________________
શ્રી સિદ્ધચક્ર
३०७
જણાવતાં સમ્મે એમ કહેવા કરતાં ભાવસમ્યક્ત્વની દુર્લભતા જણાવી સન્તા એમ જણાવ્યું છે એમ ચોક્કસ મનાય.
આ ઉપર જણાવેલનો પરમાર્થ એટલો જ છે કે જેમ અન્યમતના અસદ્ભૂત પદાર્થની શ્રદ્ધા સમ્યક્ત્વને નુકશાન કરનાર છે તેવી જ રીતે સ્વમતના અપદાર્થની શ્રદ્ધા થાય કે યથાસ્થિત શ્રદ્ધા ન થાય અથવા વિપરીત પદાર્થની શ્રદ્ધા થાય તો તેથી પણ યથાસ્થિત પદાર્થની શ્રદ્ધારૂપ ભાવસમ્યક્ત્વને તો બાધ થાય જ છે અને આ જ કારણ તપાસતાં માલમ પડશે કે જમાલિ વગેરેના વાદોનો શાસ્ત્રકારોને જે વિરોધ કરવો પડ્યો છે તે યોગ્ય જ છે એમ માલમ પડશે.
કેટલાકો વળી કહે છે કે જ્યાં તત્ત્વભેદ હોય ત્યાં જ વિરૂદ્ધતા ગણવી, પણ ક્રિયા તો એવી ચીજ છે કે તેના ભેદથી સમ્યક્ત્વનો કે મોક્ષમાર્ગનો ભેદ પડતો નથી. અર્થાત્ ક્રિયાના ભેદની વિરૂદ્ધતાના ખંડનમાં કે પોતાની ક્રિયાના મંડનમાં ઉતરવું વ્યાજબી નથી. આવું કહેનારાઓ જો કે પરસ્પરની વિરૂદ્ધતાવાળી લાગણીને શાંત કરવાનો ઉદ્દેશ જણાવે છે. જો કે વિરૂદ્ધતાની લાગણી શાંત થાય એ કોઈને અનિષ્ટ નથી, પરન્તુ સત્યના રક્ષણ પૂર્વક જો વિરૂદ્ધતાની લાગણી શાંત થાય તો જ તે ઇષ્ટ છે. બાકીના સત્યના ભોગે જો શાંતિ ઇચ્છવા લાયક ગણીયે તો શ્વાસના દરદથી હેરાન થનારને શ્વાસથી રહિત કરી દેવા જેવું જ થાય. વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જમાલિ વિગેરે નિન્દવો કાંઈ જીવાદિ પદાર્થને નહિં માનનારા તો નહોતા જ. વળી ગોષ્ઠામાહિલ નામના નિન્દ્વવને તો એક સામાયિકસૂત્રમાં મર્યાદા દેખાડનાર નાવગ્નીવ શબ્દ ન બોલવા માટે જ નિન્દ્વવ ઠરાવવામાં આવેલો છે. અને સર્વજ્ઞ ભગવાન સીમંધરસ્વામીજીએ તે
તા. ૨૫-૪-૧૯૩૭
ગોષ્ઠામાહિલને સાતમો નિહવ છે એમ સ્પષ્ટ જણાવ્યું પણ છે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધાર્મિક ક્રિયા જો મોક્ષને સાધનારી છે અને સમ્યવર્ણનજ્ઞાનચારિત્રાળિ મોક્ષમાî: એ વિગેરે વાક્યોથી જો ચારિત્ર એ મોક્ષનું સાધન છે, એટલું જ નહિં. પરન્તુ ચારિત્ર વિનાનાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ મોક્ષનો માર્ગ બનવાને લાયક નથી, તો પછી મોક્ષના મુખ્ય સાધનભૂત જે ચારિત્ર તેના વિપર્યાસમાં કે અશ્રદ્ધાનમાં વિરોધ ન હોવો જોઈએ એ કહેવું સાચા જૈનને તો શોભે જ નહિં. વળી તે કહેનારાઓએ વિચાર કરવાની જરૂર છે કે બંધના કારણો અધિકરણિકી આદિ ક્રિયાઓ છે તથા સંવર અને નિર્જરા જે મોક્ષનાં સાધનો છે તેનાથી વિપરીતતા એ મોક્ષમાર્ગનો વિરોધ ન ગણાય એવું કોણ કહી શકે ? વળી જેઓ શાસ્ત્રના વાક્યોને જાણે તથા માને છે તેઓને તો સવ્વયં સમ્મત્ત એ પદ માન્ય હોવાથી કોઈપણ પદાર્થની કે ક્રિયાની વિરૂદ્ધતા ચલાવી લેવાની રહે જ નહિં. વળી જો ક્રિયાના ભેદદ્વારા સમ્યકત્વને કોઈ પણ પ્રકારે બાધ ન આવતો હોત તો ભગવાન ગણધર મહારાજા સામાચારીના અને માર્ગના ભેદથી કાંક્ષામોહનીયનો ઉદય અને વિપાક જણાવી તે રાખવો નહિ એમ જણાવત જ નહિં. આ સ્થળે જરૂર એવી શંકા થશે · કે જ્યારે એમ છે તો પછી પરંપરાગત સામાચારીના ભેદને ચૂર્ણિકાર મહારાજા વગેરે કેમ પ્રમાણિક ગણે છે. આ શંકાના સમાધાનમાં સમજવાનું કે પરંપરાગત સમાચારીના ભેદો તપ અને વન્દનઆદિકની અપેક્ષાના છે અને તે પણ અન્યસામાચારી ભેદોના ખંડન વગરના છે. અર્થાત્ કષાયથી પ્રવર્તાવેલા સામાચારીના કે ક્રિયાના ભેદો હોય અને પાછા તે આગ્રહથી થાપવામાં આવે અને સન્માર્ગની અને શાસ્ત્રાધારે થતી ક્રિયાનું ખંડન