________________
૨૯૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ ધર્મ થાય કે અધર્મ થાય એમ થઈ શકતું નથી, નહિંતર દુઃખી પ્રાણીઓને મારનાર સંસારમાંચકના ધર્મનું નિર્દોષપણું થાય. કદાચ કહો કે તે વચન સાચું નથી તો બીજું વેદની હિંસાએ નિર્દોષ છે એ વચન સાચું છે તેનું શું પ્રમાણ ? કદાચ કહો કે પ્રામાણિકપણે લોકો જ તેવો સંસારમોચકોને અનુકૂળ પાઠ બોલતા નથી, તો વેદના પ્રમાણપણામાં પણ સર્વલોક એકમતના નથી, કદાચ કહો કે લોકોએ છઠું જે સંભવ નામનું પ્રમાણ છે તે પ્રમાણને માનીને પાઠ માનેલો છે. અને વેદથી વિરૂદ્ધતા તો થોડા લોકોની જ છે. તેના ઉત્તરમાં કહે છે કે આ વાતમાં પણ પ્રમાણ નથી, કારણ કે સર્વસ્થાનના સર્વે લોકો દેખવામાં આવ્યા નથી અને તેથી લોકોના થોડા ઘણાપણામાં નિશ્ચય નથી, કદાચ કહો કે બધા લોકોને દેખીને શું કામ છે ? સકલ લોકોને દેખ્યા વિના પણ જેમ મધ્યદેશમાં વેદ માનનારાની બહુમતિ છે તેમ બધા ક્ષેત્રમાં વેદને માનનારાઓની બહુમતિ માટે સમજવું, એમ કહેવું તે વ્યભિચારવાળું હોવાથી યોગ્ય નથી. અગ્રાહારવાળા જેમ મધ્યદેશમાં ઘણા બ્રાહ્મણો દેખાય છે તેમ શુદ્રો ઘણા દેખાતા નથી, અને તે દેખવા માત્રથી બધે દક્ષિણોત્તર દેશો કે અનાર્ય દેશોમાં પણ આમ હોય એમ માની શકીએ નહિ. વળી ઘણાઓનો નિર્ણય સારો જ હોય અને થોડાનો નિર્ણય સારો ન જ હોય એમ કહી શકાય નહિ, કેમકે જગતમાં ઘણા મનુષ્ય મૂઢો હોય છે અને વિદ્વાન મનુષ્યો થોડા જ હોય છે. કોઈપણ રાગાદિકે રહિત એવો સર્વજ્ઞ પુરુષ છે નહિં કે જેથી ફરક પડે, કેમકે જૈમિનીના મતે સર્વે પુરુષો રાગાદિવાળા જ છે, અર્થાત્ વચનમાત્રથી ધર્મ તથા અદોષપણું માનીએ તો ચંડિકાદિની આગળ બ્રાહ્મણને મારનાર પ્લેચ્છોને પણ ધર્મવાળા અને અદોષવાળા માનવા પડે. એમ નહિ કહેવું કે તેમને પણ વચન એટલે તેમનું શાસ્ત્ર હિંસામાં કારણ નથી, કેમકે સર્વ પ્લેચ્છો દ્વિજઘાતના વાક્યથી બ્રાહ્મણને મારતા નથી. કદાચ કહો કે સ્વેચ્છનું વચન બધે પ્રામાણિક ગણાયું નથી, તો આ વેદનું વચન પણ બધે મનાયું નથી, માટે એ પણ મ્યુચ્છ વચનના સરખું જ છે. કદાચ કહો કે મ્લેચ્છનું વચન સંસ્કૃત નથી તો આ વેદનું વચન પણ સ્વેચ્છાએ સંસ્કૃત માનેલું નથી. કદાચ તે પ્લેચ્છ વચન વેદાંગતરીકે નથી તો દ્વિજવચન વેદાંગ છે એમાં પણ કાંઈ પ્રમાણ નથી. કદાચ કહો કે સ્વેચ્છવચન વેદમાં સંભળાતું નથી તો ઉચ્છિન્નશાખાવાળું તે સ્વેચ્છાનું વચન કેમ નહિં હોય ? વળી વેદના વચનમાત્રથી ધર્મ અને નિર્દોષપણું ભાષા સરખી ભાષાવાળું હોવાથી મનાય નહિ. બીજી પણ કલ્પનાઓ એવી રીતે સાધર્મ વૈધર્મેથી દુષ્ટ જાણવી. તેટલા માટે પંડિતપુરૂષે સર્વત્ર નિર્વિશેષપણે વચનમાત્રને પ્રવૃત્તિનું કારણ માનવું નહિં, પણ વિશિષ્ટપણાવાળું જ વચન પ્રવૃત્તિનું કારણ માનવું. આ વિશિષ્ટતા કઈ ? એ પ્રશ્નના ઉત્તરમાં જે દષ્ટ અને ઈષ્ટથી વિરૂદ્ધ ન હોય, વળી અત્યંત અસંભવિત પણ ન હોય, એવું વિચારીને શુદ્ધબુદ્ધિએ કહેલું વાક્ય-વચન હોય એ વિશિષ્ટતા જાણવી. જેમ અહીં સ્તવના અધિકારમાં ભાવ આપત્તિને નાશ કરવારૂપી ગુણે સહિતપણું હોવાથી દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વીકાય આદિની હિંસા થવા છતાં આત્માને શ્રીજિનેશ્વરોના ગુણોનું સ્મરણ આદિ થવાથી ઉપકાર થાય છે.
(અપૂર્ણ)