________________
- ૨૮૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ (ગતાંકથી ચાલુ) સ્તુતિની વૃદ્ધિ કરવી, અસંમૂઢપણે શાસનદેવતાનો કાઉસગ્ગ કરવો, તેમાં લોગસ્સ યાદ કરી, જાઈ આદિનાં ફુલોથી પૂજા કરવી. અને યોગ્ય સમયે નવકારપૂર્વક સ્થાપના કરવી. પ્રતિષ્ઠા વખતે શક્તિ મુજબ સંઘપૂજા કરવી, કેમકે દિશાદેવતાદિની પૂજાથી શ્રીસંઘની પૂજા બહુ ગુણવાળી છે, વળી શાસ્ત્રમાં (તિસ્થર પવયએ ગાથામાં) તીર્થંકરથી બીજા નંબરે પ્રવચનશબ્દથી શ્રીસંઘને ગણ્યો છે. સમ્યગ્ગદર્શન આદિ ગુણોના સમુદાયમય જ શ્રીસંઘ છે, પ્રવચન તીર્થ અને સંઘ એ બધા એકાર્થક શબ્દો છે. એ પ્રવચન એટલે તીર્થની મહત્તાને લીધે જ તો તીર્થંકરદેવ પણ એ શ્રીસંઘને દેશનાની આદિમાં જ નમે છે. શ્રીસંઘની મહત્તા માટે એ શ્રીજિનેશ્વર ભગવાન શ્રી સંઘને નમસ્કાર કરે છે એ વાત જણાવી છે. છતાં ભગવાન જિનેશ્વર મહારાજ કેવલી થયા છતાં શ્રીસંઘને નમસ્કાર કેમ કરે? એવી થતી શંકાના સમાધાનમાં જણાવે છે કે પ્રથમ તો એ તીર્થંકરપણું જ સંઘના આલંબનથી મળ્યું છે, વળી તીર્થકરે પૂજેલા સંઘની જગતમાં વધારે પૂજા થાય, શ્રીસંઘના ગુણોને કૃતજ્ઞતાપૂર્વકનો વિનય થાય, વળી કૃતકૃત્ય થયેલા ભગવાન જેમ કેવલિ છતાં ધર્મ દેશના દે છે તેમ તીર્થને પણ નમે છે. (તીર્થંકર નામકર્મથી ઉચિત પ્રવૃત્તિ હોવાને લીધે આ કરે છે.) આ સંઘની પૂજાના કરતાં જગતમાં તેવું કોઈપણ ઉત્તમપાત્ર નથી કે જેની પૂજા બાકી રહી ગણાય, તેમજ તે શ્રીસંઘના કરતાં જગતમાં કોઈપણ પૂજ્ય એવું ગુણપાત્ર પણ બીજું છે નહિં. શ્રીસંઘની પૂજાનું પરિણામ જ મહાફળદાયી જાણવું. સર્વ શ્રીસંઘની પૂજા ન કરી શકે તો દેવતાના પગરૂપી એક અંગની પૂજાના દાંતે શ્રીસંઘના એક ભાગને પૂજાનારો પણ ભાગ્યશાળી છે. પ્રતિષ્ઠા પછી પૂજાનો વિધિ કહે છે -
तत्तो ११३९, जिण ११४०, सुह ११४१, विविह ११४२, विहिआ ११४३, एवं ११४४, भावे ११४५, जं ११४६, जं पुण ११४७, भोगाइ ११४८, उचिया ११४९, जिण ११५०, सव्वत्थ ११५१, जम्हा ११५२, जइणो ११५३, असुह ११५४, कडु ११५५, पढमाउ ११५६, जिण ११५७, तत्थ ११५८, पडि ११५९, भाव ११६०, एंअ ११६१.
તે શ્રાવક ઋદ્ધિપ્રમાણે આડંબરથી, વિધિપૂર્વક, હંમેશાં તે સ્થાપના કરેલી જિનપ્રતિમાની નિયમિતપણે પૂજા કરે. પૂજાનો વિધિ આ પ્રમાણે છે. સ્નાનઆદિકથી પવિત્ર થયેલો શ્રાવક પૂજામાં લીન થયો છતાં પોતાના મસ્તક વિગેરેને ખંજોરવા વિગેરેથી નહિં ફરસતો શ્રેષ્ઠ અને સુગંધી એવાં ફૂલ આદિથી પૂજા કરે. શુભ ગંધવાળો ધૂપ, પાણી, અને સર્વોષધિવિગેરેથી પહેલાં પ્રભુનું પ્રક્ષાલન કરવારૂપ સ્નાત્ર કરે, પછી કેસર આદિનું વિલેપન કરે. અત્યંત સુગંધવાળી, ને મનોહર દેખાવવાળી પુષ્પમાળા ભગવાનને ચઢાવે, અનેક પ્રકારે નૈવેધ ધરે. આરતી વગેરે કરે, ધૂપ કરે, સ્તુતિ કરે, વિધિથી વંદન કરે, પછી શક્તિ મુજબ ગાયન, વાજિંત્ર, નાટક કરીને દાન અને ઉચિત સ્મરણ કરે. આ પૂજાનું કાર્ય શાસ્ત્રોક્ત છે એમ મનમાં ધારીને હંમેશાં શાસ્ત્રના બહુમાનને વહન કરવા સાથે એ પૂજા કરનારને એ પૂજનનું અનુષ્ઠાન