________________
૩૦૨
૩
૪
૫
શ્રી સિદ્ધચક્ર
ગાથાઓ ઉઠાવી બનાવાયો છે. શ્રીસ્થાનાંગસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું હોત તો સ્પષ્ટ માલમ પડત કે વાચનાદિ ચાર પ્રકારના સ્વાધ્યાય માટે પ્રથમાદિ સંધ્યાઓ અયોગ્ય ગણી છે, અને તે અસ્વાધ્યાયમાં શ્રુતની અભક્તિઆદિ દોષો છે. ધ્યાનનો વ્યાઘાત વર્જવા અસજઝાય છે. એ કથન કોઈ પ્રકારે માન્ય કરે તેમ નથી. તો બીજી પૌરૂષી ધ્યાનનો વખત છે. પણ અસજ્ઝાય નથી. શ્વેતાંબરો · નથી અર્હદુભગવંતોને વાણીરહિત માનતા અને નથી તો સંધ્યાકાલે જિનેશ્વરનો સભાબંધીએ ઉપદેશ માનતા,વ્યવહારના પાઠથી તથા પયંતિ એવું કહીને વાચનાદિ સ્વાધ્યાય જ ધીમેથી કરવા કહે છે. શ્રીતત્વાર્થસૂત્રમાં જ વર્શનવિશુદ્ધિવિનયસંપન્નતા આદિ કારણો દેખાડનાર જિન નામ કર્મમાં દર્શન હેતુ નથી એમ કહી શકે ? રાગ જોડવા હોય તો સસંયમની માફક જ કહેવાની જરૂર છે. અપ્રમત્તમાં જિન કર્મબંધ છે કે ? ત્રણ નરક અને દેવલોકમાં જિન નામકર્મનો બંધ છે કે નહિં ? સ્વભાવની અભિવ્યક્તિને અંગે ભવ્યત્વ નથી પણ ભવ્યત્વને અંગે અભિવ્યક્તિ છે. ભવ્યત્વ એ અનાદિપારિણામિક ભાવ છે. વળી નિગોદમાં જ રહે છે એવા પણ ઘણા ભવ્યો છે, બધા ભવ્યો અલ્પજ્ઞ નથી, સદોષ નથી, રાગી નથી.
આખરે દિગંબરે માન્યું કે દક્ષિણના વસવાટ પછી દિગંબર મત થયો અને તેઓ
૬
તા. ૨૫-૪-૧૯૩૭
માલવામાંથી જુદા પડ્યા. માધુકરીવૃત્તિ સર્વત્યાગીની છે તે દિગંબરોને પાત્રાદિ છોડવાથી છોડવી પડી, અને એષણાસમિતિને જલાંજલી આપી એક જ ઘરમાં ખાવું શરૂ કરવું પડ્યું. દુષ્કાલને લીધે વસ્ત્રપ્રાય રાખવા માંડ્યા એ કથન તો કાલજા વગરનો માને, અને કહે. શ્રીભદ્રબાહુસ્વામી સુધી જિનકલ્પ હતો એમ કોઈ જૈનઆગમ કહેતો નથી. શ્રીજંબુસ્વામીજીના મોક્ષ પછી જિનકલ્પનો વ્યુચ્છેદ કહે છે. તત્ત્વાર્થકાર મહારાજા જ વેદ અને લિંગની ભજના જણાવે છે, અને ટીકાકારો પણ કલ્પલિંગની ભજના જણાવે છે માટે શ્વેતાંબરોએ નથી તો નવી સરલતા કરી અથવા નથી તો તેમ કરવાનું પ્રયોજન. પરંતુ દિગંબરોને નાગાપણાનો આગ્રહ થવાથી અન્યલિંગાદિના મોક્ષને ઉઠાવીને ઉત્થાપક થવું પડ્યું છે. જૈનઆગમમાં પૂરગડુએ ખાધુ એમ કહ્યું જ નથી. સ્થાનકવાસી તો તમારી પેઠે ચોપડા ચોરની માફક આગમો નથી માનતા એમ નથી. અમોલખઋષિએ લખેલો અર્થ જુઠો છે. સંપ્રદાય મોહથી તેમ લખ્યું હોય તો તે જાણે. તમારા સાધુઓ કુવા આદિથી પાણી લાવતાં અને અન્નાદિ લાવતાં અને બનાવતાં જોડે રહે છે કે જેથી અનુચ્છિષ્ટ જ છે એ નિશ્ચય થાય.
સુ. મિલ્ટનલાલજીના પત્રમાં માત્ર પુસ્તક મોકલ્યાના વાત છે. તેનો કહેલો ભાવાર્થ માત્ર લેખકની કુટિલતા જ સુચવે છે. (દિગં. જૈનદ.)
મુંબઈના ગ્રાહકોને
તાકીદની સૂચના
આથી જણાવવાનું કે હજું કેટલાંક ગ્રાહકોના લવાજમ બાકી છે તેઓને વિનંતિ છે કે આ પત્ર વાંચેથી બે દિવસમાં લવાજમ તુરત ભરી જવું. જો તેમ કરવા ઢીલ થશે તો મુંબઈ ખાતે પણ વી. પી. થી લવાજમ વસુલ કરવા પડશે જેથી નાહકનું નવ આના જેટલું વધુ ખર્ચ ભરવું પડશે. એ જ...
તંત્રી.