SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૪-૧૯૩૭ ઇષ્ટ જ છે. સંપૂર્ણ સંયમ હોવાથી અને કિચનાદિ દ્રવ્ય ન હોવાથી તેમજ શાસ્ત્રની મર્યાદાએ સાધુઓને સાક્ષાત્ દ્રવ્યસ્તવ સ્વયં કરવા લાયક માન્યો નથી, કેમકે મુનિઓને સ્વયં કરવાની અપેક્ષાએ ભાવપ્રધાન જ હોય છે. મુનિ સિવાય ધર્મના અધિકારી જે શ્રાવકો છે તેઓને તો ભાવ સ્તવના કારણ તરીકે દ્રવ્યસ્તવ સાક્ષાત્ કહેલો જ છે. જે માટે કહ્યું છે કે દેશવિરતિવાળા કે જેઓ સંપૂર્ણ સંયમમાં પ્રવર્યા નથી તેઓને કૂવાના દૃષ્ટાંતથી સંસારને પાતળો કરનાર એવો આ દ્રવ્યસ્તવ લાયક છે. એમ નહિં કહી શકાય કે ત્યાં ચૈત્યસ્તવ આવશ્યકમાં પુષ્પાદિકરૂપ દ્રવ્યસ્તવ કહેલાં છે. પણ જિનભવન આદિ કહ્યાં નથી, કેમકે તે આવશ્યકમાં જે આદિ શબ્દ જે કહેલો છે તેથી જ કહેલો છે. વળી જો જિનભવન ન હોય તો ભગવાનની મૂર્તિઓ ન હોય અને તે ભગવાનની મૂર્તિઓ ન હોય તે ફૂલ વિગેરે કોને અંગે હોય? એમ નહિ કહેવું કે ત્યાં મુનિને માટે પુષ્પાદિકનો સ્પષ્ટ નિષેધ છે, કેમકે તે નિષેધ પોતાને કરવાની અપેક્ષાએ છે, પણ અનુમોદનાને માટે નથી. વજસ્વામીજીએ દ્રવ્યસ્તવ કરાવ્યો છે એમ પણ શાસ્ત્રોમાં સંભળાય છે, તથા પૂર્વધરોમાં ધર્મરત્નમાળા વિગેરે ગ્રન્થોમાં જિનભવનાદિ દ્રવ્યસ્તવની દેશના પણ છે. આ બાબતમાં જિનભવનાદિ કરવામાં થતી હિંસા અને યજ્ઞાદિમાં થતી હિંસાની સરખાવટ કરતાં શંકા-સમાધાન કરે છે. __ आहेवं १२२८, पीडा १२२९, अह १२३०, सिअ १२३१, एगिदि १२३२, एअंपि १२३३, सिअ , अह १२३५, किं १२३६, अग्गा १२३७, णय १२३८, णय १२३९, एवं १२४०, णय १२४१, अह १२४२, अह १२४३, णय १२४४, तम्हा १२४५, किम० १२४६, जह १२४७, सइ १२४८, तब्बिंब १२४९, पीडा १२५०, आरंभ १२५१, ता १२५२, ण य १२५३, ण अ १२५४, अग्गी १२५५, अस्थि १२५६, परि १२५७, इ. १२५८, एगिदि १२५९, सुद्धाण १२६०, अप्पा १२६१, जयणेह १२६२, जयणाए १२६३, पसा १२६४, सा १२६५, एत्तो १२६६, वर १२६७, गं १२६८, तत्थ १२६९, एव ૧૨૭૦, શિષ્ય શંકા કરે છે કે શ્રીજિનભવન આદિને ધર્મ માટે કરવાં જોઈએ એમ માનવાથી હિંસા પણ ધર્મને માટે થાય અને તે હિંસા દોષકારિણી નથી એમ પણ ઠરે અને જો એમ ઠરે તો પછી વેદ વિહિત હિંસા તેવી દોષ વગરની કેમ માનતા નથી ? કદાચ કહો કે તે યજ્ઞાદિની હિંસાથી તે બકરાઆદિને પીડા થાય છે, તો તે પીડા તો ચાલુ પૃથ્વીકાય આદિની હિંસામાં પણ સરખી જ છે. વળી વૈદ્ય ઉપકારી છતાં રોગીને પીડા કરે છે જ, તેથી પીડાથી અધર્મ જ છે એમ કહી શકાય નહિ. રોગીને પરિણામે તે દેવાતી દવાથી સુખ થાય છે એમ કહો તો તે યજ્ઞમાં પણ હણેલા જીવોને પણ સુખ સંભળાય છે. કદાચ કહો કે સુખ થાય તો પણ રંડીબાજી આદિની પેઠે ધર્મ કહેવાય નહિ, કદાચ કહો કે ત્યાં જિનભવનાદિમાં કરવાવાળાને શુભભાવ થાય છે તો યજ્ઞ કરવાવાળા બ્રાહ્મણોને પણ શુભભાવ જાણવો. કદાચ કહો કે પૂજામાં એકેંદ્રિયઆદિકની હિંસા થાય છે, તો યજ્ઞમાં તો તેનાથી ઘણા થોડા જ હણાય છે, કેમકે સર્વે જીવોને ન હણવા એવું શાસ્ત્રીય વચન સર્વજીવોની હિંસાને વર્જવાનું હોવાથી ધર્મને માટે થતી હિંસા દુષ્ટ નથી એમ તો કહી શકાય જ નહિં. આવી રીતના પૂર્વપક્ષના ઉત્તરમાં કહે છે કે વચનમાત્રથી એમ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy