________________
શ્રી સિદ્ધચક્ર
૨૭૭
અસંજ્ઞીજીવો કાલ વખતે સમ્યગ્દષ્ટિ ન જ હોય. પ્રશ્ન ૮૯૦-શ્રી ભગવતીજી અને પ્રજ્ઞાપનાદિમાં શ્રુતજ્ઞાન કરતાં મતિજ્ઞાનના પર્યાયો અનભિલાપ્ય પર્યાયોને પણ મતિજ્ઞાન જાણે એમ કહી વધારે જણાવ્યા છે ત્યારે તત્વાર્થકાર મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનને મહાવિષયવાળું કેમ કહે છે. સમાધાન-તત્વાર્થકાર મહારાજા મોક્ષમાર્ગના ઉદ્દેશથી જ્ઞાનનો અધિકાર મુખ્યતાએ લેતા હોવાથી તે લોકોત્તર શ્રુતને શ્રુત તરીકે લે છે અને તેથી જ શ્રુતના અંગપ્રવિષ્ટાદિક વિભાગો કરે છે અને મતિજ્ઞાન તરીકે માત્ર વર્તમાનવિષયને જણાવનાર ઈન્દ્રિય અને મનનું જ જ્ઞાન લે છે અને તે પણ પારિણામિક રૂપવાળું લે છે. તેથી ત્રિકાલના પદાર્થો ઓઘાદેશે સર્વ દ્રવ્ય સર્વભાવ તે સર્વજ્ઞના વચનથી જણાય છે એમ ગણીને શ્રુતને મહાવિષય ગણે છે. ઉપદેશથી કે તેના અનુસારે થતા જ્ઞાનને મતિજ્ઞાન ન ગણતાં શ્રુત ગણીને તેને મહાવિષય ગણે છે. પ્રશ્ન ૮૯૧-શ્રી મેઘકુમારની દીક્ષા થઇ તેમાં સમ્યક્ત્વની સાથે જ સર્વવિરતિ થઇ એમ ખરૂં ? સમાધાન
दोहलयं अणुसरिउं मेहकुमारोत्ति से कयं नाम । परिवड्ढिओ य कमसो कलाउ सिग्धं अहिज्जेइ ॥ अह जोव्वणमणुपत्तो अहिलसणिज्जं सुरंगणाणंपि तो परिणइ धूयाओ नरेसराणं सुरूवाओ ॥९३॥ तत्थागओ कयाइवि सिरिवीरजिणेसरो विहरमाणो तस्संतिए य सोउं जिणधम्मं सावओ जाओ ॥ ९४॥ अह विहरिऊण भयवं पुणरवि तत्थागओ तओ વિસ્તૃ हुकुमारी गिves संविग्गो तस्स पासम्मि ॥ ९५ ॥ અર્થ- અકાલે મેઘનો દોહલો ધારિણીરાણીને થયો
તા. ૧૧-૪-૧૯૩૭
હતો તેને અનુસારે તે કુમારનું મેઘકુમાર એવું નામ કર્યું, અનુક્રમે તે મોટો થયો અને જલદી કલાઓ શિખી ગયો ॥૧૨ પછી દેવીઓને પણ ઇચ્છવા લાયક એવી યૌવન અવસ્થાને તે મેઘકુમાર જ્યારે પામ્યો ત્યારે મોટા રાજાઓની સારારૂપવાળી કન્યાઓ-કુમારિકાઓને પરણ્યો ॥૧૩ા કોઇક દિવસ ભગવાન મહાવીર મહારાજા વિહાર કરતા કરતા ત્યાં આવી સમોસર્યા (ત્યારે) તેઓશ્રીની પાસે ધર્મને સાંભળીને તે મેઘકુમાર શ્રાવક થયો એટલે સમ્યક્ત્વ કે સમ્યક્ત્વ સાથે દેશવિરતિને પામ્યો ॥૧૪॥ પછી ભગવાન મહાવીર મહારાજા દેશાંતરોમાં વિહાર કરીને બીજી વખત જ્યારે રાજગૃહી આવ્યા ત્યારે સંવેગ પામેલા એવા મેઘકુમારે તેઓશ્રીની પાસે દીક્ષા અંગીકાર કરી ॥૧પા આવા આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રના ભવભાવનામાં જણાવેલા વચનથી શ્રી મેઘકુમારે પહેલાં શ્રાવકપણું પાળીને જ દીક્ષા લીધેલી છે. (ભગવાન્ મહાવીરના કેવલજ્ઞાનના પહેલા ચોમાસે મેઘકુમારની દીક્ષા માનનારાઓ આ ઉપરથી વિચાર કરશે.)
પ્રશ્ન ૮૯૨-શ્રી નન્દીસૂત્રમાં અવધિજ્ઞાનના છ ભેદોમાં પ્રતિપાતી અને અપ્રતિપાતી એવા ભેદો ગણ્યા છે અને શ્રી તત્ત્વાર્થમાં અવસ્થિત એવા ભેદો કહ્યા છે તે શાથી ?
સમાધાન-શ્રી નન્દીસૂત્રમાં એક વખતના અવધિજ્ઞાનને અંગે ભેદ લીધેલા હોય અને તેથી પ્રતિપાતી અપ્રતિપાતી ભેદો લે. અને શ્રી તત્ત્વાર્થમાં યાવત્ અવધિજ્ઞાનનો વિચાર લીધેલો હોવાથી અવસ્થિત ભેદમાં સરખાવટ છતાં અનવસ્થિતમાં પ્રતિપાતી લેવા સાથે નવું ઉત્પન્ન થનાર અવિધ પણ લીધું છે. પ્રશ્ન ૮૯૩-તત્ત્વાર્થકાર જ્યારે અનવસ્થિતમાં વધતું ૧ ઘટતું ૨ વધતું ઘટતું ૩ એ ત્રણે ભેદો છે. તો પછી વર્ધમાન અને હીયમાન એ બે ભેદો ગણવાની જરૂર શી ?