________________
૨૯૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ તેવી રીતે એક પણ શીલાંગ જો ઓછું હોય તો શીલાંગ કહેવાય નહિં. જે માટે એ અઢાર હજાર શીલાંગ સર્વસાવદ્યયોગની વિરતિ કરવાથી હોય છે, ને તે વિરતિ તત્ત્વથી એક જ સ્વરૂપ હોય છે. પણ એ શીલાંગોમાં વિભાગ પડે નહિં. આ હકીકત વિરતિ ભાવની અપેક્ષાએ સમજવી, પણ બાહ્ય પ્રવૃત્તિને આશ્રીને સમજવી નહિ, કારણ કે તે બાહ્ય પ્રવૃત્તિ તો ભાવ વિના પણ હોય છે. જેમ કાઉસ્સગ્નમાં રહેલા તપસ્વીને કોઈએ પાણીમાં નાંખ્યો, તે વખતે તે મહાત્મા પાણીના વધમાં પ્રર્વતેલી કાયાવાળો છે, છતાં ભાવથી ચલિત નથી, અને તેથી તે તત્ત્વથી પ્રવર્તેલો નથી. એવી જ રીતે મધ્યસ્થ સાધુ શૈક્ષ અને ગ્લાનાદિકને માટે ભગવાનની આજ્ઞાથી કોઈ અપવાદમાં પ્રવર્તેલો હોય તો પણ તે તેવી રીતે પ્રવર્તેલો છે માટે નહિં પ્રવર્તેલો જ જાણવો, કેમકે તે સાધુ આજ્ઞાને આધીન છે, અને તે આજ્ઞા સર્વજ્ઞ ભગવાનના વચનથી સર્વ જીવોને વૈદ્યકના દ્રષ્ટાંતે એકાંત હિતકારિણી જ છે. એવી રીતે અપવાદની પ્રવૃત્તિ ભાવસાધુના અઢાર હજાર શીલાંગ રૂપ વિરતિભાવને બાધ કરતી નથી, પણ પોતાની બુદ્ધિએ કલ્પેલા વિકલ્પથી શુધ્ધ ગણાતી હોય તો પણ ગીતાર્થોએ નિષેધ કરેલી એવી વસ્તુઓને અંગીકાર કરવા રૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ કરે છે, તો પણ ભવમાં ભમાડનાર એવો અભિનિવેશ ન હોય તો અનુબંધ પડતો નથી, (કારણ કે જો એમ ન હોય તો ગચ્છભેદે સામાચારીનો ભેદ હોવાથી માત્ર ગચ્છભેદથી અનુબન્ધવાળો બંધ થઈ જાય અને જો એમ માનવામાં આવે તો સામાચારીના ભેદમાં જ મિથ્યાત્વ થઈ જાય છે અને તેને અંગે જિનવચનની યથાસ્થિતતાએ શ્રદ્ધા રહે તો કાંક્ષામોહનીયનો જણાવેલો અભાવ ન રહે) પણ ગીતાર્થે નિષેધેલી પ્રવૃત્તિ. જો આગ્રહથી કરાતી હોય તો તે પ્રવૃત્તિ જરૂર અનુબંધવાળી હોય છે અને ચારિત્રના શૂન્યભાવ વગર એવી પ્રવૃત્તિ થાય નહિ, તેથી જ પૂર્વાચાર્યો આ વાત કહે છે કે એક તો ગીતાર્થનો સંજમ અને બીજો ગીતાર્થની નિશ્રામાં રહેનારનો સંજમ છે. પણ એ સિવાય ત્રીજો કોઈ પણ પ્રકારનો વિહાર એટલે સંજમ તીર્થકર ભગવાનોએ કહેલો નથી. ગીતાર્થની પ્રવૃત્તિ ઉસૂત્ર હોય જ. નહિં, તેમજ ગીતાર્થની નિશ્રાવાળા અગીતાર્થની પણ ઉત્સુત્ર ન હોય. કારણ કે ગીતાર્થ મુનિ મહારાજ નિશ્રાવાળાની અશુદ્ધ પ્રવૃત્તિ રોક્યા. સિવાય રહે નહિં ચારિત્રવાળો નક્કી કોઈ દિવસ પણ ભગવાન જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે જ નહિં અને ગીતાર્થપુરૂષ યોગ્યતા જાણીને બીજાને ઉસૂત્ર પ્રવૃત્તિથી નિવારણ કર્યા સિવાય રહે જ નહિં, એવી રીતે ગીતાર્થ અને તેની નિશ્રાવાળા બંનેને જ શુદ્ધચારિત્ર હોય, તે સિવાય બીજાઓને શુદ્ધચારિત્ર હોય જ નહિં, તેટલા માટે સંપૂર્ણ વિરતિપણું અઢાર હજાર શીલાંગરૂપ જ સમજવું. કોઈ દિવસ પણ શીલાંગોનું આ સંખ્યાની અપેક્ષાએ ઊનપણું હોય જ નહિં, જે માટે પ્રતિક્રમણ સૂત્રમાં પણ અઢાર હજાર શીલાંગવાળા જ વંદનીય ગણ્યા છે, તેટલા માટે અનંતમરણાદિ સ્વરૂપ એવા આ સંસારને જાણીને અને ગુરુઉપદેશથી મરણાદિ રહિત મોક્ષ જ છે એમ જાણીને સંસારથી વિરક્ત થાય. વળી તીર્થકરની આજ્ઞાથી અવિરતિમાં થતા ભયંકર દોષોને જાણીને મોક્ષાર્થી જીવ શુદ્ધભાવે આ શીલાંગને અંગીકાર કરે અને ઉપયોગ પૂર્વક શક્તિ પ્રમાણે શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોને તેમજ શક્તિ બહારના અનુષ્ઠાનોને સાંધતો, કર્મદોષોને ખપાવતો, સર્વત્ર મમતા રહિત, આગમમાં તત્પર, એકાગ્રમનવાળો, અમૂઢલક્ષ, વળી તૈલપાત્રને ધારણ કરનારના દ્રષ્ટાંત માફક અપ્રમત્ત અથવા રાધાવેધને સાધનારની માફક સાવચેત એવો સાધુ જ આ જિનેશ્વર મહારાજે જણાવેલ આચારોને કરવાને સમર્થ થાય છે. પણ બીજો તુચ્છ જીવ એને પાલવા સમર્થ થતો