SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૪-૧૯૩૭ સંક્ષેપથી જણાવી. આનો વિસ્તારથી ભાવાર્થ સૂત્રો દ્વારા જાણવો. પ્રવચનના હિતને વિષે ઉદ્યમવાળો આચાર્ય શિષ્યની સંપદા દેખીને સવપરિજ્ઞા જેવા બીજા પણ જ્ઞાનપરિજ્ઞા વિગેરેની વ્યાખ્યા કહે છે. इअ १३१४, सुत्तत्थे १३१५, संगहु १३१६, गीअत्था १३१७, एअ १३१८, विद्धा १३१९, कालो, १३२०, एव १३२१, कालो १३२२, लोगम्मि १३२३, गुरु १३२२४. तम्हा १३२५, दिवस्या १३२६. સંક્ષેપ કરીને અનુયોગની અનુજ્ઞાનો વિધિ એવી રીતે જણાવ્યો. પૂર્વે જણાવેલ અનુયોગની અનુજ્ઞા પ્રમાણે બીજી જે ગણાનુજ્ઞા છે તે અનુયોગની અનુજ્ઞાવાળા આચાર્યને જ કેરાય કોઈખ વખતે અચાનક ગણાચાર્ય કાલ કરી જાય અને અનુયોગ અનુજ્ઞાવાલા આચાર્ય ન થાપ્યા હોય તો ગણાનુજ્ઞા બીજાને પણ કરાય ગણાનુજ્ઞાને યોગ્ય આચાર્યનું લક્ષણ કહે છે. સૂત્ર અને અર્થમાં નિપુણ હોય, ધર્મમાં પ્રીતિવાળો અને દઢ હોય, ગચ્છને વર્તાવવાના ઉપાયોમાં કુશળ હોય, ઉત્તમ જાતિ, અને ઉત્તમકુળવાળો હોય, ગંભીર આશયવાળો હોવા સાથે ઉપકરણાદિની અપેક્ષાએ લબ્ધિવાળો હોય, ઉપદેશ વિગેરેથી શિષ્યાદિના સંગ્રહ અને વસ્ત્રાદિકથી ગણને ઉપગ્રહ કરનારો હોય, ક્રિયાઓના અભ્યાસવાળો શાસનનો રાગી હોય, સ્વભાવથી પરોપકારી હોય, એવાને જિનેશ્વરોએ ગણનો સ્વામી કહેલો છે. તેવી જ રીતે યોગ્ય આગમવાળી, સંપૂર્ણ કિયાવાળી, ઉત્તમકુળવાળી, ઉત્સર્ગ અને અપવાદને જાણનારી, ગંભીર, દીર્ઘપર્યાયવાળી અને વૃદ્ધ અવસ્થાવાળી જે સાધ્વી હોય તે જ પ્રવર્તિની હોય છે. પૂર્વે કહેલા ગુણોથી રહિતમાં જે ગણિપદ કે પ્રવર્તિની પદ આપે ને વળી જે અંગીકાર પણ કરે તે માનનો ઇચ્છક ગણાઈને આજ્ઞાખંડન આદિક દોષોને પામે છે. કેમકે ગૌતમસ્વામિ વિગેરે મહાપુરૂષોએ ધારણ કરેલા એવા અદ્વિતીય ગણધર શબ્દને જાણતો થકો પણ જે અપાત્રમાં સ્થાપે તે મૂઢજ કહેવાય. કાલોચિતગુણવગરનો જે આચાર્ય પદવી લે તે તથા દીધેલી પદવીને ક્ષુદ્રભાવવાળો છતાં સ્વશક્તિએ પાલન કરે નહિ તે પણ મૂઢ જાણવો. એવી જ રીતે આર્યચંદના વિગેરેએ ધારણ કરેલો જે પ્રવર્તિની શબ્દ તેને અપાત્રમાં જાણતો થકો જે સ્થાપન કરે ને ધારણ કરે તે પણ વિરાધક છે. કાલોચિત ગુણ રહીત એવી જે સાધ્વી પ્રવર્તિનીપદ લે તે તેમ જ લીધેલું પ્રવર્તિનીપદ સ્વશક્તિ મુજબ વિશુદ્ધ ભાવવાળી છતાં સમ્યક્ ન પાલન કરે તે પણ મહાપાપિણી સમજવી. જે માટે અયોગ્ય સ્થાપન કરતાં જ્યાં આચાર્ય એવા અજ્ઞાની છે ત્યાં શિષ્યો પણ એવા અજ્ઞાની જ હશે એમ લોકોમાં શાસનની નિંદા થાય. અને બીજા તે શાસનના શ્રોતાઓના સાચા ગુણોમાં પણ અનાદર થાય અને મોટાઓના ગુણોની અવજ્ઞા થવાથી ઘણો કર્મ બંધ થાય, અને અન્ય જીવોને એવી રીતે કર્મબંધ થવાથી અયોગ્ય એવા લેનારને પણ અનર્થ થાય, અને તેથી આપનારને પણ આજ્ઞાવરાધકપણાથી ડુબવાનું થાય, તેટલા માટે તીર્થંકરની આજ્ઞાને આરાધતો ગુણવાળાને ગીતાર્થ એવા સાધુઓને તથા સાધ્વીને ગણિ કે પ્રવર્તિનીપદ આપે. યોગ્ય દીક્ષાના પર્યાય અને વયવાળ, ધીર, પિંડેષણાદિને જાણનારો બૃહત્કલ્પસૂત્રની પીઠિકાને જાણનાર અને સામાન્યથી અનુવર્તક નામન ગુણવાળો એવા આચાર્ય સ્વલબ્ધિવાળો કહેવાય છે “હવે આચાર્યના વિહારની વિધિ જણાવે છે :
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy