________________
શ્રી સિદ્ધચક્ર
३०८
કરવામાં આવે તો જરૂર તે મતોનું નિન્ડવોના મતના ખંડનની માફક ખંડન કરવું એ જ પૂર્વધરોની માફક સર્વશાસનાનુરાગિયોને યોગ્ય છે. એટલું તો ચોક્કસ સમજવું કે વિરૂદ્ધપદાર્થનું ખંડન કરતાં, પણ વિરોધિ ઉપરની ભાવઅનુકંપા ખસવી જોઈએ જ નહિં. અર્થાત્ સ્વમતનું મંડન અને અસત્યનું ખંડન એ બન્ને માર્ગપ્રતિપાદનની દૃષ્ટિએ થવું જોઈએ, અને તેમ કરવું એ દરેક મુમુક્ષુનું કર્તવ્ય જ છે.
જો કે સરાગદશાની હયાતી સુધી ઉન્માર્ગે જવાવાળા ઉપર વસ્તુતાએ તેને દૂષણથી બચાવવારૂપ ભાવદયા હોવા છતાં પ્રાયે ઉન્માર્ગે ચઢેલાઓ ઉન્મત્તતાને પામે એ સ્વભાવિક જેવું છે અને તેથી ઉન્માર્ગના ઉન્મત્તોને શાસ્ત્રના નેત્રોનું દાન કરી તે ઉન્મત્તતા ટાળી શકાય, પણ તે ઉન્માર્ગનું ગમન અત્યંત ઉન્મત્તતાવાળું થયેલું હોય છે ત્યારે તેને શાસ્ત્ર ચક્ષુ કાર્ય કરનાર થતી નથી. એકલી શાસ્રચક્ષુ કાર્ય કરનાર નથી થતી એટલું જ નહિં પણ વાંદરાના હાથમાં આવેલા ચાટલાનો જેમ તે વાંદરો સદુપયોગ તો ન કરે પણ તે આરિસાનો જ નાશ કરનાર થાય છે, તેવી રીતે બિચારા કેટલાંક ભારે કર્મી જીવો શાસ્રરૂપી ચક્ષુ જે શાસ્ત્રાનુસારી પરમકૃપાલુમહાત્માઓએ આપેલ હોય તેનો સદુપયોગ તો કરે નહિ, અને તે શાસ્ત્રચક્ષુના સદુપયોગથી પોતાના મિથ્યાત્વના અંધપણાને ખસેડવાની વાત તો દૂર રહી, પણ તે ઉન્માર્ગી કદાગ્રહી બનીને શાસ્ત્રરૂપી ચક્ષુને જ દૂષિત કરવા યાવત્ તેનો નાશ કરવા તૈયાર થાય છે ત્યારે શાસ્ત્રની પરમ ઉપયોગિતા અને મહત્તાના અવલંબને રહેનાર મહાત્માને પણ કષાયદશા આવવાનો વખત થાય છે. આટલા જ માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રકાર महारा४ अणासवा थूलवया कुसीला मिउपि चंउं પતિજ્ઞીમા અર્થાત્ શિષ્યો એટલે ઉપદેશના પાત્રો
તા. ૨૫-૪-૧૯૩૭
પ્રથમ તો અનાશ્રવ એટલે શાસ્ત્ર અને આજ્ઞાના વચનને અંગીકાર કરનાર બને છે અને પછી જ્યારે મંતવ્યની વિરૂધ્ધ શાસ્ત્રપાઠોની હાજરી દેખાડવામાં આવે કે શાસ્ત્રીય એવું ગુરૂ મહારાજ યા ઉપદેશકનું વચન અંગીકાર કરવાનો સત્યને અંગે પ્રસંગ આવે ત્યારે વાંદરા અને આરિસાના દૃષ્ટાન્તે તે બિચારો ઉન્માર્ગગામી જીવ ગુરૂ અને શાસ્ત્ર બન્નેનાં દૂષણો જ બોલવા રૂપ સ્થૂલવ એટલે અસંબધ્ધપ્રલાપ કરવાવાળો થાય છે. આવી હદ થવાથી
શાસકગુરૂમહારાજને તેવા અધમોની વધારે અધમ દશા ન થાય માટે ઉપેક્ષા કરવી પડે છે અને સમુદ્રથી નીકળેલાં માછલાંઓની માફક તે ગુરૂ, ઉપદેશ અને શાસ્ત્રમાર્ગથી દૂર થયેલાઓ સદાચાર અને સાધુપણાની શ્રેણિથી સરકી જઈ સત્તા એટલે ઉત્તમપુરૂષોના પંથથી પતિતપણામાં આવી જાય છે. વળી અત્યંત ભારે કર્મી તો શાસ્ત્રકાર મહારાજાઓ યુદ્ધોવધારૂં નમિયા એમ કહી જે આચાર્ય ઉપાધ્યાય અને ગુરૂ આદિના ઉપઘાતક બનવાનું વારંવાર નિષેધ કરે છે તેના પ્રસંગોમાં તે બિચારો આવી પડે છે અને પરિણામે મિંડપિ ચંડ પરંતિ સીમા એટલે ભવમાં બોધિ તારવાને માટે સજ્જ થયેલા
અને ભાવદયાથી ભરેલા એવા ગુરૂમહારાજને તે શિષ્ય પ્રચંડક્રોધનો અવકાશ આપવાનો પ્રસંગ લાવનારા થાય છે. આ ઉપરથી સ્હેજે સમજાશે કે ભગવાન જિનેશ્વર મહારાજા કે શાસ્ત્રકાર મહારાજાઓ ક્રોધ કરવાનું વિધાન કરતા નથી અને કરે પણ નહિ. તે મહાપુરૂષો તો ગુણપ્રાપ્તિનું જ વિધાન કરે. પણ ક્રોધ કે તેના કાર્યરૂપ દંડનું વિધાન કરતા નથી. એટલું જ નહિં, પણ શ્રી ભગવતીજી આદિ સૂત્રોમાં શ્રી સંઘઆદિના કારણે પણ વૈક્રિય કરનારા મહાત્માને આલોચનાદિ સિવાય આરાધક થવાની પણ મનાઈ કરે છે. એ કારણથી સાધુ સમુદાયના રક્ષણ માટે સિંહને મારનાર આખા સાધુસમૂહ આદિ છએ ખંડના શ્રમણસંઘને