SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર ૨૭૫ તીવ્રવીર્યના ઉલ્લાસની અપેક્ષા રાખે જ છે અર્થાત્ જ્ઞાનીએ દીઠું હશે તેમ બનશે એમ વિચારી નિરૂદ્યોગી અને નિર્વીર્ય પ્રવૃત્તિવાળાને તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અવસર આવી શકે જ નહિં. અને સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી સમ્યજ્ઞાન ન જ હોય, એ વાત જૈનજનતાને જણાવવી પડે તેમ પણ નથી અને સમ્યગ્દર્શન પામ્યા પછી પણ જીવ જ્યારે તીવ્ર વીર્ય ઉલ્લાસવાળો થાય અને સમ્યક્ત્વ વખતે રહેલી મોહનીયકર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમથી જેટલી સ્થિતિ ચાહેતો તત્કાળ કે ચાહે તો કાળાન્તરે પણ જીવ ખપાવે ત્યારે જ ચારિત્રને પામી શકે. તો આવી રીતે મોહનીય કર્મની સ્થિતિનું ખપાવવું વગર ઉદ્યમે માત્ર જ્ઞાનીએ દીઠું હશે તેમજ બનશે. એવા એકાન્તિક વિચારવાળા હોઇ વીર્યની સ્ફુરણા વગરના જીવોને કેવી રીતે બની શકે ? તે સમજવું મુશ્કેલ નથી. આ જગા પર એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે શાસ્ત્રકારો વિરતિ વગરના એકલા સમ્યક્ત્વને ધારણ કરવારૂપ ચોથા ગુણઠાણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી કંઇક અધિક તેત્રીસ સાગરોપમ માત્ર જણાવે છે. પરન્તુ સમ્યક્ત્વની તા. ૧૧-૪-૧૯૩૭ સ્થિતિ છાસઠ સાગરોપમની જણાવે છે. તે ઉપરથી નક્કી થાય છે કે ભવાન્તરથી સમ્યક્ત્વ લઇને આવેલો જીવ તે ભવમાં વિરતિ કે જે દેશથી હો કે સર્વથી હો તે અવશ્ય હોવી જ જોઇએ. પરન્તુ એ બન્ને ઉદ્યમથી જ થવાવાળાં છે. અને તેથી જ શાસ્ત્રકારો પણ જ્ઞાત્વા મ્યુપેત્યારળ વિરતિવ્રતમ્ એમ કહી જાણવાનો પ્રયત્ન ૧ પાપ નહિ કરવાની પ્રતિજ્ઞાનો પ્રયત્ન ૨ અને પાપ ટાળવાનો પ્રયત્ન થાય તેને જ વ્રત અગર મહાવ્રત કહે છે. તે ઉદ્યમપૂર્વક થવાવાળી દેશિવરતિ કે સર્વવરિત જો ન ધારણ કરે તો તેનું ભવાંતરનું સમ્યક્ત્વ ટકે જ નહિં. ભવાંતરથી લાવેલું સમ્યક્ત્વ ત્યારે જ ટકે કે જ્યારે તે પોતાના મનુષ્યભવમાં દેશવિરતિ કે સર્વવિરતિમાંથી એકે પણ વિરતિને કરનારો હોય, આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે સમ્યક્ત્વને ધારણ કરનારો જીવ હોય તે તો જરૂર વિરતિ તરફ વધવા માટે પ્રયત્નને કરનારો જ હોય. અને પ્રયત્નની અપેક્ષા જરૂરી છે એમ માનનારો જ હોય. અને તેથી ગર્ભથી શું પણ જન્માન્તરથી પણ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા ભગવાન શ્રી ઋષભદેવજીએ ચારિત્રને અંગીકાર કરીને ભવ્યોને સન્માર્ગ દેખાડેલો છે. (ટાઇટલ પા. ૩ થી ચાલુ) ૧૨ આઠ ઉપવાસથી છ અઠ્ઠાઇઓને આરાધનાર તે અઠ્ઠાઇઓમાં ક્ષયતિથિ હોય તે સાત ઉપવાસ કરે તો નિયમ તુટે નહિ ને? અથવા તિથિની વૃદ્ધિ હોય તો ખોખાતિથિને દિવસે છુટું રાખી શકે કે? ૧૩ સવારમાં પચ્ચક્ખાણ લેતાં કે પડિક્કમણામાં અથવા ભાવનામાં જ તિી અન્ન વારે એટલે આજ દિવસે કઈ તિથિ છે તેવા પ્રશ્નના ઉત્તરમાં ક્ષય કે વૃદ્ધિ હોય તો ભેગી તિથિ અગર ખોખું છે એમ ધારે કે બીજ આદિ છે એમ ધારે ? છઠ્ઠું તિહીન એ પાઠ માનનાર ચાર જ તિથિ છે એમ કહે ખરો ? ૧૪ બીજ આદિના ક્ષયે પડવા આદિનો ક્ષય ન કરાય અને પૂનમ અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ ન કરાય એવો કોઇપણ ચોક્ખો પાઠ કોઇએ આપેલ છે ? તા. કે. આવતી સંવચ્છરી બુધવારની કરવાનું કહેનાર પાસેથી સુશોએ આટલા ખુલાસા મેળવવા જરૂરી છે.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy