________________
૨૮૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ ચારિત્રનું કારણ બને છે, પણ આ લોકના કે કીર્તિ આદિના વિચારથી કરેલી પૂજા ચારિત્રનું કારણ બનતી નથી. એવી જ રીતે શાસ્ત્ર બહુમાન દ્વારાએ કરાતી પૂજા ભાવસ્તિવ અને આજ્ઞાઆરાધનમાં રાગ પણ ગણાય. આનાથી વિપરીતપણે કરાતી પૂજા દ્રવ્યસ્તવ પણ ગણાય નહિં. શાસ્ત્રના બહુમાન સિવાયની વિપરીત પૂજાને પણ જો દ્રવ્યસ્તવ ગણીએ તો પછી આજ્ઞાથી વિરૂદ્ધપણે લોકોમાં ઘર કરવા આદિક જે ક્રિયાઓ થાય છે તે બધી પણ દ્રવ્યસ્તવ તરીકે કહેવી પડે. કદાચ એમ કહેવામાં આવે કે આ કીર્તિ આદિને માટે પણ કરાતી પૂજા વીતરાગને અંગે થતી હોવાથી દ્રવ્યસ્તવ કહેવી એમાં અડચણ શી? તો વીતરાગને કરાતા તિરસ્કાર વિગેરે પણ ભગવાન વીતરાગને અંગે જ છે માટે તે પણ દ્રવ્યસ્તવ ગણાય. કદાચ કહેવામાં આવે કે વીતરાગને ઉદેશીને ઉચિત ક્રિયા એટલે પૂજા આદિ હોય તો જ દ્રવ્યસ્તવ ગણવો, તો આજ્ઞાની આરાધના તે જ ઉચિત છે, અને જે પૂજા ઔચિત્યની ગવેષણા વગરની, તેમજ ભાવશૂન્ય હોય છે તે વીતરાગ આદિને અંગે પણ હોય તો પણ ભાવસ્તવનું કારણ ન બનવાથી દ્રવ્યસ્તવ કહેવાય નહિં. જો કે તીર્થકરના મહિમાથી આ કીર્તિઆદિને માટે કરાતી પૂજા ભોગાદિક સંસારીફળને આપે, તો પણ તે ફળ બીજી રાજસેવા ધનવ્યયઆદિ રીતે પણ થાય છે અને વળી સંસારિક ફળ તુચ્છ છે. ઉચિત અનુષ્ઠાનની બુદ્ધિ એટલે દેશવિરાતિની અવસ્થામાં ભગવાનની આજ્ઞાને અનુસરીને આ વિધિ મારે કરવા લાયક છે એવી બુદ્ધિથી આ દ્રવ્યસ્તવ જો સાધુઆચારના એટલે ભાવાચારની સરખો છે, તો પછી તેને દ્રવ્યસ્તવ કહેવામાં ફક્ત ભાવની અલ્પઉત્પત્તિ છે તે જ કારણ છે, જિનભવનાદિ કરાવવા દ્વારાએ આ દેશવિરતિને ઉચિતક્રિયાનો શુભ યોગ છે, છતાં પણ સર્વ પ્રકારે આજ્ઞારૂપ જે સાધુ ધર્મ છે તેનાથી તો કેવળ તુચ્છ જ છે. સર્વત્ર મમતા રહિતપણારૂપ હોવાને લીધે સાધુક્રિયા મોટી છે અને આ દ્રવ્યસ્તવ કોઈક તુચ્છમાં મમત્વને લીધે તુચ્છ છે. મમત્વ જીવને નિશ્ચયે દૂષિત કરે છે અને દૂષિત થયેલાનો સર્વ વ્યાપાર વિશ્વવ્યાપાર જેવો જ છે.ત્યાગ કરવા લાયક હિંસાદિક સર્વ પદાર્થથી ત્રિવિધ ત્રિવિધે સર્વથા નિવર્સેલા અને સર્વથા મમત્વરહિત હોવાથી અદૂષિત એવા સાધુઓનો લેવા લાયક એવો હોવાથી અને ભગવાન જિનેશ્વરની આજ્ઞામાં વર્તનાર હોવાથી સર્વથા શુદ્ધ વ્યાપાર છે. વળી આ દ્રવ્યસ્તવ કાંટાવાળા વૃક્ષથી નદીને પાર ઉતરી જવા જેવો અસમર્થ છે, ઝાંખરૂં એવું છે કે વધારે ભારને તારે પણ નહિ અને પકડનારને પીડા પણ કરે. પરંતુ તેટલા આલંબનથી પણ ડુબતો બચે, એવી રીતે આ દ્રવ્યસ્તવ આરંભ મમત્વવાળો છતાં સંસારમાંથી બચાવી લે છે, ત્યારે ભાવસ્તવ સંપૂર્ણ નદીને બાહુથી તરવા જેવો છે, અથવા તો કટુક ઔષધાદિક પીને સામાન્ય રોગને નાશ કરવા જેવો દ્રવ્યસ્તવ છે, ત્યારે ઔષધ વગર રોગને નાશ કરવા જેવો ભાવસ્તવ છે. દ્રવ્યસ્તવથી પુણ્યબંધ થાય છે અને સુગતિ, સંપત્તિ, વિવેક વિગેરે તે દ્રવ્યસ્તવથી થાય છે અને પરંપરાએ કાલાંતરે તે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ પણ મળે છે. જિનબિંબની પ્રતિષ્ઠાના ભાવથી ઉપાર્જન કરેલા કર્મોને લીધે હંમેશાં પોતાનું નિર્દોષપણે સુગતિમાં રહેવું થાય છે, ત્યાં સુગતિમાં પણ સાધુ મહાત્માના દર્શનની પ્રાપ્તિ થાય છે અને તેથી થયેલા ભાવથી દ્રવ્યસ્તવથી ઉપાર્જન કરેલા કર્મોને લીધે ગુણ ઉપર રાગ થાય છે અને કાલાંતરે અનુક્રમે ગુણ કરવાવાળું સાધુપણાની ભાવના રૂપ સાધુ દર્શન પણ થાય છે. વળી બીજાઓ આ જિનમંદિર અને પ્રતિમાથી બોધ પામશે એવો જે