SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૪-૧૯૩૭ . . . . . . : ભાવ ભવન અને બિંબની કરતી વખતે હતો તે ભાવથી ઉપાર્જન કરેલા કર્મોથી ભવાંતરે ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને એ ભાવચારિત્ર તે જ શુદ્ધ સંયમ છે. તે તીર્થકરોની આજ્ઞાને લીધે લાયક એવી પ્રવૃત્તિ કરવાથી આ શુદ્ધસંયમ તે ભાવસ્તવ છે, અને તીર્થકરને અંગે બાહ્ય અને અત્યંતર અન્ય સર્વ પદાર્થોથી નિરપેક્ષપણે આજ્ઞાનું કરવું તે જ ઉચિત છે. આ કાર્ય સાધુને છોડીને બીજો મનુષ્ય તીર્થકરના ગુણોનું જ્ઞાન ન હોવાથી તેમજ ચારિત્ર મોહનીયના જોરથી સમ્યક્ પ્રકારે કરી શકે જ નહિં. ભાવસ્તવના દુષ્કરપણામાં કારણ જણાવે છે. जं ११६२, जोए ११६३, करणाइ ११६४, भोमाई ११६५, ण ११६६, इय ११६७, सोइंदि ११६८, एवं ११६९, एत्थ ११७०, एक्को ११७१, जम्हा ११७२, एअं ११७३, जह ११७४, एवं ११७५, आणा ११७६, भावं ११७७, उस्सुत्ता ११७८, इयरा ११७९, गीअत्थो ११८०, गीअस्स ११८१, नय ११८२, ता ११८३, ऊणत्त ११८४, ता ११८५, परम ११८६, विहिआ ११८७, सव्वत्थ ११८८, तह ११८९, एत्तो ११९०. જે આ અઢાર હજાર શીલાંગનું પાલન ભાવસ્તવમાં અત્યંત ભાવપૂર્વક થાય છે તે અઢાર હજાર આવી રીતે : યોગ, કરણ, સંજ્ઞા, ઈદ્રિય, પૃથ્વીકાય આદિ અને શાંતિ આદિરૂપ શ્રમણ ધર્મ એ જે ત્રણ ત્રણ ચાર પાંચ દશ અને દશ ભેદે અનુક્રમે છે, તે સર્વને પરસ્પર ગુણવાથી અઢાર હજાર શીલાંગ બને છે. એ યોગઆદિના ત્રણ વગેરે ભેદો અને ગુણકાર સમજાવે છે. મન વિગેરે ત્રણ કરણો કહેવાય, અને કરવું કરાવવું આદિ ત્રણ યોગો કહેવાય, આહારઆદિ ચાર સંજ્ઞા ગણવી, શ્રોત્રઆદિ પાંચ ઈદ્રિયો ગણવી, પૃથ્વીકાય આદિ પાંચ સ્થવર અને બે ઈદ્રિય આદિ ચાર ત્રસ ભેદ એ નવ જીવ અને અજીવ ગણવાથી એ પૃથ્વીકાયાદિ દશ ગણવા અને ક્ષાંતિ આદિ દશ પ્રકારનો શ્રવણ ધર્મ ગણવો. એ અઢાર હજાર શીલાંગનો ભાવાર્થ નીચે પ્રમાણે : ક્ષાંતિસહિતપણે શ્રોત્રંદ્રિયના સંવરવાળો, આહાર સંજ્ઞાને છોડનારો છતાં સાધુ મને કરીને પૃથ્વીકાયનો આરંભ ન જ કરે, એ પહેલું શીલાંગ ગણાય. એવી રીતે માર્દવઆદિ નવનો પૃથ્વીકાયની હિંસા છોડવા સાથે સંબંધ જોડવાથી દશ શીલાંગ થાય અને એવી રીતે થયેલા દશને અપકાય વિગેરે નવમાં પણ જોડીએ એટલે નેવું થાય અને બધા મળીને સો થાય. જેમ શ્રોત્રેઢિયે સો ભેદ મળ્યા, તેવી રીતે બાકીની ચક્ષુઆદિ પાંચ ઈદ્રિયો પણ લઈએ તો પાંચસો થાય. એવી રીતે એક આહારસંજ્ઞાના યોગે જેમ પાંચસો આવ્યા તેમ બધી સંજ્ઞા લઈએ તો બે હજાર થાય. જેમ મને કરીને એ બે હજાર આવ્યા તેમ વચન અને કાયાએ કરીને પણ લઈએ તો છ હજાર થાય. એવી રીતે જેમ કરણે કરીને છ હજાર મળ્યા તેમ કરવાના અને અનુમતિના છ છ હજાર લઈએ એટલે અઢાર હજાર થાય. આ અઢાર હજાર ભાંગામાં બુદ્ધિમાનોએ આ તત્ત્વ જાણવું કે એકપણ શીલાંગ શુદ્ધ ત્યારે જ હોય કે બીજા બધા શીલાંગોનો સદ્ભાવ હોય. જેમ આત્માનો એક પ્રદેશ બીજા અસંખ્યાત પ્રદેશ સહિત જ હોય તેવી રીતે અહિં એક પણ શીલાંગ શેષ શીલાંગોએ સહિત જ સમજવું, અર્થાત્ એક પ્રદેશે ઊન એવા આત્માના સર્વ પ્રદેશોને જીવ ન કહેવાય,
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy