથી પણ હોતી. સાધ્વીઓને માટે જાત અને સમાપ્તકલ્પનો વિચાર તો પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો, પણ દોષો અધિક જાણવા, અને સાધ્વીઓને ઉપધિ સૂત્રાનુસારે અધિક જાણવો હવે ગણની અનુજ્ઞા કરવાનો વિધિ કહે છેઃ एत्था १३३६, इच्छा १३३७, चइ १३३८, सीसो १३३९, आह १३४०, संदिसह १३४१, वंदितु १३४२, वंदित्तु १३४३, सीसम्मि १३४४, सेसं १३४५, दिन्ति १३४६, उत्तम १३४७, धण्णाण १३४८, संधा १३४९, अण्णाण १३५०, ता १३५१, मो एइ १३५२, ता १३५३, तुब्भे १३५४, णय १३५५, इहरा १३५६, ता १३५७, णाणस्स १३५८, एवम् १३५७, भणइ १३६०, इण्हिं १३६१, उद्वितु १३६२, अह १३६३, अणु १३६४, अणु १३६५, શિષ્યને ડાબે પડખે રાખીને પ્રાચીન આચાર્ય તેની સાથે દેવ વાંદે. પછી શિખ્ય આચાર્ય મહારાજને વંદન કરીને કહે કે ફચ્છાવર લિ આદિની આજ્ઞા આપો, પછી આચાર્ય ફેચ્છામો એમ કહીને અનુજ્ઞા માટે શિષ્યની સાથે કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં લોગસ્સ ચિંતવે. નમસ્કારે પારે, અને પછી લોગસ્સ પ્રગટ કહીને નમસ્કારપૂર્વક અનુજ્ઞાનંદીને કહે, ભાવિતઆત્મા શિષ્ય પણ તે નન્દીસૂત્રને
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy