________________
૨૭)
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . હોય તો શુભ શુકન હોવાથી તે મળનાર કે મેળવાશે તે દલ શુદ્ધ જાણવું, અને રોવા આદિકના ખરાબ શબ્દો વિગેરે અપશુકન હોય તો તે કાષ્ઠાદિક દલ અશુદ્ધ જાણવું. ગ્રહણ કરેલા શુદ્ધ એવા કાષ્ઠાદિને લાવવામાં પણ પ્રશસ્તદિવસ, શુભમુહૂર્ત શુકન વિગેરે જાણવા. આ જિનમંદિર કરાવતાં ચાકરોને કોઈ દિવસ ઠગવા નહિ, પણ દષ્ટ અને અદષ્ટફળને દેવાવાળું એવું અધિક દાન કરવું. તુચ્છ બિચારા ચાકરો માત્ર થોડું વધારે દેવાથી સંતોષ પામે અને સંતોષ પામેલા તેઓ પહેલાં કરતાં અધિક સારું કામ કરે. વળી કેટલાક નોકરચાકરો તેવા અધિકદાનથી ધર્મની પ્રશંસા કરી બૌધિબીજને વાવે અને કેટલાક લઘુકમ તો તે અદિકદાનથી જ માર્ગને પામે, ઈતર લોકોમાં પણ તે ધર્મિષ્ઠની આવી ઉદરતાથી આ ધર્મ ઘણો સારો છે અને ઉત્તમ પુરુષોએ આ ધર્મ કહેલો છે. એમ વિચારો આવવાથી ધર્મની ઘણી પ્રશંસા થાય છે અને તેવી સારી પ્રશંસાથી શાસનની ઉન્નતિ થાય છે, જિનભવન બનાવવાથી તેના શ્રવણ અને દર્શનથી ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાનના ગુણોનું જ્ઞાન અને સ્મરણ થાય છે અને તેમ થવાથી તેમની પ્રતિમા
સ્થાપવા માટેની નક્કી શુધ્ધ પ્રવૃત્તિ થાય છે અને તેથી કર્તાના ભાવની ઘણી વૃદ્ધિ થાય છે. ભગવાન જિનેશ્વરના મંદિરમાં વંદન કરવાને માટે આવેલા ભાગ્યશાળી જ્ઞાનાદિગુણોવાળો, ગુણરૂપી રત્નને માટે નિધાન સમાન અને મહાધર્યવાળા એવા સાધુમહાત્માઓને હું અહીં દેખીશ. વળી સ્ત્રી અને હથીયારઆદિ કલંક વિનાના એવા જિનેશ્વરના બિંબને દેખીને બીજા પણ ભવ્ય જીવો પ્રતિબોધ પામશે અને પછી તે ભવ્યજીવો છ કાયની શ્રદ્ધાવાળા થઈ આત્માના ઉદય માટે સંયમધર્મને કરશે, માટે મારું જે દ્રવ્ય હંમેશાં આ જિનભુવનમાં વપરાય તે જ સાચું દ્રવ્ય છે. આવો જે અસ્મલિત વિચાર તે મોક્ષરૂપી ફળને દેનાર એવી સ્વાશયવૃદ્ધિ એટલે પ્રશસ્ત એવા પરિણામની વૃદ્ધિ જાણવી. મંદિર કરાવ્યા પછીનું કાર્ય કરે છે.
णिप्फा ११२९; जिण ११३०, तारि ११३१, णिप्फा ११३२, चिइ ११३३, सत्तीए ११३४, गुण ११३५, तप्पु ११३६, एअभिम ११३७, तप्पूआ ११३८, ।
યતનાથી જિનભવનને બનાવીને તેમાં વિધિએ કરાવેલું સુંદર ભગવાન જિનેશ્વરનું બિંબ, ભ્રાંતિરહિતપણે વિધિથી સ્થાપન કરાય છે. તે બિંબ કરાવવાનો વિધિ આ પ્રમાણે છે. તે પ્રતિમાજી બનાવનાર કારીગર ગુણવાન હોય તો શુભવખતે તેને વાસચંદનાદિથી પૂજીને પોતાની ઋદ્ધિપ્રમાણે બહુમાનથી મૂલ્ય આપે. કારીગર તેવો ગુણવાન ન હોય અને ગુણવાનું ન મળવાથી અગુણવાન એવા કારીગરને કદાચ રોકવામાં આવે તો તેના હિતને માટે ઉદ્યમવાળો એવો શ્રાવક તેના વખત પ્રમાણે બિંબનું ઉચિત મૂલ્ય નક્કી કરે. એમ કરવાથી દ્રવ્યનો અસદવ્યય કે ભાવનો નાશ ન થાય. એવી રીતે તૈયાર થયેલા સમ્યમ્ બિંબની પ્રતિષ્ઠામાં આ વિધિ છે. પોતાને ઠેકાણે શુભકાલે ઉચિતપૂજાએ અધિવાસન કરવું. પ્રતિષ્ઠા વખત થાય ત્યારે ચૈત્યવંદન કરવું.
(અપૂર્ણ)