SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૪-૧૯૩૭ નથી. આજ કારણથી પૂર્વાચાર્યોએ પ્રમાણ યુક્ત જ (પ્રમાણથી સિદ્ધિ કરવા પૂર્વક) આ આચાર પાડનાર મહાત્માને જ ભાવ સાધુ કહેલો છે. તે પ્રમાણ આ પ્રકારે છે : सत्त्थु ११९१, विस ११९२ इअ ११९३, मग्ग ११९४, एवं ११९५, चउ ११९६, इअरभिम ११९७, तं ११९८, गुत्ती ११९९, जे १२००, जो १२०१, उद्दिट्ट १२०२, अण्णे १२०३, तम्हा १२०४, अलं १२०५, अपरि १२०६, निच्छय १२०७, आरा १२०८. શાસ્ત્રમાં કહેલા ગુણવાળો જ સાધુ કહેવાય, પણ બાકીના શાસ્ત્રોક્ત ગુણોથી જેઓ રહિત હોય તે સાધુ ન કહેવાય એ અમારી પ્રતિજ્ઞા છે. તે બાકીનાને સાધુ તરીકે ન માનવામાં અગુણત્વહેતુ જાણવો અને ઉલટાપણે સુવર્ણનું દ્રષ્ટાંત જાણવું. વિષનો ઘાત કરવો, રસાયણરૂપ થવું, મંગળ માટે કામ આવવું, નમવાનો સ્વભાવ, દક્ષિણ બાજુએ આવર્ત થવો, ભારેપણું, અદાલ્યપણું અને નહિં કહેવાપણું એ આઠ ગુણ સોનામાં હોય છે. તેવી રીતે સાધુરૂપી સાધ્યમાં પણ અનુક્રમે આઠ ગુણો જણાવતાં કહે છે કે મોહરૂપી વિષેનો નાશ કરે, મોક્ષના ઉપદેશરૂપી રસાયણરૂપે, તે જ પરિણામે ગુણથી મંગલાર્થપણું, વિનયવાળાપણું, યોગમાર્ગને અનુસરતા હોવાથી દક્ષિણાવર્તપણું, ગંભીર હોવાથી ભારેપણું, ક્રોધ રૂપ અગ્નિથી નહિ બળવાપણું અને હંમેશાં શીલભાવવાળા હોવાથી નહિ કહેવાપણું સમજવું, કારણ કે સાધર્મ ન હોય તો પ્રાયે દૃષ્ટાંત હોય નહિં, કષ, છેદ, તાપ અને તાડનારૂપી ચાર કારણે શુદ્ધ જે સુવર્ણ હોય તે જ વિષઘાત અને રસાયણઆદિ આઠ ગુણોવાળું હોય. સોનારૂપ દેખાજોમાં કષઆદિ જણાવીને હવે દાન્તિક તરીકે લીધેલા સાધુઓમાં કષાદિ ચારની ઘટના કહે છે. સાધુમાં પણ વિશિષ્ટલેશ્યા તે કષ, એકાગ્રપણું તે છેદ, અપકાર કરનાર ઉપર પણ અનુકંપા તે તાપ, અને આપત્તિમાં પણ ચિત્તનું નિશ્ચલપણું તે તાડના, આવા સર્વગુણોએ સહિત સાચું સોનું હોય, પણ બનાવટી કે માત્ર નામરૂપવાળું સોનું હોય તે એવું ન હોય. એવી રીતે ગુણ સહિતને તથા રહિતને સાધુ અને અસાધુ તરીકે જાણવા. જો કે બનાવટી સોનું, સોનાના રંગવાળું કરાય છે, તો પણ બાકીના ગુણો ન હોવાથી તે સોનું ગણાતું નથી. આ સૂત્રમાં સાધુના જે ગુણો કહ્યા છે તે ગુણોથી સહિત ઉત્તમસોનાની માફક ગુણના નિધાન એવા પુરુષોમાં જ સાધુપણું હોય છે. બનાવટી સોનાની માફક વર્ણવાળો છતાં પણ બીજા ગુણો ન હોવાથી જ ગુણરહિત જે સાધુ હોય તે ગોચરી કરવા માત્રથી ભિક્ષુ કહેવાય નહિં આધાકર્મી એવાં આહારપાણી ભક્ષણ કરે, પૃથ્વીકાયાદિ છકાયની હિંસા કરે, ઘર કરે, જલમાં રહેલા જીવોને પ્રત્યક્ષપણે પીએ તે સાધુ કેમ કહેવાય ? (જો કે કાયની હિંસામાં અપ્લાયની હિંસા આવી ગઈ હતી. પણ કેટલાકો શરીરની જરૂરીયાત માટે જલા હોવાથી તેના સચિત્તપણાને અંગે તેટલું બધું લક્ષ્ય નથી રાખતા, તે માટે અથવા દિગંબર જેવાઓ ભાજન નહિં રાખવાના કારણથી પાણીના ત્રણ ઉકાલાને અચિત્તતાનું કારણ ન માનતાં સચિત્ત પાણી વાપરે છે માટે પણ અપ્લાયની વાત જુદા રૂપે કહેવી જરૂરી ગણી છે અથવા શ્રીમહાનિશીથમાં સચિત્ત જલના ભોગને સાધુતાના ઘાતકમાં પહેલો નંબર આપ્યો છે માટે પણ અપ્લાયના પાનની વાત જુદી કરી છે)
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy